AA-20 : ઇષ્ટની સાથે એકાકાર, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
ઈષ્ટની સાથે એકાકાર
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! ઉપાસનાની સાથેસાથે આ પ્રકારની મનઃસ્થિતિ બનાવવાની હું કોશિશ કરું છું. જપ તો કરતો રહું છું જીભથી, હાથથી અક્ષતમાળા પણ ઘુમાવતો રહું છું, પરંતુ કોશિશ એ કરું છું કે મારો અંતરાત્મા, અંતઃકરણ, ચિંતન, વિશ્વાસ અને આસ્થાઓ, જીવનનું સ્વરૂપ મારા ઈષ્ટ દેવતાના જેવા જ એ જ ઢાંચામાં ઢળાતા જાય. ગાયત્રી માતાના ઢાંચામાં ઢળવાની કોશિશ કરું છું. તેમની પાસે રહેનાર, ઉપાસના કરનાર રાજહંસનો નમૂનો બનવાની કોશિશ કરું છું, જેથી જેવી રીતે રાજહંસનાં સફેદ કપડાં હોય છે તે એવાં ને એવાં જ સફેદ બની રહી શકે.નીર-ક્ષીર કરવાની વિવેકબુદ્ધિ જેમની તેમ બની રહી શકે. દૂધ અને પાણીનો ફરક કરવાની, ઉચિત – અનુચિતનો ફરક કરવાની બુદ્ધિ જેમની તેમ બની રહી શકે. ઉપાસનામાં ગાયત્રી માતાની નજીક બેસવાની, ગાયત્રી માતાનો હંસ બનવાની કોશિશ કરું છું, હંમેશાં આ જ ચિંતન કરતો રહું છું. બેટા, જો આ જ ચિંતન આપનું પણ શરૂ થઈ જાય, આ જ હિંમત અને હોશ આપની ભીતર પણ ઉત્પન્ન થઈ જાય, તો હું આપને કહું છું કે આપ પણ ઉપાસનાનો લાભ ઉઠાવી શકશો.
ઉપાસનાનું ફળ મળશે. ઉપાસનામાં આપને રસ પડશે. ઉપાસના આપને ટોનિક જેવી લાગશે. જ્યારે હું ઉપાસનામાંથી ઊઠું છું તો એવું લાગે છે કે કાંઈક પીને આવ્યો છું, કંઈક લઈને આવ્યો છું, કંઈક મારી ઉપર લદાઈ ગયું છે, કંઈક પામીને આવ્યો છું. આપ જ્યારે ઉપાસનામાંથી ઊઠો છો તો થાકેલા ઊઠો છો, બગાસાં ખાતાખાતા ઊઠો છો, હારેલા ઊઠો છો. આપ તો એવી ફરિયાદ કરો છો કે અમને ઊંઘ આવી જાય છે, ઝોકાં આવી જાય છે. અમારું મન નથી લાગતું. બેટા, અમને એવી કોઈ ફરિયાદ નથી થતી. અમે તો આનંદ અને મસ્તીથી ભરાઈ જઈએ છીએ. જો આપ પણ આપની મનઃસ્થિતિ એવી બનાવવાની કોશિશ કરો, તો આપની સાધનાનું પહેલું ચરણ પૂરું થઈ શકે છે.
પ્રતિભાવો