AA-20 : આપણે બે નહિ, એક થઈ જઈએ, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
આપણે બે નહિ, એક થઈ જઈએ
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
ક્યારેક ક્યારેક સવારે હું એક કપ ચા બનાવું છું. નાનું ઈલેક્ટ્રિક હીટર લગાવી રાખ્યું છે. જ્યારે હું બટન દબાવી દઉં છું તો વીજળીનો કરંટ ચાલુ થઈ જાય છે અને એમાં જે કોઈલ લાગેલા છે, તેના બધા તાર વીજળીના પ્રવાહથી લાલ થઈ જાય છે. એ એટલા લાલ થઈ જાય છે કે જો આપણે તેને ભૂલથી અડી જઈએ, તો વીજળી આપણો જીવ લઈ લેશે. તે કોઈલ એવા હોય છે. તો ઉપાસનામાં આપ શું કરો છો ? ઉપાસનામાં અમે એ કરીએ છીએ કે ભગવાનની શક્તિ અમારા અંતરાત્મામાં, અમારા કોઈલમાં, લોઢાના તારમાં આવીને એવી રીતે સમાઈ જાય છે કે અમને એ ફરક પાડવાનું મુશ્કેલ બની જાય છે કે અમારું અંતઃકરણ અને ભગવાનનું અંતઃકરણ એક છે કે બે છે. બંનેનું અંતઃકરણ એક થઈ જાય છે. એનો શું મતલબ છે ?
એનો એ મતલબ છે કે જેવી રીતે ભગવાન ચિંતન કરતા હશે, ભગવાનની જે ઈચ્છા રહી હશે, ભગવાન જેવા ઉદાત્ત અને ઉદાર રહ્યા હશે, અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે અમારી મનઃસ્થિતિ અને ભગવાનની મનઃસ્થિતિ – બંનેનું મૂલ્યાંકન બંનેનાં લેખાંજોખાં અને બંનેનું સ્વરૂપ એક થઈ જાય. જ્યાં સુધી એક નથી થઈ જતું, ત્યાં સુધી અમે એ જ કોશિશ કરીએ છીએ કે અમારી ભાવનાઓનું સ્તર ભગવાનની ભાવનાઓના સ્તર જેવું બની જાય.
પ્રતિભાવો