AA-20 : તમામ મહાપુરુષોનું સંગમસ્થળ અમારો ખંડ, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
તમામ મહાપુરુષોનું સંગમસ્થળ અમારો ખંડ
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મહારાજજી ! આટલા સંતો આવે છે તો આપ ચા તો પિવરાવતા જ હશો ને ! હા બેટા, બીજા કોણકોણ આવે છે ? બેટા, મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોર આવે છે. દુનિયાની તમામ શ્રેષ્ઠ વ્યક્તિ સોક્રેટિસથી માંડીને અફલાતૂન, એરિસ્ટોટલ સુધ્ધાં, હિન્દુસ્તાનના જ નહિ, સમગ્ર સંસારના ઋષિઓ આવે છે અને મારી પાસે બેસી જાય છે. હળીમળીને અમે ખૂબ મજાની વાતો કરીએ છીએ. પરસ્પર જાતજાતની વાતો કરીએ છીએ અને ખૂબ હસીએ છીએ. દુનિયાવાળાની ખૂબ મજાક ઉડાવીએ છીએ અને કહીએ છીએ કે દુનિયાવાળા તો પાગલ છે, તો શું આપ એમની વાતો નથી સાંભળતા ?
મેં કહ્યું કે ક્યારેક તો મન થાય છે કે તેમની વાત માની લઉં. તો તેઓ કહે છે કે અમારી કમિટી અને અમારી કંપનીનું કહેવું છે કે તેમની વાત ન સાંભળવી. એ બહુ નાના માણસો છે. તેઓ આપને પણ પોતાના ખાડામાં ઢસડી જશે, નરકમાં ધકેલી દેશે. આપ એમના કહેવામાં ન આવી જશો. તેઓ દર્દીઓ છે. તેમની સેવા તો કરજો પણ એમનું કહેવું ન માનતા. એક દિવસ વિવેકાનંદ મને કહી રહ્યા હતા કે ગુરુજી ! પાણીમાં ડૂબતી વ્યક્તિને માછીમાર બહાર કાઢે છે. આવી ડૂબતી વ્યક્તિને આપે જોઈ છે ? મેં કહ્યું, નથી જોઈ. તો જુઓ, એવી રીતે બહાર કાઢે છે કે જો કોઈ પાણીમાં ડૂબતું હોય તો તેને કાઢનાર પાણીમાં ડૂબકી લગાવે છે અને તેને પકડી લે છે. પણ એક વાતનું ધ્યાન રાખે છે. શું ધ્યાન રાખે છે ? તેને ઢસડીને લાવે છે પણ સાથેસાથે એ વાતનું ધ્યાન રાખે છે કે ક્યાંક તે મારી પાસે તો નથી આવી ગયો ને, તે જ્યારે પાસે આવવા લાગે છે કે તેને કોણી મારી દે છે.
પ્રતિભાવો