AA-20 : આપણીઆધ્યાત્મિક ધરોહર, ૭. આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
આપણી આધ્યાત્મિક ધરોહર
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
બેટા, આપણી ઉપાસના, જેમ કે કાલે મેં આપને બતાવ્યું હતું કે અમારા જીવનનું અધ્યાત્મ, ઋષિઓનું અધ્યાત્મ, પ્રાણવાન અધ્યાત્મ જેની પ્રતિકૃતિ અને પ્રતિચ્છાયા અને અમારા જીવનમાં ચરિતાર્થ કરવાની કોશિશ કરી છે. એ કોઈ નવો ધર્મ નથી. પ્રાચીનકાળના ઋષિઓએ જે રીતે અધ્યાત્મનો ઉપયોગ કર્યો, તેમની જે કાંઈ ફિલોસોફી હતી, જેના આધારે એમણે ભગવાનનો પાલવ પકડ્યો, જે આધારે એમણે આત્મિક ઉન્નતિ કરી, એ જ આધાર અમારો છે. જે અમે અમારા અંગત અનુભવરૂપે આ શિબિરમાં આપને સંભળાવીએ છીએ અને સમજાવીએ છીએ. અમારો વ્યક્તિગત અનુભવ અને ઋષિઓનો અનુભવ એક છે.
આધ્યાત્મિક જીવન એક છે. આધ્યાત્મિક જીવન સામર્થ્યનો પુંજ છે. તો શું ધનનો પણ પુંજ છે? હા, ધનનો પણ પુંજ છે. સામર્થ્યનો પણ પુંજ છે અને પૈસાનો પણ પુંજ છે. જેઓ માલદાર હોય છે તેઓ પોતાની સંપત્તિનો ઉપયોગ કરતા નથી. આપણે જાણીએ છીએ, પરંતુ જે અધ્યાત્મવાદી હોય છે, તેમની સંપત્તિનું કોઈ ઠેકાણું નથી હોતું. ચાણક્યની સંપત્તિનો કોઈ હિસાબ ન હતો. એ બહુ માલદાર હતો. જ્યારે તે એ સંપત્તિને એક બાળક ઉપર વરસાવતો ગયો તો તેને ચંદ્રગુપ્ત બનાવી દીધો અને ચક્રવર્તી રાજા બનાવી દીધો. ઇતિહાસ બતાવે છે કે ચંદ્રગુપ્તના સામ્રાજ્ય જેટલું મોટું કોઈ સામ્રાજ્ય થયું નહોતું. અફઘાનિસ્તાન હિન્દુસ્તાનમાં હતું. ‘સમગ્ર વિશ્વને ભારતનાં અજન્ન અનુદાન” નામનું એક પુસ્તક મેં લખ્યું છે. એમાં બતાવ્યું છે કે હિન્દુસ્તાન ક્યાં ક્યાં સુધી ફેલાયેલું હતું. એમાં ઈન્ડોનેશિયા, સિંગાપુર, મલાયા સુધ્ધાં આવી જાય છે. મધ્યપૂર્વના દેશો બધા જ તેમાં આવી જાત. આટલું મોટું હિન્દુસ્તાન હતું.
પ્રતિભાવો