AA-20 : ઇષ્ટ – લક્ષ્ય, ૩. આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
ઈષ્ટ – લક્ષ્ય
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! આખા વિશ્વબ્રહ્માંડમાં ભગવાન સમાયેલો છે. એટલા માટે આપણે શંકર ભગવાનની અને શાલિગ્રામની મૂર્તિ ગોળાના રૂપમાં બનાવી હતી, પણ એ સિદ્ધાંત સમજાયો નહિ. સમજાયું એ કે શંકર ભગવાન ગોળમટોળ છે. અરે ભાઈ ! જો ગોળમટોળ છે તો તું પાણી શા માટે ચડાવે છે ? શા માટે ખાવાનું ખવડાવે છે ? એ તો ગોળમટોળ છે, એમને તો મોં નથી, આંખ નથી. ના મહારાજજી ! એ તો પાંચ મોઢાંવાળા છે. બેટા, એ બધી નકામી વાતો છે. શંકરજી એવા નથી. આપણે મૂર્તિઓ બનાવી હતી અને ભગવાનને સાકાર બનાવ્યા હતા, શા માટે ? એટલા માટે સાકાર બનાવ્યા હતા કે આપણા જીવનનું એક લક્ષ્ય હોવું જોઈએ. ભગવાનને આપણે ‘ઈષ્ટ’ કહીએ છીએ. ઈષ્ટ એટલે લક્ષ્ય. આપ લક્ષ્ય કોને કહો છો ? ઈષ્ટ કે લક્ષ્ય એને કહીએ છીએ કે આપણે શું બનવું છે ?
આપણે શું બનવું જોઈએ એટલા માટે આપણે કેટલીય જાતનાં બીબાં બનાવીને રાખ્યાં હતાં કે અમારે આ બનવું છે.દયાલબાગ આગરામાં એક વિશાળકાય મંદિર બની રહ્યું છે – ગુરુજીની સમાધિ. તેના માટે એક મોડલ બનાવીને રાખેલું છે કે આ કેવું બનશે. તાજમહેલ જ્યારે બની રહ્યો હતો, તો તે બનાવતાં પહેલાં શાહજહાંએ તામજહેલનું એક મોડલ બનાવડાવ્યું હતું. જે ત્યાંનાં સંગ્રહાલયમાં અત્યારે પણ રાખેલું છે.એન્જિનિયરોએ મુલાયમ પથ્થરનું એક મોડલ બનાવી આપ્યું હતું કે જુઓ સાહેબ ! આની લંબાઈ,પહોળાઈ, ઊઁચાઈ આવી છે. બાદશાહે તેને ક્યાંકથી વધારીને ક્યાંકથી ઘટાડીને પાસ કરી દીધું કે હા, આ મોડલ બરાબર છે. તો એ અંદાજથી, એ જ માપથી અને એ જ પ્રમાણના હિસાબે તાજમહલ બનાવવાનું શરૂ થઈ ગયું હતું.
પ્રતિભાવો