દાંપત્યજીવનમાં કલેશથી બચો | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા
August 1, 2022 Leave a comment
દાંપત્યજીવનમાં કલેશથી બચો, ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા
અનેક કુટુંબોમાં સ્ત્રી-પુરુષની વચ્ચે જેવો મધુર વ્યવહાર હોવો જોઈએ તેવો જોવા મળતો નથી. અનેક ઘરોમાં આજકાલ સંઘર્ષ, મનની મલિનતા અને અવિશ્વાસનાં ચિહ્ન વધતાં જાય છે. તેનું કારણ એ છે કે પતિ-પત્ની પૈકી એક અથવા બંને કેવળ પોતોતાની ઈચ્છા, જરૂરિયાત અને રુચિને મહત્ત્વ આપે છે. સામા પક્ષની ભાવના અને પરિસ્થિતિની અણસમજ જ કલેશનું કારણ હોય છે.
જ્યારે એક પક્ષ બીજા પક્ષની ઈચ્છા પ્રમાણે આચરણ કરતો નથી ત્યારે તેને પોતાનું અપમાન, ઉપેક્ષા અથવા તિરસ્કાર થતો હોય તેમ લાગે છે. આથી ચિડાઈને બીજા પક્ષ પર કડવાં વચનોનો પ્રહાર અથવા દુર્ભાવનાઓનું આરોપણ કરે છે. ઉત્તર-પ્રત્યુત્તર, આક્રમણ પ્રતિઆક્રમણ, આક્ષેપ – પ્રત્યાક્ષેપની હારમાળા ચાલુ થાય છે. પરિણામે કલેશ વધતો જાય છે. બંનેમાંથી કોઈ પોતાની ભૂલ કબૂલ કરતું નથી, પરંતુ બીજાને વધારે દોષી તથા ગુનેગાર સિદ્ધ કરવા પોતાની જીદ વધાર્યે જાય છે. આ રીતે ક્યારેય ઝઘડાનો અંત આવતો નથી. અગ્નિમાં લાકડાં હોમવાથી તો તે વધારે પ્રજ્વલિત થાય છે.
જે પતિ-પત્ની પોતાના સંબંધોને મધુર રાખવા ઈચ્છે છે તેમણે બીજા પક્ષની યોગ્યતા, મનોભૂમિ, ભાવના, ઈચ્છા, સંસ્કાર, પરિસ્થિતિ તથા જરૂરિયાતને સમજવા પ્રયત્ન કરવો જોઈએ અને તે સ્થિતિવાળા મનુષ્ય માટે જે યોગ્ય હોય તેવો ઉદાર વ્યવહાર અપનાવવા પ્રયત્ન કરે તો ઝથડાના અનેક પ્રસંગો ઉત્પન્ન થતા પહેલાં જ દૂર થઈ જશે. આપણે બરાબર સમજી લેવું જોઈએ કે બધા મનુષ્યો એક સમાન હોતા નથી, બધાની રુચિ એક સમાન હોતી નથી, બધાની બુદ્ધિ, ભાવના અને ઈચ્છા એક સમાન હોતી નથી. જુદાં વાતાવરા, જુદી પરિસ્થિતિ અને અલગ કારણોને લઈને લોકોની મનોભૂમિમાં પણ ભિન્નતા આવે છે. આ જુદાપણું નષ્ટ થઈને બિલકુલ સામા પક્ષના જેવું બની જય તેવું શક્ય નથી. કોઈ સ્ત્રી-પુરુષ પરસ્પર બિલકુલ સાચાં હોય, તો પણ તેમનાં વિચાર અને કાર્યોમાં કંઈ ને કંઈક ભિન્નતા રહેલી જોવા મળશે.
સંકુચિત સ્વભાવનાં સ્ત્રી-પુરુષ જિદ્દી તેમજ સંકુચિત મનોવૃત્તિનાં હોવાને કારણે તેઓ ઈચ્છે છે કે પોતાનો સાથી પોતાની કોઈ પણ વાતમાં થોડો પણ મતભેદ ન રાખે. પુરુષ પોતાની પત્નીને પતિવ્રતાનો પાઠ શીખવે છે અને ઉપદેશ આપે છે કે તેણે સંપૂર્ણ પતિવ્રતા હોવું જોઈએ તથા પતિની કોઈ પણ વિચારધારા – સાચી કે ખોટી, ટેવ કે કાર્યપ્રણાલીમાં હસ્તક્ષેપ ન કરવો જેઈએ. તેનાથી વિરુદ્ધ સ્ત્રી પોતાના પતિ પાસે આશા રાખે છે કે તે સ્ત્રીને પોતાની જીવનસંગિની, અર્ધાંગના સમજીને તેને સહયોગ આપે તેમ જ તેના અધિકારની ઉપેક્ષા ન કરે.
અનુદાર તેમજ સંકુચિત મનોવૃત્તિવાળાં સ્ત્રીપુરુષો વિચારે છે કે મારો અધિકાર સામો પક્ષ પૂરો કરતો નથી. બસ, ત્યાંથી જ ઝઘડાનાં મૂળ નંખાય છે.
