AA-20 : ઇંદ્રિયો પર નિયંત્રણ રાખો, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
ઈન્દ્રિયો પર નિયંત્રણ રાખો
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્ર ! બીજી ત્રીજી પણ ચીજો છે અર્થાત્ ઈન્દ્રિયો છે. બીજી ઈન્દ્રિય છે – આંખ. ગાંધારીએ આંખે પાટા બાંધી દીધા હતા. પાટાથી શું મતલબ છે ? આંખોનો જે વિખરાવ છે, તેને બંધ કરી દીધો. આંખો પર પટ્ટી બાંધી લેવાનો મતલબ કપડું લપેટી લેવું એવો નથી. આંખોના વિખરાવ સાથે મતલબ છે. આંખો દ્વારા આપણું તેજસ્ નષ્ટ થાય છે. આપણે સ્થળેસ્થળે જોતા રહીએ છીએ અને આકર્ષણ આપની શક્તિઓને ખેંચતું રહે છે. બ્રહ્મચર્ય જે નષ્ટ થાય છે તે કામેન્દ્રિયોથી નથી થતું. આપને એક વાત જણાવી દઉં, ગાંધીજીને બાંસઠ વર્ષની ઉંમર સુધી સ્વપ્નદોષ થતો હતો. તેમણે લખ્યું છે કે મારો અંતિમ સ્વપ્નદોષ બાંસઠ વર્ષની ઉંમર બેટા, અમે કમાઈ શતા હતા, કમાવા માટે અત્યારે પણ મામૂલી લેખકોને ધર્મયુગ અને બીજાં અખબારો એક લેખના સો રૂપિયા આપે છે. અમારી કલમ આનાથી ઓછી કિંમતની નથી.
જેમ અખંડજ્યોતિ માટે લખીએ છીએ તેમ રોજ એક લેખ લખી દઈએ તો પણ રોજના સો રૂપિયા મહેનતાણું થઈ શકે છે. આમ ત્રીસ દિવસમાં ત્રણ હજા રૂપિયા સહેલાઈથી કમાઈ શકીએ છીએ. મહારાજજી ! જો આપ ત્રણ હજાર કમાઈ શકતા હતા, તો આપે આપનું ખર્ચ ત્રણ હજાર કરવું જોઈતું હતું, આપે ગુમાવી દીધું. ના બેટા, કમાવાનો અધિકાર અમને છે, પણ ખર્ચ કરવાનો અધિકાર નથી. જે સમાજમાં અમે જન્મ્યા છીએ, એ સમાજનો પણ અધિકાર અને હક અમારી ઉપર છે. એટલા માટે અર્થસંયમનો અર્થ છે કે આપણા દેશનો સરેરાશ ભારતીય નાગરિક જે સ્તરનું જીવન વિતાવે છે, તે સ્તરનું જીવન આપણે પણ વિતાવવું જોઈએ અને આપણી પાસે જે બચત થઈ જાય છે એ બચતમાંથી આપણે કેવાંકેવાં કામ કરી શકીએ છીએ ?
પૈસાની બચતમાંથી એટલાં બધાં કામ કરી શકીએ છીએ કે આપણાં કુટુંબીઓ અને બાળકોને શિક્ષિત અને સુસંસ્કારી બનાવવાથી માંડીને આપણી જાતને સભ્ય અને શાલીન બનાવવા સુધીનાં અસંખ્ય કામો આપણે કરી શકીએ છીએ. આપણા સમાજ માટે આટલાં મોટાં અનુદાન આપી શકવામાં સમર્થ બની શકીએ છીએ. એટલું બધું લોકહિત કરી શકીએ છીએ કે તેનો કોઈ પાર ન આવે, પણ શરત એટલી કે આપ અર્થસંગ્રહ કરવાનું, અર્થસંયમ કરવાનું શરૂ કરી દો.
પ્રતિભાવો