AA-20 : અધ્યાત્મની શાનદાર પરંપરા, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
અધ્યાત્મની શાનદાર પરંપરા
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! ગરીબી એક શાન છે. ગરીબી એક પરંપરા છે, એક સિદ્ધાંત છે. જો આ ગરીબી સ્વેચ્છાએ સ્વીકારી હોય તો. ગરીબી જો પોતાની બેવકૂફી અને નબળાઈથી સ્વીકારવામાં આવી હોય તો બેટા, એ એક ધિક્કાર છે. જો સ્વેચ્છાએ સ્વીકારવામાં આવી હોય તો તેને તપશ્ચર્યા કહેવાય, યોગસાધના કહેવાય. સંત તપસ્વી હોય છે. તેમનું વ્યક્તિગત જીવન ગરીબો જેવું હોય છે. ખર્ચ ઓછું થાય છે, પણ જ્યારે તેઓ પોતાનો વૈભવ વહેંચે છે, તો લોકોને ન્યાલ કરી દે છે. આ જ છે અધ્યાત્મની એ પરંપરા, જેમાં આધાર પોતે સંપન્ન નથી દેખાતો, પણ સંપન્નતા વિખેરતો ફરે છે. આવું અધ્યાત્મ પ્રાચીનકાળમાં હતું અને આવું અધ્યાત્મ અત્યારે પણ હોઈ શકે છે, જો તેને યોગ્ય રીતે અપનાવવામાં આવે તો.
પ્રતિભાવો