AA-20 : મધ્યકાળની વિકૃતિ, ૧. આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
મધ્યકાળની વિકૃતિ પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ
દેવીઓ, ભાઈઓ ! મધ્યકાલીન પરંપરામાં ભૌતિક આધાર પર ભગવાનને મેળવવાની કોશિશ થવા લાગી અને ભગવાનને ભૌતિક બનાવી દેવામાં આવ્યા. ભગવાનને ભૌતિક બનાવવાનો શું મતલબ છે ? ભૌતિકનો અર્થ છે એક માણસ જેવો હોય છે, એવું જ સ્વરૂપ ભગવાનનું બનાવી દેવામાં આવ્યું. એક માણસ જેમ માટી, પાણી, હવાનો બનેલો હોય છે, તેમ ભગવાનનું સ્વરૂપ પણ લગભગ એવું જ બનાવી દેવામાં આવ્યું. અને ભગવાનની ઈચ્છાઓ? ઈચ્છાઓ પણ એવી જ. માણસ જેવી જ બનાવી દેવામાં આવી. માણસ ખાવાનું માગે છે અને ભગવાન પ્રસાદ માગે છે. લાવો સવા રૂપિયાનો પ્રસાદ. અને હનુમાનજીને લાડુ ખવરાવો. હનુમાનજીનું પેટ ભરી દો અને કામ થઈ જશે.
ભગવાનને કપડાં પહેરાવો. શા માટે ? આપે કપડાં પહેરવાં જોઈએ, એટલા માટે ભગવાનને પણ કપડાં પહેરાવો. ગાયત્રી માતા પર સાડી ચડાવો. બીજું શું શું આપીએ ? જે કાંઈ ખુશામતની આપણને જરૂરૂ હોય એ બધું. આપ અમારી નિંદા કરશો, તો અમે આપને ગાળો સંભળાવીશું. આપને અમારી પાસે કાંઈ કામ કરાવવું છે, તો આપ અમારી ચાપલૂસી કરો, ખુશામદ કરો. પંખો ઝાલો, હાથ જોડો, ચરણસ્પર્શ કરો અને ચરણ ધુઓ. અમે વ્યક્તિ છીએ, માણસ છીએ, એટલા માટે અમારા માટે ભેટ લઈને આવો. પાન ખવરાવો, સોપારી ખવરાવો, એલચી આપો, પૈસા આપો. કંઈક આપો અમને, તો અમે આપના પર પ્રસન્ન થઈ શકીએ છીએ.
પ્રતિભાવો