આ ઝઘડાનો એક માત્ર ઉકેલ તે છે કે સ્ત્રી અને પુરુષ પરસ્પર એકબીજા પ્રત્યે વધુમાં વધુ ઉદારતા દાખવે. જેવી રીતે કોઈ વ્યક્તિનો એક હાથ કે એક પગ થોડો મોર, રોગી અથવા દુર્બળ હોય તો તેને કાપીને ફેંકી દેવામાં આવતો નથી અને તેની તરફ ઘૃણા, અસંતોષ કે દ્વેષનો વ્યવહાર કરતો નથી, પરંતુ તે વિકૃત અંગને બીજાની સરખામણીમાં વધારે સુવિધા આપે છે અને એને સુધારવા માટે સ્વસ્થ અંગની પણ થોડી ઉપેક્ષા કરે છે. આ જ નીતિ પોતાના કમોર સાથી પ્રત્યે રાખવામાં આવે તો ઝથડાનું એક મોટું કારણ દૂર થઈ જાય છે.
ઝઘડો કરતાં પહેલાં અંદરોઅંદર વિચાર વિનિમયના બધા જ ઉપાય અનેકવાર કરી લેવા જોઈએ. કોઈક જ મૂર્ખના સરદાર અને અતિ દુષ્ટ પ્રકૃતિનો મનુષ્ય હોય છે કે જે શિક્ષા સિવાય બીજી કોઈ રીતે સમજતા નથી, પરંતુ મોટાભાગના મનુષ્યો તો એવા હોય છે, જે પ્રેમભાવનાની સાથે એકાંતમાં તમામ બાજુના પ્રયત્નથી સમજાવવાથી મોટેભાગે સમજી અને સુધરી જાય છે, જે થોડોઘણો મતભેદ રહી જાય તેની ઉપેક્ષા કરીને જેમાં ભલાઈ હોય તે વાતોનો જવિચાર કરવો જોઈએ. જગતમાં રહેવાની એ જ સાચી રીત છે કે બીજા પ્રત્યે થોડુંઘણું નમ્ર બનવું તેમજ સમજાવટની નીતિથી કામ લેવું. મહાત્મા ગાંધીજી ઉચ્ચકોટિના આદર્શવાદી સંત હતા, પરંતુ તેમના એવા પણ અનેક સાચા મિત્રો હતા, જેતેમના વિચાર અને કાર્યો પ્રત્યે મતભેદ જ નહિ, પદ્મ વિરોધ રાખતા હતા. આ મતભેદ તેમની મિત્રતામાં અવરોધરૂપ થતો નહોતો. આવી જ ઉદારતાભરી સમજૂતીના આધારે એકબીજા સાથે સહયોગ-સંબંધ રાખી શકાય છે.
આનો અર્થ કદાપિ એ નથી કે સાથીમાં દર્દોષ, દુર્ગુણ હોય તેની ઉપેક્ષા કરવામાં આવે, તેમજ તે બૂરાઈઓને રોકટોક વિના વધવા દેવામાં આવે. આવું કરવાથી તો ભારે અનર્થ થશે. જે પક્ષ વધારે બુદ્ધિશાળી, વિચારશીલ તેમજ અનુભવી છે તેણે પોતાના સાથીને સુસંસ્કૃત, સારી, ઉન્નતશીલ તથા સદ્ગુણી બનાવવા માટે અનેક પ્રયત્ન કરવા જોઈએ. સાથેસાથે પોતાની જીતને પણ મધુરભાષી, ઉદાર, સહનશીલ તેમજ નિર્દોષ બનાવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ કે જેથી સાથી ઉપર પોતાનો ધાર્યો પ્રભાવ પડી શકે. જે પોતે અનેક બૂરાઈઓથી ભરેલો છે તે પોતાના સાથીને સુધારવામાં કેવી રીતે સફળ થઈ શકે ? સતી સીતા પરમ સાધ્વી તથા ઉચ્ચકોટીની પતિવ્રતા હતી, પરંતુ તેનું પતિવ્રતા હોવાનું એક કારણ તે પણ હતું કે તે એક પત્ની વ્રતધારી તથા અનેક સદ્ગુઠ્ઠોથી સંપન્ન રામની ધર્મપત્ની હતી. રાવણ પોતે દુરાચારી હતો. એની પત્ની મંદોદરી સર્વગુણસંપન્ન તથા પરમ બુદ્ધિમાન હોવા છતાં પણ પતિવ્રતા ન રહી શકી. રાવણના મરણ બાદ તરત જ તેણે વિભીષસ સાથે પુનર્વિવાહ કરી લીધો.
જીવનની સફળતા, શાંતિ તથા સુવ્યવસ્થાનો આધાર દાંપત્યજીવન કેટલું સુખી અને સંતુષ્ટ છે તેના પર રહેલો છે. તેના માટે શરૂઆતથી જ ધણી સાવધાની રાખવી જોઈએ અને ગુન્ન, કર્મ તથા સ્વભાવની સમાનતાના આધાર પર છોકરી-છોકરાનાં જોડાં પસંદ કરવા ઈએ. સારી પસંદગી થવા છતાં પણ પૂર્ણ સમાનતા તો નથી થઈ શકતી. તે માટે દરેક સ્ત્રી-પુરુષે એવી નીતિ અપનાવવી આવશ્યક છે કે પોતાની બૂરાઈઓ ઓછી કરે, સાથીની સાથે મધુરતા, ઉદારતા અને સહનશીલતાપૂર્ણ આત્મીયતા વ્યવહાર કરે. વધુમાં પોતાના સાથીની બૂરાઈઓ ઓછી કરવા માટે ધૈર્ય, દૃઢતા અને ચતુરાઈની સાથે પ્રયત્નશીલ રહે. આ માર્ગ પર ચાલવાથી અસંતુષ્ટ દાંપત્ય જીવનમાં સંતોષની માત્રા વધશે અને સંતુષ્ટ દંપતી સ્વર્ગીય જીવનનો આનંદ મેળવશે.
પ્રતિભાવો