AA-20 : અભૂતપૂર્વ સ્થાપના : નાલંદા વિશ્વ વિદ્યાલય, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
અભૂતપૂર્વ સ્થાપના : નાલંદા વિશ્વવિદ્યાલય
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
જૂના જમાનામાં વિદ્યાલય ખોલવું એ હસીમજાક ન હતી. આજે તો ફી લઈ લો, ખાવાના પૈસા, મેસની ફી જમા કરાવો અને સ્કૂલ ચલાવો. મહિને ચારસો – પાંચસો રૂપિયા પબ્લિક સ્કૂલમાં ફી લેવામાં આવે છે. અને બાળકને મજાથી રાખી લે છે. પ્રાચીન કાળમાં એવું ન હતું. પ્રાચીનકાળમાં મનીઓર્ડર ક્યાંથી આવે, પોસ્ટઓફિસ જ ન હતી. જ્યાં વિદ્યાલય હોય ત્યાંના સંચાલકે જ વ્યવસ્થા કરવી પડતી. વિદ્યાર્થીઓના નિવાસ, ભોજન, વસ્ત્ર, ચિકિત્સા, પુસ્તકો તથા અન્ય આવશ્યકતાઓની પૂર્તિ માટે ખર્ચ કરવાનું કામ જે વિદ્યાલય ચલાવતા એમનું હતું. નાલંદા વિશ્વવિદ્યાલયમાં તો એકત્રીસ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા અને આટલા વિદ્યાર્થીઓનું કેટલું ખર્ચ થાય એ આપણે જાણીએ છીએ. અમારા રસોડામાં ચારસો પાંચસો માણસોનું ભોજન થાય છે. આટલા લોકોનું ભોજન કોને કહે છે ?
એ તૈયાર કરવામાં શું ખર્ચ થાય છે ? આપનાં વસ્ત્રો તો અમારી જવાબદારી નથી, અમે આપને સાબુ આપતા નથી અને આપની બીજી કોઈ જવાબદારી અમારા પર નથી. ફક્ત અમે આપને ભોજન કરાવીએ છીએ – ચારસો – પાંચસો માણસોને. પરંતુ ચાણક્ય એકત્રીસ હજાર માણસોનું ખર્ચ ભોગવતો હતો. એમાં ઘણું ખર્ચ થતું હતું. નાલંદા વિશ્વવિદ્યાલયમાં ફક્ત વિદ્યાર્થીઓ જ નહિ, અધ્યાપકો પણ રહેતા હતા. એક હજાર તો રહેતા જ હશે. એક હજાર અધ્યાપકોનું કેટલું ખર્ચ થઈ શકે ? વેતન કેટલું હોઈ શકે ? ગુજરાન કેવું થઈ શકે ? બિલ્ડિંગોનું મેન્ટેનન્સ કેટલું હોઈ શકે, આપ સમજો છો. ખૂબ ખર્ચ થાય છે.
પ્રતિભાવો