AA-20 : ભગવાન પ્રતિચ્છાયા, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
ભગવાન પ્રતિચ્છાયા
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
ભગવાન કેવા હશે ? કેવા હોવા જોઈએ ? તેના માટે મેં બે શબ્દોનો પ્રયોગ કર્યો છે અને એ શબ્દ મને ખૂબ પ્રિય છે. ક્યા છે એ શબ્દ ? એક છે ‘પ્રતિચ્છાયા’ અને એક છે ‘પ્રતિધ્વનિ.’ પ્રતિચ્છાયા શુંછે? બેટા, પ્રતિચ્છાયાથી મારો મતલબ છે કે એક મોટા અરીસાની સામે આપ ઊભા રહી જાવ તથા આપના હાથ-પગ હલાવવાનું શરૂ કરો. પછી જુઓ કે અરીસામાં જે માણસ ઊભો છે, તે બરાબર આપની જેમ ચાલે છે અને આપ જેવું કરો છો તેવું જ કરે છે. અરીસા સામે આપ જ્યારે ગુસ્સો કરો છો કે મારી નાંખીશ. તો અરીસાવાળો કહેછે કે મારી નાંખીશ. જ્યારે આપ અરીસાવાળાને કહો છો કે નમસ્તે ભાઈ, તો અરીસાવાળો પણ કહે છે, નમસ્તે ભાઈ. અમે અનેતમે તો મિત્ર છીએ. અરીસાવાળો કહે છે, હા સાહેબ !
બરાબર મિત્ર છીએ. અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે તારું ખિસ્સું કાપી નાંખીશ, તારી હજામત કરી નાંખીશ તો અરીસાવાળો કહે છે કે તારું ખિસ્સું કાપી નાંખીશ, તારી હજામત કરી નાંખીશ. કોની વાત કરી રહ્યા છો ? અરીસાવાળી પ્રતિચ્છાયાની. ના બેટા, આ ભગવાનની વાત છે. આપનો ઈમાન, આપની નિયત જે કાંઈ પણ છે તે રબરના બોલની જેમ ભગવાન પાસે ટપ્પી પાડેછે અને જ્યાંનાં ત્યાં પાછાં આપની પાસે આવી જાય છે. આપની નિયત જ્યાંની ત્યાં ભગવાન પાસે પાછી આવી જાય છે, એટલે મેં ભગવાનને પ્રતિચ્છાયા કહ્યા છે.
પ્રતિભાવો