AA-20 : એક આદર્શનું નામ છે ભગવાન, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
એક આદર્શનું નામ છે ભગવાન
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! આજનું વાતાવરણ બહુ ગંદું છે. આ વાતાવરણમાં શું થશે ? આ વાતાવરણમાં આપણે ભગવાન તરફ કેવી રીતે ચાલીશું ? ભગવાનનો અર્થ નૈતિકતા અને આદર્શ છે. ના સાહેબ ! ભગવાન તો કોઈ વ્યક્તિ વિશેષ છે. ના બેટા ! ભગવાન કોઈ વ્યક્તિ નથી. ના, ના સાહેબ ! અમે ભગવાનનો ચહેરો જોયો છે, તે વાંસળી વગાડે છે, ગાયો ચરાવે છે અને તીર છોડે છે, ના બેટા ! તે તીર નથી છોડતા. ભગવાન એક સિદ્ધાંતનું નામ છે, એક સંવેદનાનું નામ છે, એક આદર્શનું નામ છે.
આપણે એમનો ચહેરો દોરી લીધો છે. આ બધા જ ચહેરાઓ આપણે દોરેલા છે, એ સાચું છે કે ભગવાને માણસને બનાવ્યો છે, પરંતુ તેના કરતાંય વધારે સાચું એ છે કે માણસે ભગવાનને બનાવ્યો છે. શું માણસ ભગવાનને બનાવી શકે છે? હા, માણસ ભગવાનને બનાવી શકે છે. કેવી રીતે બનાવી શકે છે ? આપણે આપણા છાપખાનામાં છાપીછાપીને ઘણાબધા ભગવાન બનાવી દઈએ છીએ. આપ જય બોલાવતા જાવ. ત્યાં દે-ધનાધન હથોડા ચાલી રહ્યા છે પથ્થરો પર. શું બનાવી રહ્યા છો ? ગુરુજી, ભગવાનનું નાક જરા લાંબું થઈ ગયું છે. તેને જરા કાપીકૂપીને સરખું કરી રહ્યો છું. તો તું ભગવાનનું નાક કાપીશ ? હા ગુરુજી ! આ તો નાક કાપવાથી જ કાબૂમાં આવશે.
પ્રતિભાવો