AA-20 : નિષ્કામ ભાવ સોડ઼હમ્, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
નિષ્કામ ભાવ – સોઽહમ્, ભગવાનની પાછળ ચાલો
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મહારાજજી ! બીજી કેવી મનઃસ્થિતિ હોય છે ? બેટા! અમે અમારી મનઃસ્થિતિને એવી બનાવવાની કોશિશ કરીએ છીએ કે અમારી કામનાઓ ખતમ થઈ જાય અને અમારી કામનાઓ પર ભગવાનની કામનાઓ કામ કરે. અમે ખાલી થઈ જઈએ અને ખાલી થઈને તેની અંદર ભગવાન પોતાનું કામ કરવા માટે સ્વતંત્ર બની જાય, સ્વચ્છંદ બની જાય. ‘સોડમ્’ની ઉપાસનામાં અમે આ જ વાત કરીએ છીએ જ્યારે ‘હમ્’ કહીએ છીએ ત્યારે અમારા અહંકારને કાઢી નાંખીએ છીએ અને ‘સો’ ને અમારી અંદર પ્રવેશ કરાવીએ છીએ.‘સોડહમ્’ની ઉપાસનામાં આ જ માન્યતાનું વર્ણન કરવામાં આવ્યું છે. અને અમે અમારી ઉપાસનામાં આ જ ભાવનાઓ, આ જ વૃત્તિઓ વિકસિત કરવાની કોશિશ કરીએ છીએ. શું કરો છો આપ ? બેટા ! અમે એવી ભાવના કરીએ છીએ કે અમે ખાલી થઈ ગયા છીએ અને મન ખાલી કરીને ફેંકી દીધું છે, અને ભગવાનને કહ્યું કે આપની જેવી મરજી હોય તેવી વૃત્તિ ઉત્પન્ન કરો, એ જ આકાંક્ષા ઉત્પન્ન કરો અને અમારી આકાંક્ષાને કાઢી નાંખો.
મિત્રો ! આપણી અંદર ચાર શેતાન સમાયેલા છે. પહેલો શેતાન છે – વાસના. વાસનાની ખાઈમાં અમે ઘેરાયેલા છીએ અને આપની – કૃપાથી તેને પણ આ નરકમાં નાંખવા માગીએ છીએ. બીજું, અમે તૃષ્ણાની જંજાળમાં, તૃષ્ણાના કાદવમાં ફસાયેલા છીએ અને આપની કૃપા તથા આપનાં વરદાનને પણ ઢસડીને આ નરકમાં નાંખવા માગીએ છીએ. અમે બહુ દુષ્ટ છીએ. આપનો મહિમા અને આપની ગરિમાને અમે ઝડપી લેવા માગીએ છીએ, છીનવી લેવા માગીએ છીએ. ત્રીજું, અમારા અહંની પૂર્તિ કરવા માટે, અમારી અમીરી વધારવા માટે, અમારો વૈભવ વધારવા માટે, અમારો યશ વધારવા માટે અમે આપના અનુગ્રહને આ નરકમાં નાંખવા માગીએ છીએ. ચોથું, અમારી ખિન્નતા, અમારી ઉદ્વિગ્નતાના કારણે અમે જે અશાંત રહીએ છીએ તેમાં અમારી ઉદ્વિગ્નતાનું સમાધાન કરીને આપની કૃપા કામ કરે તેવું ઈચ્છીએ છીએ. અમે અમારા માટે આપનો ઉપયોગ કરવા માગીએ છીએ. સામાન્ય રીતે પ્રત્યેક માણસની એ જ ઈચ્છા હોય છે કે ભગવાનની કૃપા, ભગવાનનો પ્યાર અમે કોઈ પણ રીતે ઝડપી લઈએ અને ઝડપી લીધા પછી પોતાના સ્વાર્થો માટે, પોતાનો લોભ પૂરો કરવા માટે, પોતાનો મોહ પૂરો કરવા માટે, પોતાના અજ્ઞાનને પૂરું કરવા માટે, પોતાના અહંને પોષવા માટે તેનો ઉપયોગ કરીએ. ઘણુંખરું લોકોની આ જ વૃત્તિ હોય છે.
ભગવાનની પાછળ ચાલો
મિત્રો ! એક દિવસ ભગવાને મને કહ્યું હતું કે જો ભાઈ ! જો તું મારી સાથે ચાલવા માગતો હોય તો હું મોટો છું અને તું નાનો છે. તું મારી પાછળ ચાલવા માગે છે કે મને તારી પાછળ ચલાવવા માગે છે ? મેં કહ્યું કે હું એવો અવિવેક ન કરી શકું કે મારા જેવો અધમ માણસ આપને એમ કહે કે આપ પાછળ ચાલો અને હું જે હુકમ આપું, તે આપે માનવો જોઈએ, તો પછી મારી પાછળ ચાલીશ ને ? એવી જ કોશિશ કરીશ. તો પછી મારી પાછળ ચાલ, મારા નિર્દેશો પર ચાલ. પ્રકાશની પાછળ ચાલ અને છાયા તરફથી મોં ફેરવી લેવાનું શરૂ કર. મિત્રો ! મેં મારું મન બદલી નાંખ્યું અને ‘અબાઉટ ટર્ન’ કરી દીધું. જ્યારે હું ઉપાસના શરૂ કરું છું, એક પ્રામાણિક માણસની જેમ કરું છું, અપ્રામાણિક માણસની જેમ નથી કરતો. પ્રામાણિક ભક્તની જેમ મારી મનોસ્થિતિ બનાવવાની કોશિશ કરું છું. મને વાંસળીની જેમ ખાલી કરી દઉં છું અને કહું છું કે પ્રિયતમ હવે આના પર જે કાંઈ વગાડવા ઈચ્છો તે વગાડી શકો છો. આપનો જે ઈશારો હશે, આપની હવા જ્યાંથી પણ આવશે, મારા કણકણમાંથી એ જ અવાજ નીકળશે. મારા કણણમાંથી એ જ ધ્વનિ નીકળશે. આપ વગાડો, હું વાગીશ. ચાર આનાની કિંમતની વાંસળી નાની શી નળી, જ્યારે ખાલી થાય છે, અને ખાલી થયા પછી વાદકના હોઠો સુધી જઈ પહોંચે છે. વાદક જ્યારે એમાં ફૂંક મારવાનું શરૂ કરે છે, કેવીકેવી લહેરો, કેવાકેવા તરંગો, કેવાંકેવાં ગાન એમાંથી નીકળે છે ! બેટા ! અમારી ભીતરથી ખૂબ ગાયનો નીકળે છે, ખૂબ સંગીત નીકળે છે.
પ્રતિભાવો