AA-20 : આપણે શું બનવું છે ?, ૪. આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
આપણે શું બનવું છે ?
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
સાથીઓ ! નકશો કાગળ પર દોરવામાં આવે છે. અને મોડલ માટી કે બીજી કોઈ ચીજથી બનાવવામાં આવે છે. મોડલના આધારે, નમૂનાના આધારે ચીજ બને છે. મૂર્તિઓ કે માણસનું જે શિલ્પ બને છે, તેને પહેલાં મૂર્તિકાર માટીનું બનાવી લે છે. પછી તેના આધારે કાપકૂપ કરીને પથ્થરની બનાવે છે. ઢાળવાનું હોય તો પહેલાં બીબું બનાવી લે છે. બીબામાં મુખ્ય ચીજને ગરમ કરી ઓગાળીને તેમાં ઢાળી દે છે. ઢાળ્યા પછી ચીજ તૈયાર થઈ જાય છે. આપણે પણ એક મોડલ તૈયાર કરેલું છે.
એક ઈષ્ટદેવ તૈયાર કરેલા છે કે આખરે આપણે શું બનવું છે. આપણે યોગેશ્વર કૃષ્ણનું – પૂર્ણપુરુષનું એક મોડલ બનાવીને રાખ્યું છે કે આપણે પૂર્ણપુરુષ બનવું છે. યોગેશ્વર બનવું છે. એટલા માટે આપણે શ્રીકૃષ્ણની ઉપાસના કરીએ છીએ. કૃષ્ણ કેવા હોય છે ? કૃષ્ણ આવા હોઈ શકે છે. જેથી આપણે ભૂલી ન જઈએ. તેનું આ એક મોડલ, એક નમૂનો રાખેલો છે. આપણે મર્યાદા પુરુષોત્તમ રામ બનવું છે. એટલા માટે આપણે રામની મૂર્તિ બનાવી રાખી છે. આપણે પળેપળે એ ધ્યાનમાં રાખીએ છીએ કે આપણું લક્ષ્ય અને આપણું ઈષ્ટ રામ છે. આપણે શંકર ભગવાન બનાવીને રાખ્યા છે. એમની અંદર ઘણાબધા ગુણોનો સમાવેશ કરી રાખ્યો છે. ઘણી બાબતો શંકર ભગવાનમાં બનાવી રાખી છે અને આપણું ઈષ્ટ શંકર છે તેનું ક્ષણેક્ષણે ધ્યાન રાખીએ છીએ, આપણું લક્ષ્ય શંકર બનવાનું છે.
પ્રતિભાવો