AA-20 : ભજન, મનન અને લેખન, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
ભજન, મનન અને લેખન
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
ભજન મનોવૈજ્ઞાનિક દષ્ટિએ શ્રેષ્ઠતા તરફ ચાલવા માટે આપણા અંતરાત્માને પ્રભાવિત કરે છે અને સ્વાધ્યાય આપણા બુદ્ધિસંસ્થાનને,વિચારસંસ્થાનને આળસુપણામાંથી બચાવીને શ્રેષ્ઠતા અને શાલીનતા તરફ લઈ જાય છે. એટલા માટે મારા જીવનમાં ભજન પછી બીજું સ્થાન સ્વાધ્યાયનું છે. ભણેલા – ગણેલા હોઈએ તો શું ? ન ભણેલા હોઈએ તો શું ?
ભણેલા-ગણેલા લોકો માટે સ્વાધ્યાય –સત્સંગ હોઈ શકે છે. ભણેલા ન હોય તેમના માટે ચિંતન અને મનન હોઈ શકે છે. કોઈપણ રીતે બંનેને ભેળવીને ઊંચા વિચારોના સંપર્કમાં આપણે જેટલા સમય સુધી રહીએ છીએ તેનું જ નામ સત્સંગ અને સ્વાધ્યાય છે. આપણને ઊંચા ઉઠાવનારા, આગળ વધનારા ઉચ્ચસ્તરીય વિચારો સાથે સંપર્ક કરાવનાર જે શ્રેષ્ઠ વિચારો છે તે જ સ્વાધ્યાય છે.
પ્રતિભાવો