AA-20 : આજના સાચા ભગવાન, ૬. આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
આજના સાચા ભગવાન
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! મેં એક દિવસ જાપાનના ગાંધી કાગાવા વિશે કહ્યું હતું. એમણે પોતાની જિંદગી દુઃખિયારાઓ માટે, પીડિતો અને પતિતો માટે ન્યોછાવર કરી દીધી હતી. બેટા, તેઓ કોણ હતા ? તેઓ શંકર ભગવાન હતા, હિન્દુસ્તાનમાં પણ કોઈ આવા શંકર ભગવાન થયા છે ? એક દિવસ આપને બાબા સાહેબ આપ્ટેની વાત કરી રહ્યો હતો કે કોઢીઓની સેવા માટે, દુઃખીઓની સેવા કરવા માટે તેમણે પોતાની બધી જમીન ઉપયોગમાં લઈ લીધી હતી. તેમણે તેમના માટે એક વિદ્યાલય બનાવ્યું, જે આજે એક વિશ્વવિદ્યાલય રૂપે છે. આખી જિંદગી દુઃખીઓ માટે, પીડિતો અને પતિતો માટે ન્યોછાવાર કરી દેનાર બાબા સાહેબ આપ્ટેને આપ શું કહેશો ?
આપ ઈચ્છો તો શંકર ભગવાન કહી શકો છો. ના સાહેબ, શંકર ભગવાન તો ત્યાં રહે છે. બેટા, એ ત્યાં નથી રહેતા, તે અહીં ધરતી પર રહે છે અને માણસરૂપે રહે છે. એ આપણું ઈષ્ટ અને લક્ષ્ય છે. જો તું લક્ષ્યને સમજી શક્યો હોત તો મજા આવી જાત. ભગવાનની ભક્તિ ધન્ય થઈ જાત અને ભગવાનનો ભક્ત પણ ધન્ય બની જાત. પણ આપણે શું કરી શકીએ ? આ અજ્ઞાનતાના જમાનામાં જ્યાંનાં પ્રત્યેક ક્ષેત્રમાં સિદ્ધાંતોના નામે, આદર્શોના નામે અનૈતિકતા અને અવાંછનીયતા ફેલાયેલી પડી છે. જો અહીં ભગવાન પણ હેરાનપરેશાન થઈ જાય તો કાંઈ નવાઈ નથી. બેટા, આપણને માંસ ખાવાની ટેવ છે. એ ટેવ પોષવા માટે આપણે દેવીનું બહાનું બતાવીએ છીએ અને દેવી પર બકરો ચડાવીએ છીએ અને છડેચોક ખાઈએ છીએ. પાછા કહીએ છીએ કે આ તો ભગવાનનો પ્રસાદ છે. દેવી નારાજ થઈ જશે, આપ પણ ખાવ. ધર્મના નામે ગુનો, આ જ છે મધ્યકાલીન પરંપરા અને આ જ મધ્યકાલીન પરંપરા આજે આપણા મગજ પર છવાયેલી છે.
પ્રતિભાવો