લગ્નની ઉપયોગિતા | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા
August 1, 2022 Leave a comment
લગ્નની ઉપયોગિતા
આધુનિક મનોવિજ્ઞાન ઈચ્છાઓને પાર કરવાનો માર્ગ દર્શાવે છે, તેમનું દમન માનસિક રોગો ઉત્પન્ન કરે છે.તેનાથી કોઈકવાર માનસિક નપુંસકતા પણ આવે છે. મનુષ્યના અંતઃકરણની અનેક વાસનાઓ દબાઈને અંતઃપ્રદેશમાં છુપાઈ જાય છે. તેનાથી કોઈક સમયે કઢંગો વ્યવહાર, ગાળો દેવાની પ્રકૃતિ, અપશબ્દોનું ઉચ્ચારણ, આત્મહીનતાની ભાવના ઉત્પન્ન થવી, યાદશક્તિ ગુમાવવી, ગાંડપણ તથા રડવું તેમજ હિસ્ટીરિયા જેવા અનેક માનસિક રોગો થાય છે. મનના વિચારોમાં એક વિચિત્ર પ્રકારનો સંઘર્ષ ચાલે છે. મનની અનેક ભાવનાઓ અવિકસિત રહે છે. માગ઼સ ફરિયાદો કરવાની મનોવૃત્તિનો શિકાર બને છે. બીજી પ્રત્યે તે અનુદાર બને છે. બીજાઓની ખોટી ટીકા કર્યા કરે છે. જીવનમાં વધારે ઉગ્રતા, અસંતોષ તથા નારાજગી રહ્યા કરે છે. ઉગ્ર સ્વભાવનું કારણ વાસનાઓનો યોગ્ય વિકાસ તેમજ શુદ્ધિકરણ ન થવું તે છે. આ પ્રકારના જીવનને ગીતામાં નિંદાને પાત્ર માનવામાં આવ્યું છે.
પ્રત્યેક સ્ત્રી-પુરુષના જીવનમાં એક એવો સમય આવે છે કે જ્યારે તેને જીવનસાથીની શોધ કરવી પડે છે. ઉંમર, વિચાર, સ્વભાવ તથા પ્રકૃતિ અનુસાર સદ્ગૃહસ્થી માટે યોગ્ય જીવનસાથીની વરણી કરવી જોઈએ. યોગ્ય શિક્ષણ તેમજ આધ્યાત્મિક વિકાસ પછી કરેલાં લગ્ન મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ યોગ્ય છે. આજીવન કૌમાર્ય અથવા બ્રહ્મચર્ય મહાન છે. તેનું ફળ અસીમ છે, પરંતુ સામાન્ય સ્ત્રી, પુરુષો માટે તે સંભવ નથી. તેનાથી મનની અનેક કોમળ લાગણીઓ તેમજ ભાવનાઓનો યોગ્ય વિકાસ તથા શુદ્ધિ થઈ શકતાં નથી. વાસનાઓને ઉચ્ચસ્તર તેમજ ઉન્નતિ સુધી લઈ જવા માટે એક એક પગથિયું ચઢવું પડે છે. એક પગથિયા પરથી બીજા પર સીધા કૂદી જવાથી કેટલીક ઈચ્છાઓનું દમન અવશ્ય કરશે, જેના ફળ સ્વરૂપે માનસિક રોગો થઈ શકે છે. તેથી જ ક્રમશઃ દરેક પગથિયા પર પગ મૂકીને ઉન્નત જીવન સુધી પહોંચવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ.
એક માતા અને પિતાના હૃદયમાં પેદા થયેલા જુદા જુદા સ્વરોનું ગુંજન માત્ર ભોગી જસમજી શકે છે. બે હૃદયના મિલનમાં જે માનસિક વિકાસ સંભવ છે, તે પુસ્તકોના શુષ્ક વાચનથી થવો શક્ય નથી. લગ્ન એ કામવાસનાઓની તૃપ્તિનું સાધન માત્ર છે, તેવું સમજવું ભયંકર ભૂલભરેલું છે. તેમાં તો બે આત્માઓના, બે વિચારોના, બે હૃદયોના અને સાથેસાથે બે શરીરના વિકાસ અને એકબીજાને સમર્પણ કરવાની પવિત્ર ભાવના રહેલી છે. લગ્નનો અર્થ બે આત્માઓનું ઐક્ય, બે હૃદયોનું અનુષ્ઠાન છે. પ્રેમ, સહાનુભૂતિ, કોમળતા તથા પવિત્ર ભાવનાઓનો વિકાસ છે. પુરુષ પ્રકૃતિ તથા સ્ત્રી પ્રકૃતિનો પૂરેપૂરો વિકાસ થાય, આપણું વ્યક્તિત્વ પૂર્ણરૂપથી ખીલી ઊઠે તે માટે આપન્ને અનુકૂળ વિચાર, બુદ્ધિ શિક્ષણ તથા ધર્મવાળી સહધર્મિીની પસંદગી કરવી જોઈએ. યોગ્ય ઉમરે લગ્ન કરનારી વ્યક્તિ આગળ ઉપર સુશીલ, સરળ, મળતાવડી, સ્વચ્છ, શાંતચિત્ત, સત્યવાદી, સહાનુભૂતિવાળી, મધુરભાષી, આત્મવિશ્વાસ તેમજ દીર્ઘજીવી જેવા મળે છે.
પ્રતિભાવો