AA-20 : કર્મકાંડને મર્મ સમજો, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
કર્મકાંડનો મર્મ સમજો
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
સાથીઓ ! ભક્તનું જીવન જીવવા માટે ભજન કરવાની સાથેસાથે પોતાના જીવનની પ્રક્રિયામાં ભક્તિનો સમાવેશ કરવા માટે અમે દાર્શનિક દૃષ્ટિએ, ભાવનાત્મક દૃષ્ટિએ અને અંતઃકરણની દૃષ્ટિએ કોશિશ કરી છે. આપે તો તેનું છોતરું હાથમાં પકડી રાખ્યું છે. શેનું છોતરું પકડી રાખ્યું છે? નારિયેળનું છોતરું આપે હાથમાં પકડી રાખ્યું છે અને ગર આપે ફેંકી દીધો છે. છોતરાનો શું મતબલ? છોતરાથી અમારો મતલબ કર્મકાંડો સાથે છે. કર્મકાંડ છોતરું છે ? હા બેટા, છોતરું રક્ષણ માટે બન્યું છે, જેથી તેની અંદરનો ગર ગોળો ખરાબ ન થઈ જાય, એટલે છોતરાની પણ જરૂર છે. પરંતુ આપે કેવળ છોતરું પકડી રાખ્યું છે, કર્મકાંડ પકડી રાખ્યાં છે અને ઉપાસના માટે જે ભાવનાની જરૂર છે કે ભગવાન અને ભક્તની ભાવના એક હોવી જોઈએ તેને આપ ભૂલતા જઈ રહ્યા છો.
સવારે હું આપને ધ્યાન કરાવું છું અને એમ કહું છું કે સમર્પણ,વિસર્જન, વિલય, સમન્વય, સમાધાન અને શરણાગતિ. તેનો અર્થ એ છે કે આપની ઉપાસનાનું એ સ્તર હોવું જોઈએ અને ઉપાસનાની અનુભૂતિ એ હોવી જોઈએ કે ભક્ત અને ભગવાન એક, સવિતા અને સાધક એક. એમાં શું થાય છે ? બંને એક થઈ જાય છે. બંને એક થઈ જવાનો શું મતલબ ? બંને એક થઈ જવાનો એ મતલબ છે કે નાળું નદી થઈ જાય છે. નદી નાળું નથી થઈ શકતી, નાળું નદી થઈ જાય છે. ચંદન ઝાડી નથી બનતું, ઝાડી ચંદન બની જાય છે. આપણે ઝાડી છીએ અને ભગવાને આપણી જેવા બની જવું જોઈએ. ના બેટા, એમ નથી થઈ શકતું. આપણે ભગવાન જેવા બનવું પડે છે. આ જ મનઃસ્થિતિ છે. આ જ ભક્તિનું સ્વરૂપ છે. ઉપાસનાનો આ જ સિદ્ધાંત છે, આ જ કસોટી છે અને આ જ તથ્ય અને સ્વરૂપ છે.
પ્રતિભાવો