AA-20 : બધું ઉલટું ચક્કર, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
બધું ઊલટું ચક્કર
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
બેટા ! અમારું સમર્પણ, અમારી શરણાગતિ શાબ્દિક નથી, વાસ્તવિક છે. બીજા લોકોની શાબ્દિક હોય છે. કેવી રીતે ? “સબ ભાર સોંપ દિયા, ભગવાન તુમ્હારે હાથોં મેં.’ ગુરુજી ! અમે તો આપની શરણમાં છીએ અને આપને ભગવાન માનીએ છીએ. સારું, અમને ભગવાન માને છે, તો પછી અમે કહીએ તેમ ચાલ. ના મહારાજી ! આપ અમારા કહેવા પર ચાલો. અહા… તો એમ વાત છે ! એટલા માટે તું અમને ભગવાન માને છે ? અમને તારા કહેવા પર ચલાવીશ ? હા મહારાજજી ! આપ અમારા કહેવા પર ચાલો અને અમારી મનોકામના પૂરી કરી દો, તથા આપનું તપ અમારા હવાલે કરી દો. તો તું એટલા માટે જ ભગત બની રહ્યો હતો ?
હા મહારાજજી ! એટલે બની રહ્યો હતો. તો બેટા ! ભગવાનની આ રીત નથી. ભગતની રીત એ છે કે હું મોટો છું, જ્ઞાનવાન છું અને તું ચેલો છે, અમારું કહેવું માન અને અમારી સાથે ચાલ. ના મહારાજજી ! આપ અમારું કહેવું માનો. તો તું એટલા માટે ચેલો બનતો હતો ? ના મહારાજજી ! હું કહું છું તો ખરો કે આપનો ચેલો છું, પણ છું ગુરુ. સારું, તો તું ગુરુ છે, પણ બને છે ચેલો ? આવો દગો કેમ કરે છે ? કાં તો તું અમારા કહેવા પર ચાલ અથવા અમે તારા કહેવા પર ચાલીએ. જો તું તારા કહેવા પર અમારા તપબળ ચલાવવા માગતો હોય તો તું ગુરુ છે અને અમારા કહેવા પર તું તારા શ્રમ અને મનોયોગ ખર્ચવા માગતો હોય તો અમે ગુરુ છીએ. મહારાજજી ! આ કેવું ઊલટું ચક્કર બની ગયું. હા બેટા ! જોઈ લે, બધું જ ઊલટું થઈ ગયું.
પ્રતિભાવો