સ્ત્રીઓ માટે યોગ્ય શિક્ષણની જરૂરિયાત | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા
August 1, 2022 Leave a comment
સ્ત્રીઓ માટે યોગ્ય શિક્ષણની જરૂરિયાત , ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા
પત્નીને વાસ્તવિક અર્થમાં ગૃહલક્ષ્મી બનાવવા માટે યોગ્ય શિક્ષણની ઘણી જરૂર છે. શિક્ષણના પ્રભાવથી જ મનુષ્યના મસ્તક તથા મનનો વિકાસ થાય છે અને તે પોતાનાં કર્તવ્યોને અદા કરવાને યોગ્ય બની શકે છે. જીવન સંઘર્ષમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનો ફાળો વધારે હોય છે. પુરુષનું કાર્ય તો કમાવા સુધી જ સીમિત છે, પરંતુ સ્ત્રીઓ તો સમાજનું નિર્માણૢ કરે છે. એટલા માટે જ સ્ત્રીઓને વાસ્તવિક કેળવણી આપવામાં ન આવે તો સ્વાભાવિક છે કે સમાજમાં અશાંતિનું વાતાવરણ ફેલાશે. તેથી જ પુરુષોના શિક્ષણ કરતાં સ્ત્રીઓની કેળવણીનું મહત્ત્વ વધારે છે.
નારીને જો રમણી બનાવવી હોય તો કેવળ કાલ્પનિક શિક્ષણ પૂરતું છે, પરંતુ નારીનું ગરમ લક્ષ્ય માતા બનવાનું છે. નારી સમાજની નિર્માત્રી છે. સમાજમાં ભાઈ, પિતા, પુત્ર અને બહેન, પત્ની અને પુત્રી રહે છે. તે માટે ઘરમાં રહેતાં આ બધાંના યથાયોગ્ય નિર્માણનું કાર્ય નારીએ કરવાનું છે, કારણ કે તે સર્વે ઉમરલાયક થતાં સમાજના સભ્યો બનશે અને સમાજસંગઠનમાં તેમનો વ્યાપક ફાળો હશે. તે માટે જે તેમનામાં પિતા-પુત્ર, ભાઈ-બહેન, મા અને પત્નીનાં કર્તવ્યસંબંધી ભાવના જાગૃત થઈ જશે, તો આ સંસાર થોડાક જ સમયમાં નંદનવન બનીને ચારે બાજુ શાંતિનો પ્રવાહ વહેતો કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકશે.
બાલ્યાવસ્થાની જિંદગી પરાશ્રિત હોય છે. આ સમયે તેમના માથે કોઈ પ્રકારની જવાબદારી હોતી નથી. ત્યાં સુધી કે ભોજન તેમજ રમતગમત સિવાય ત્રીજું કોઈ કામ તેમને નથી હોતું, પરંતુ જીવનમાં બચપણ કાયમને માટે રહેતું નથી. યૌવન આવે છે અને ઘડપણ પણ આવે છે. તેવો સમય પણ આવે છે કે જીવનની બધી શક્તિઓ ખીલી ઊઠે છે તથા નષ્ટ પણ થઈ જાય છે. આથી જે શિક્ષણ એનો વ્યાવહારિક ઉપયોગ કરતાં શીખવે છે, જીવન-સંધર્ષમાં વિજય અપાવે છે, તે જ જીવનનિમર્ણિમાં શાંતિનું કારણ બને છે.
આજકાલ નારીને જે શિક્ષણ આપવામાં આવે છે તેનાથી ભાવનાઓ અને વાસનાઓને તો ઉત્તેજન મળે છે, પરંતુ કર્મઠતા તથા કર્તવ્ય માટે કોઈ સ્થાન હોતું નથી. તેનું પરિણામ એ આવ્યું છે કે ભણેલી-ગોલી છોકરીઓ શાળાઓ અને કોલેમાંથી તે પ્રકારનું એક કલામય જગત લઈને બહાર આવે છે, જેનું નિર્માણ કરવાનું તેમને શિખવવામાં આવ્યું ન હતું. તેમને જે કંઈ શિક્ષગ્ન આપવામાં આવે છે તે ઉપભોગ કરવાનું હોય છે. નિર્માણ કર્યા સિવાય ઉપભોગનું સ્થાન કર્યાંથી હોઈ શકે ? પરંતુ તેમને તેનું જ્ઞાન હોતું નથી. પીરસેલી થાળી ઉપર જમવાની કલ્પનાના કારણે જ્યારે તેમને પીરસેલ થાળી નથી મળતી તો તેઓ ગિન્નાઈ જાય છે. પોતાની જવાબદારીઓથી દૂર ભાગીને પોતાના માટે દુઃખોની મજબૂત અજેય દીવાલ ઊભી કરી દે છે. અનેક શિક્ષિત સ્ત્રીઓ લગ્નબંધનથી દૂર રહેવા ઈચ્છે છે. લગ્નને તેઓ પુરુષને આધીન થવાનું માને છે. ખરેખર તો તેમને કોઈને આધીન થઈને રહેવાનું શિખવવામાં નથી આવતું, પરંતુ ભારતીય પ્રણાલિકા પ્રમાણે લગ્ન કર્યા સિવાય રહેવું સંભવ નથી. તેથી જબરદસ્તીથી લગ્નના ફંદામાં ફસાઈ જવાના કારણે જીવનભર બેચેન રહે છે. આનંદના ઝરણારૂપી લગ્નજીવનને તેઓ દુઃખથી ભરી દે છે. જે ધરને સ્વર્ગ બનાવીને જ્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવું જોઈએ ત્યાં કલ્પના જગતમાં વિચરણ કરવાને તે ઘરને નરક બનાવી દે છે. સાથેસાથે જીવનભર તરફડતી રહીને તે પોતાની જીવનલીલા સમાપ્ત કરી નાખે છે.
ધર્મશાસ્ત્ર અને મહામાનવોનું કથન સંપૂર્ણ સત્ય છે કે ગૃહસ્થ જીવનનું અને મનુષ્ય સમાજનું સુચારુ રૂપથી સંચાલન થવું તે સન્ની પત્નીઓના પર જ આધારિત હોય છે. આથી સ્ત્રીઓને સુયોગ્ય ગૃહિણી બનાવવાનું અને આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે તેમને ઉચિત સાધન અને અધિકાર આપવાનું આપણું પરમ કર્ત્તવ્ય છે. સમાજના કલ્યાણનો આધાર મુખ્યરૂપથી કર્તવ્યપરાયણ પત્નીઓ પર જ રહેલો છે.
પ્રતિભાવો