AA-20 : ભગવાનના હાથમાં પોતાને વેચી દો , આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
ભગવાનના હાથમાં પોતાને વેચી દો
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
ના સાહેબ ! ભગવાન ફોગટમાં મળે છે. બેટા, ભગવાન ફોગટમાં નથી મળતા. ના સાહેબ ! તે તો અક્ષત, અગરબત્તીની કિંમતે મળે છે. ચંદનની માળાની કિંમતે મળે છે. જપ અનુષ્ઠાનની કિંમતે મળે છે. ના બેટા, ભગવાન એટલા સસ્તા નથી. ભગવાનની કિંમત આપણે ચૂકવી શકીએ છીએ ? હા, આપ ભગવાનની કિંમત ચૂકવી શકો છો. આપની પાસે એટલું ધન છે કે આપ ઈચ્છો તો ભગવાનને આરામથી ખરીદી શકો છો. બતાવો, એ કઈ કિંમત છે ? જેનાથી આપણે ભગવાન જેવી મહાશક્તિ અને મહાન સત્તાને ખરીદી શકીએ.
બેટા, એ એક જ કિંમત છે, જેમાં ભગવાન જેવી મહાશક્તિ અને મહાન સત્તાને ખરીદી શકાય છે. તે છે – પોતાને ભગવાનના હાથમાં વેચી દેવા. જો આપણી જાતને વેચી દઈશું, તો ભગવાનને ખરીદી શકીશું. પોતાની જાતને કેવી રીતે વેચી શકાય ? એવી રીતે વેચી શકાય કે આપ આપની ઈચ્છાઓ ભગવાનના હવાલે કરી દો અને કહો કે હવે અમારી ઈચ્છાઓ ખતમ થઈ ગઈ. હવે આપની ઈચ્છા – અનિચ્છાનું શાસન અનુશાસન અમારા ઉપર કાયમ હોય છે. આપના સંકેત અમારા ઉપર કાયમ હોય છે. આપ અમને ચલાવો અને અમે આપની મરજી પર ચાલીશું.
પ્રતિભાવો