AA-20 : જીવનસંગીત પ્રભુનું જ, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
જીવનસંગીત પ્રભુનું જ
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
અમારા જીવનમાંથી જે સંગીત નીકળે છે અને જે સંગીત આપ સાંભળો છો, તે વાસ્તવમાં અમારું નથી. તે પ્રિયતમનું છે અને પ્રિયતમનો સંગીત નિર્દેશ પ્રાપ્ત કરવાનો અધિકાર અમને એ કિંમત પર મળ્યો છે કે અમે અમને ખાલી કરી નાંખ્યા. અમે અમારી કામનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓને પગ તળે કચડીને ફેંકી દીધી. અમારી મહત્ત્વાકાંક્ષાઓ પૂરી થઈ ગઈ, અમારી કામનાઓ સમાપ્ત થઈ ગઈ, ઈચ્છાઓ સમાપ્ત થઈ ગઈ, હવે અમારી કોઈ કામના નથી, જે અમે ભગવાનને કહીએ. હવે અમારી એક જ કામના છે આપ મને જે રીતે ચલાવવા ઈચ્છો, ચલાવો. અમે આપની પાછળ એક અનુશાસિત વ્યક્તિની રીતે, વફાદાર સેવકની જેમ, એક સ્વામીભક્ત સમર્પિત વ્યક્તિની જેમ ચાલીશું.
પ્રતિભાવો