ઇતિહાસનાં ઉદાહરણ, પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઉતરે
August 4, 2022 Leave a comment
ઇતિહાસનાં ઉદાહરણ
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
આ આખેઆખા હિન્દુસ્તાન સામ્રજ્યનો એક જ ચક્રવર્તી સમ્રાટ હતો. તેનું નામ હતું – ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત કોણ હતો ? બેટા, એ એક વાળંદનો છોકરો હતો. વાળંદ કોણ હોય છે ? હજામત કરનાર ચાણક્યએ તેને કહ્યું કે હું આપને રાજા બનાવવા માગું છું, ચક્રવર્તી સમ્રાટ બનાવવા માગું છું. તે હસવા લાગ્યો અને બોલ્યો, આપને ખબર નથી હું કોણ છું ? આપ કોણ છો ? હું વાળંદનો છોકરો છું અને વર્તમાન રાજપરંપરા અનુસાર અછૂત રાજગાદી પર બેસી શકતો નથી. આ બધા રાજાઓ મને મારી નાખશે કે એક અછૂત રાજગાદી પર કેવી રીતે બેસી ગયો ?
એ જમાનામાં સવર્ણ રાજગાદી પર બેસી શકતા હતા, રાજપૂત બેસી શકતા હતા, પણ અછૂત બેસી શકતા ન હતા. આજે તો કોઈ અડચણ નથી, પણ એ જમાનામાં અડચણ હતી. એમણે કહ્યું કે કાંઈ વાંધો નહિ. આપ અછૂત છો તો શું થયું, હું મારું પોતાનું બળ આપું છું, મારી સંપત્તિ આપું છું, હું આપને મારું પોતાનું બળ આપું છું, મારી સંપત્તિ આપું છું, શક્તિ આપું છું. ચાણક્યનું બળ લઈને, ચાણક્યની શક્તિ અને વૈભવ લઈને ચંદ્રગુપ્ત સમ્રાટ બની ગયો. અને શું શું કર્યું ચાણક્યએ ? બેટા, ચંદ્રગુપ્તના જમાનામાં તે નાલંદા વિશ્વવિદ્યાલયનો ડીન હતો. નાલંદા વિશ્વવિદ્યાલયમાં એકત્રીસ હજા૨ વિદ્યાર્થીઓ ભણતા હતા.
પ્રતિભાવો