આપણું લગ્નજીવન કેવી રીતે સુખી થઈ શકે ? | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા

આપણું લગ્નજીવન કેવી રીતે સુખી થઈ શકે ?

લગ્નને આત્મવિકાસ તેમજ ચરિત્ર વિકાસનું એક મોટું સાધન માનવામાં આવ્યું છે. આપણી જીવનયાત્રામાં લગ્ન એક અગત્યનું પરિવર્તન તેમજ વળાંક હોય છે. એમાં કોઈ શંકા નથી. તે માટે તેને પૂરી રીતે સફળ અને સુખી બનાવવું હોય તો તે સંબંધી પૂરી જાણકારી પહેલેથી જ પ્રાપ્ત કરી લેવી તે આપણું કર્તવ્ય છે. અફસોસ છે કે આજકાલ અનેક યુવક-યુવતીઓ આ નિયમ પર ધ્યાન ન આપતાં ક્ષણિક આવેશમાં આવીને અથવા ઉપરની ટાપટીપ જોઈને લગ્નસૂત્રમાં બંધાઈ જાય છે, જેનું અંતિમ પરિણામ સ્વાભાવિક રીતે દુઃખદાયક હોય છે.

સફળ લગ્નજીવન મનુષ્યના સુખનો એક આધારસ્તંભ છે. જો સાચો દાંપત્યપ્રેમ હોય તો તે માત્ર બંનેના અંતરાત્માનો જવિકાસ નથી કરતો, પરંતુ તેમાં રહેલી અમૂલ્ય ભાવનાઓની સિદ્ધિનું કારણ હોય છે, જેનો પતિ -પત્ની પરસ્પર અનુભવ કરે છે. હકીકતમાં સાચા દાંપત્યપ્રેમનો આધાર જ સુખી લગ્નજીવન છે. હવે આપણે એ વિચારીએ કે આ સુખી દાંપત્ય જીવનનું મૂળ તત્ત્વ શું છે ? સાચું તો એ છે કે લગ્નજીવનના આનંદનો કોઈ નિશ્ચિત માપદંડ નથી કે ન તો એવો કોઈ સ્પષ્ટ નિયમ છે કે જે પ્રમાણે આ અત્યંત કલાપૂર્ણ ક્ષેત્રમાં માનવીય સંબંધોનું નિયંત્રણ થતું હોય. અનેક સ્ત્રી-પુરુષો એવા જીવનમાં પણ સુખી રહેતાં હોય છે કે જે અન્ય સ્ત્રી -પુરુષો માટે દુઃખ અને નિરુત્સાહનું કારણ બની જાય છે. કેટલાંક દંપતી સંતાન ન હોવાના કારણે દુઃખી છે, તો કોઈ વગર સંતાને પૂર્ણ સુખી છે, કોઈ પોતાની ગરીબાઈમાં સુખી છે, તો કોઈના દુઃખનું કારણ તેમની આર્થિક સ્થિતિ છે. શારીરિક પ્રતિકૂળતા એક દંપતીના દુઃખનું કારણ છે, એ જ બીજાના સારા સહયોગનો આધાર હોય છે. એવી અનેક બાબતો છે, જેને લગ્નજીવનની શરૂઆતમાં કોઈ મહત્ત્વ આપવામાં આવતું નથી, પરંતુ સમય જતાં તે જ સુખ કે દુઃખનું કારણ બની જાય છે. અનેક દંપતી આરંભમાં બધી રીતે સુખી હોય છે. પાછળથી દુ:ખી રહેતાં જણાય છે, કેમ કે મનુષ્યનો માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ જુદા જુદા સંજોગોને લઈને થાય છે.

