AA-20 : ભગવાન પ્રતિધ્વનિ, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
ભગવાન પ્રતિધ્વનિ
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! ભગવાનને મેં પ્રતિધ્વનિ કહ્યા છે. શું અર્થ છે પ્રતિધ્વનિનો ? એ અર્થ છે કે ગુંબજની નીચે ઊભા રહીને જ્યારે આપણે બૂમ પાડીએ છીએ, તો એમનો એમ અવાજ પાછો આવે છે. જે આપણે બોલીએ છીએ તે ગુંબજમાં ટકરાઈને પાછું આવે છે. જેમ કે આપણે કહીએ છીએ કે કોણ બોલી રહ્યું છે ? તો ગુંબજ પણ કહે છે કે કોણ બોલી રહ્યું છે ? આપણે કહીએ કે જે કાંઈ હોય તે અમારા હવાલે કરી દો. ગુંબજ પણ કહે છે. જે કાંઈ હોય તે અમારા હવાલે કરી દો. અમને વરદાન, આશીર્વાદ આપો, ગુંબજ કહે છે – અમને વરદાન, આશીર્વાદ આપો. આપણે કહીએ અમારી મનોકામના પૂરી કરો, ગુંબજ કહે છે અમારી મનોકામના પૂરી કરો. આ કોણ બોલી રહ્યું છે? બેટા, એ ભગવાન બોલી રહ્યા છે.
જે શબ્દોમાં, જે નિયત સાથે આ ગુંબજમાં આપણે બોલીએ છીએ તો તે જ રૂપમાં તે પાછું ફરીને આપણી પાસે આવી જાય છે. જ્યારે આપણે બોલીએ છીએ કે અમને આપનું કાંઈ નથી જોઈતું. તો ભગવાન કહે છે કે મારે પણ આપનું કાંઈ નથી જોઈતું. જ્યારે આપણે ગુંબજરૂપી ભગવાનને એમ કહીએ છીએ કે જે કાંઈ પણ અમારી પાસે છે, તે અમે આપના હવાલે કરીએ છીએ, તો ભગવાન પણ કહે છે કે જે કાંઈ પણ મારી પાસે છે, તે અમે આપના હવાલે કરીએ છીએ. કહેવાય છે કે ભક્તોની પરંપરા અનાદિકાળથી આ જ રહી છે અને આ જ રહેશે.
પ્રતિભાવો