AA-20 : અર્થનું સુનિયોજન, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
અર્થનું સુનિયોજન
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! આ સંદર્ભમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની કથા હું આપને અનેક વખત કહી ચૂક્યો છું. એક બીજી કથા મને યાદ આવી જાય છે. અમેરિકામાં એક ખૂબ સંપન્ન માણસ હતો, તે કરોડપતિ હતો, પણ ખૂબ કંજૂસ હતો. ફાટેલાં કપડાં પહેરતો હતો અને જ્યારે કોઈ છોકરી તેમની પાસે લગ્નની વાત લઈને આવતી અને કહેતી કે હું આપની સાથે લગ્ન કરવા માગું છું. તો તે માણસ પૂછતો કે તું મને કમાઈને પૈસા આપીશ ? આપની પાસે શી ખોટ છે ? આપ તો કરોડપતિ છો અને હું આપની સાથે એટલા માટે લગ્ન કરવા માગું છું કે આપની કમાણીના પૈસા મને મળે અને હું મોજ કરું. તો તો તારે મારી સાથે લગ્ન ન કરવાં જોઈએ. હા, જો કંઈ કમાઈને મારે ત્યાં જમા કરી શકતી હોય તો તું મારી સાથે લગ્ન કરી શકે છે, નહિતર નહિ. ઘણા લોકોએ કહ્યું કે આપે લગ્ન પણ ન કર્યાં. આપ અમારાં બાળકોને લઈ લો, દત્તક રાખો. સારું, તો આપ એ જણાવો કે જ્યારે તમારું બાળક મારા ઘરે આવશે તો કેટલી સંપત્તિ લઈને આવશે ? એ શું સંપત્તિ લઈને આવે ? તે તો આપની સંપત્તિ લેશે. ના સાહેબ ! મારે એવાં બાળકો નથી જોઈતાં.
એ ખૂબ કંજૂસ હતો. એક વખત એવું થયું કે કેટલાક લોકો તેમને ત્યાં કોઈ કામ માટે ધન માગવા ગયા. કોઈક વિશ્વવિદ્યાલયમાં કોઈ ખાસ ફેકલ્ટી બની રહી હતી, એટલે બધા માલદારો પાસે ફાળો માગવામાં આવી રહ્યો હતો. તેની પાસે પણ ફાળો માગવા માટે જ્યારે એક કમિટી પહોંચી તો જોયું કે તેના ધરે બે બત્તી સળગી રહી હતી. એક ઉપર અને એક ટેબલ પર સળગી રહી હતી. અભિવાદન થતાં જ તેણે એક બત્તી બુઝાવી દીધી અને કહ્યું, નકામી બત્તી શું કામ બાળવી ? જ્યાં સુધી આપની સાથે વાતો કરવી છે, એટલી વારમાં એટલા પૈસાની વીજળી ખર્ચાશે. બત્તી બંધ કર્યા પછી અરસપરસ લોકો હસ્યા અને કહેવા લાગ્યા કે અહીં નકામા આવ્યા, અહીં કંઈ જ મળવાનું નથી. સાંભળ્યું હતું એવો જ છે આ કંજૂસ ! તેણે પૂછ્યું, બોલો, આપને કેમ આવવાનું થયું ? કમિટીના સભ્યોએ કહ્યું કે અહીંના વિશ્વવિદ્યાલયમાં વિજ્ઞાનની એક ફેકલ્ટી શરૂ કરવાની છે. તેમાં અમુક અમુક કામ કરાવવાનાં છે. અમુકતમુક વિષયનું શિક્ષણ આપવામાં આવવાનું છે, તેણે બધી જ વાતો ખૂબ ધ્યાનથી સાંભળી, તેણે કહ્યું કે મારા જીવનનું લક્ષ્ય હતું કે મારા અમેરિકા નિવાસીઓમાં,આપ કહી રહ્યા છે એવા પ્રકારના વિજ્ઞાનના જ્ઞાનની વૃદ્ધિ કરું. તો શું આપ ખરેખર એવું કરી રહ્યા છો ? હા, અમે ખરેખર એવું કરી રહ્યા છીએ. તો આપ મારે લાયક કોઈ સેવા બતાવો. અને આપ જાણો છો, તેણે શું કર્યું?
પ્રતિભાવો