ઉપરોક્ત બાબતો હોવા છતાં પણ સુખી લગ્નજીવનની થોડી પાયાની આવશ્યક્તાઓ છે, જે આ પ્રમાણે છે : લગ્નબંધનમાં બંધાતા બંને સાથીદારોમાં એકબીજાના આત્મસન્માન માટે નક્કર વિવેકબુદ્ધિ, માનસિક પરિપકવતા, શારીરિક સ્વાસ્થ્ય, દષ્ટિકોણમાં મનોવૈજ્ઞાનિક સ્વતંત્રતા, પ્રેમકળા તથા જાતીય જ્ઞાન, કૌટુંબિક જવાબદારીની પરિપક્વ ભાવના, સમય સંજોગો પ્રમાણે આચરણ કરવાની યોગ્યતા, કાલ્પનિક આદર્શોથી મુક્તિ, વિશાળ તેમજ ઉદાર માનવીય પ્રવૃત્તિ તથા સહયોગના આધાર પર આગળ વધવા, દુ:ખ સહન કરવા અને જીવન સુખમાં સહભાગી થવાની ક્ષમતા વગેરે. આ જ રોજબરોજની લગ્નજીવનની સમસ્યાઓને સફળતાપૂર્વક ઉકેલવાનો મૂળ મંત્ર છે. પોતાના લગ્નસાથીની પરિસ્થિતિ સાથે પૂરી આત્મીયતા તેમજ તેને હંમેશાં પ્રોત્સાહિત કરતા રહેવાની તત્પરતા, દામ્પત્યજીવનની નજીવી બાબતોને સહજમાં જ ઉકેલી નાખે છે. વધુમાં જ શિક્ષણની સમાનતા હોય તેમજ બંને સમાજ માટે ઉપયોગી કામધંધામાં પણ સમાન હોય, તો સોનામાં સુગંધ ભળે છે. અંતમાં થોડીઘણી આર્થિક સ્વતંત્રતા તેમજ ધાર્મિક અને સામાજિક સમાન વિચારસરણી જેવા સદ્ગુણો ધરાવતાં હોય તો તે લગ્નજીવનને સુખદ બનાવવામાં ભારે સહાયક બને છે.

ઘણી ઓછી વ્યક્તિઓ છે, જે ઉપરોક્ત આદર્શ સાધનોની સાથે લગ્નજીવનમાં પ્રવેશ કરે છે. આ જ કારણથી જીવનમાં આપન્ને અનેક કોડાં નિર્દયી પુરુષ અને અબળા સ્ત્રી, કોઈ બહાદુર સ્ત્રી અને નપુંસક પુરુષ, કોઈ સ્વતંત્ર સાહસિક પુરુષ અને કાયર તેમજ મૂર્ખ સ્ત્રી, કોઈ સ્વસ્થ અને ભારે શરીર ધરાવતી સ્ત્રી અને સૂકલકડી પુસ્તકિયા કીડા જેવો પુરુષ, કોઈ બાળકી અને વૃદ્ધ પુરુષ, કોઈ અશિક્ષિત અને ગમાર સ્ત્રી અને શિક્ષિત પુરુષ, કોઈ સુંદર યુવક અને કદરૂપી સ્ત્રી અને સુંદર સ્ત્રી અને કદરૂપા પુરુષ તરીકે જોવા મળે છે. પરિણામે લગ્નજીવન ભારરૂપ અને દુ:ખી જેવા મળે છે.

