AA-20 : મન:સ્થિતિ વેલ જેવી હોય, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
મનઃસ્થિતિ વેલ જેવી હોય
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! ઉપાસના વખતે અસલી કિંમત ભાવનાની છે. લોકો તો એ જ સ્થૂળ વાત કરતા રહે છે કે ઉપાસના વખતે અમારું મન નથી લાગતું. ઉપાસના વખતે પ્રકાશ નથી દેખાતો, ગણેશજી નથી દેખાતા અને કોણ જાણે એવું શું શું બકતા રહે છે. એ બકવાસ છે. ઉપાસનાનો અર્થ એ છે કે ભગવાનની ભાવનાઓ, ભગવાનનું સ્તર અને આપણી ભાવનાઓ અને આપણું સ્તર બંને એક હોવાં જોઈએ. શું કંઈ કમી રહી જાય છે ? હા બેટા ! કંઈક કમી પણ રહી જાય છે. આપણે એક થવામાં પૂર્ણપણે સફળ નથી થઈ શકતા, પણ કોશિશ કરીએ છીએ કે બની શકે એટલું વધારે નજીક ૨હેવાનો આપણે પ્રયત્ન કરીએ. તેનાં થોડાંક ઉદાહરણો મારી સામે આવે છે. ક્યાં ક્યાં ઉદાહરણ સામે આવે છે ?
એક ઉદાહરણ એ સામે આવે છે – લતાનું, વેલનું. વેલ ખૂબ નબળી હોય છે, ખૂબ અસમર્થ હોય છે. વેલ બહુ પાતળી હોય છે. તે જમીન પર ફેલાઈ શકે છે, પણ ઊંચી ઊઠી નથી શકતી. પરંતુ જ્યારે તે ઝાડને લપેટાતી જાય છે, તો તે ઝાડ જેટલી ઊંચી થઈ જાય છે. અમે એ કોશિશ કરીએ છીએ ઉપાસના વખતે અમે ભગવાન રૂપી ઝાડ સાથે અમારા અંતરાત્મારૂપી વેલને લપેટતા જઈએ અને તેમની ઊંચાઈ, તેમની ગરિમા, તેમના મહિમા સમાન અમારા નાચીજ વ્યક્તિત્વ અને અસ્તિત્વને ઉપર ઉઠાવતાં જઈએ. અમારી મનઃસ્થિતિ વેલ જેવી હોય છે.
પ્રતિભાવો