હવે આપણે જે લગ્નની અસફળતાનાં કારો પર થોડો વિચાર કરીએ તો જોવા મળશે કે કજોડાં લગ્ન ન હોવા છતાં પણ જાતીય વિજ્ઞાન અને પ્રેમકળાની અજ્ઞાનતા લગ્નજીવન અસફળ થવાનું એક મુખ્ય કારણ છે. જીવનની શરૂઆતમાં જ આપણને બોલતાં ચાલતાં, નમસ્કાર કરતાં તેમજ યોગ્ય રીતે કપડાં પહેરવાનું શિક્ષણ આપવામાં આવે છે. આપણા અભ્યાસની સાથે રમતગમત, લોકો સાથે હળવા-મળવાનું તથા અન્ય સામાજિક શિષ્ટાચારોનું શિક્ષણ આપવામાં આવે છે. કમાઈને આપણે ભરણપોષણ કરી શકીએ તે માટે થોડા ઉદ્યોગોનું શિક્ષક્સ આપણને આપવામાં આવે છે, પરંતુ ભાગ્યે જ કોઈ એવાં પુરુષ અથવા સ્ત્રી હશે કે જેમને કોઈ કુશળ શિક્ષક દ્વારા આ પ્રકારનું શિક્ષણ અપાયું હોય કે જેના વડે તે એક સફળ પ્રેમી, આદર્શ પતિ અથવા પત્ની બની શકે.

આપણા કહેવાતા આધુનિક જીવનનો અભિશાપ એ છે કે બીભત્સ વર્ણનથી ભરેલી નવલકથાઓ, કામ ઉત્પન્ન કરનારાં ચિત્રો અને લેખોથી ભરેલા સમાચારપત્રો તથા લંપટતા પૂર્ણ દશ્યોથી ભજવાતાં નાટકો તથા ચલચિત્રોની પ્રબળ ધારામાં તણાઈ જઈને આપણે આપણા નવજવાનોનાં મગજ અનેક ખોટી ધારણાઓથી ભરી દઈએ છીએ, એટલું જ નહિ, તેમની સામાન્ય અને સ્વાભાવિક કામવૃત્તિને ખરાબ રીતે ઉત્તેજિત તેમજ વિકૃત પણ બનાવી દઈએ છીએ. જ્યાં એક બાજુ આપણે આપશ્ચા જ હાથે આટલા ઉત્તેજિત વાતાવરણની દુનિયા બનાવીએ છીએ, ત્યાં બીજી બાજુ જાતીય જ્ઞાન ઉપર એક ગુપ્ત અને અપવિત્રતાનો જૂઠો પડદો પાડી દઈને આપણાં બાળકોને જીવનની આ અમૂલ્ય જાણકારીથી વંચિત રાખીએ છીએ. જે સમયે છોકરીને તે વિશ્વાસ આપવામાં આવે કે તેના જીવનનું એક માત્ર ધ્યેય લગ્નને સફળ બનાવવાનું તથા એક સુંદર ઘર વસાવવાનું છે. તેને કામવૃત્તિ અને ગર્ભાધાન બાબતે અત્યંત ઉપયોગી માહિતીથી વંચિત રાખવામાં આવે છે. લગ્નજીવનને સફળ બનાવવા માટે આ અજ્ઞાનને દૂર કરવાનું ઘણું જરૂરી છે.

લગ્નજીવનમાં નિરાશા ઉત્પન્ન થવાનું બીજું મુખ્ય કારણ સ્ત્રી અને પુરુષની વચ્ચે પ્રભુતા અને શાણપણ માટેની પ્રતિસ્પર્ધા છે. આ વિરોધીભાવ આજકાલ આપણે બહુ જ સ્પષ્ટ રૂપે ખાસ કરીને શિક્ષિત દંપતીઓમાં જોઈ શકીએ છીએ. કેટલેક અંશે આપણે તેને એ આંદોલનોની જ એક શાખા પણ કહી શકીએ છીએ કે જે આધુનિક શિક્ષિત નારી આજના શક્તિશાળી પુરુષની નિરંકુશતાની વિરુદ્ધ ચલાવી રહી છે. વ્યક્તિવાદી સમાજનાં ધંધાકીય કાર્યોમાં એક જીવનસાથીની શક્તિના રૂપમાં બરાબરીને આપણે ગમે તે મહત્ત્વ આપી શકીએ. પરંતુ પ્રેમ અને લગ્નજીવન માટે તો સ્પર્ધાત્મક મૃત્યુ સમાન છે અથવા તેને દરિયામાં છુપાયેલી શિલા કહી શકીએ જેની સાથે અથડાઈને અનેક લગ્નજીવન રોળાઈ ગયાં છે.

લોકો તેને એક મનોવૈજ્ઞાનિક આદેશની રીતે ગ્રહણ કરે કે જે કોઈ વ્યક્તિએ પોતાના સ્ત્રી અથવા પુરુષ જીવનસાથી પર પ્રભુત્વ જમાવવાની ઈચ્છા કરી તથા તેની નિંદા કરી કે તેના આત્મસન્માનને ધક્કો પહોંચાડ્યો, તેણે હંમેશને માટે પોતાના લગ્નજીવનના આનંદ પર કઠોર આયાત કર્યો છે.

વાસ્તવમાં લોકોનું લગ્નજીવન ત્યારે વધારે સફળ થાય કે જ્યારે દંપતી બાહ્ય આકર્ષણ અને સુંદરતા પર આધારિત પ્રેમની વાત ઓછી વિચારે તથા પોતાની આર્થિક પરિસ્થિતિ, સંતાન પાલનના સિદ્ધાંત, નવરાશના સમયનો પરિવાર માટે સદુપયોગ, એકબીજાની ભાવનાઓનો પૂરો ખ્યાલ, સાથે મળીને જવાબદારી ઉપાડવાની યોગ્યતા વગેરે આવશ્યક વિષયો પર ગંભીરતાથી વિચાર કરીને પોતાની જીવનનૌકાને કુશળતાથી ચલાવે. કેટલી વિચિત્ર વાત છે કે કોઈ માણસ વેપાર કે ભાગીદારીમાં એટલા માટે જ સામેલ થવા લલચાઈ ઊઠે છે કે તે વ્યવસાયના કાર્યાલયની ખુરસી તેમજ મેજ તેને બહુ પસંદ છે, તો લોકો તેને બેવકૂફ બનાવશે, પરંતુ તે જ માણસ જો કોઈ છોકરીની સાથે કેવળ એટલા માટે જ લગ્ન કરે કે તે દેખાવમાં સુંદર છે, નૃત્ય સારું કરે છે તથા પાર્ટીઓમાં જવાની શોખીન છે, તો તેના મિત્રો તેને શાબાશી આપતાં થાકતા નથી. આવા ગુન્નો તેમજ બાહ્ય સુંદરતા અને આકર્ષણ પર આધારિત પ્રેમ બિલકુલ અસ્થિર રહે છે. ઉંમરની સાથે સાથે યૌવન ઢળતાં આવો પ્રેમ ખતમ થઈ જાય છે. પ્રેમનું સાચું બંધન તો આંતરિક સૌંદર્ય પર અવલંબિત છે. પ્રત્યેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ગુણ અવશ્ય હોય છે. દંપતીએ એકબીજાના વિશિષ્ટ ગુણો અને આંતરિક સુંદરતા શોધી કાઢીને પ્રેમપૂર્વક જીવનનિર્વાહ કરવો જોઈએ. હા, લગ્નબંધનમાં જોડાતાં પહેલાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સ્ત્રીપુરુષ બંને એકબીજાની દષ્ટિએ યોગ્ય છે કે કેમ ? શરૂઆતની નાની સરખી ભૂલ, ઉતાવળ કે અસાવધાની સમગ્ર લગ્નજીવનને દુઃખદ બનાવે છે.

અંતમાં આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે લગ્નજીવનને સુખમય બનાવવાનો સૌથી સુંદર નિયમ એ છે કે લગ્ન કરતાં પહેલાં પોતાના સાથીને સારી રીતે સમજી લેવો, તેમજ લગ્ન પછી તેને જેવો હોય તેવો સ્વીકારી લેવો. આદર્શ કલ્પનાઓનો ત્યાગ કરીને તેનો સંતોષપૂર્વક પ્રસન્નતા સાથે ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ કરવો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: