AA-20 : સાધના અને સ્વાધ્યાય પણ , આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
સાધના અને સ્વાધ્યાય પણ
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! બીજું એક ચરણ પણ છે અને તે એ કે ઉપાસના સિવાય જીવનની પ્રક્રિયામાં બીજી એક ચીજનો અમે સમાવેશ કરી લીધો છે. તેનું નામ છે સાધના અને સ્વાધ્યાય. સ્વાધ્યાયનો શું મતલબ ? સ્વાધ્યાયનો મતલબ છે સામાન્ય રીતે ધાર્મિક પુસ્તકો વાંચવાં, પણ વાસ્તવિક મતલબ એ નથી. સ્વાધ્યાયનો મતલબ સત્સંગ સાથે લઈ શકાય. માણસ પર સંગતિની બહુ અસર પડે છે. સંગતિ વાતાવરણની પણ છે. આપણે જ્યાં ક્યાંય જઈએ છીએ, તે બધી જગ્યાએથી આપણને જે શિખામણ મળે છે, જે સલાહ-પરામર્શ મળે છે, જે પ્રભાવ મળે છે, જે વાતાવરણ મળે છે તે આપણને પોતાના તરફ ઘસડતું જાય છે.
આપણે એકલા એક બાજુ અને બીજી બાજુ આખી દુનિયા. આપણે ક્યાં સુધી ઊભા રહી શકીએ? પત્નીથી સાળા સુધી અને જમાઈથી દીકરા સુધી બધા જ માણસો આ વાતમાં એક મત છે કે આપણે સંપત્તિ કમાવી જોઈએ, પછી તે પ્રામાણિકતાથી હોય કે અપ્રામાણિકતાથી. પત્નીને પૂછીએ છીએ કે તું બતાવ, તારો શું મત છે, અપ્રામાણિકતાથી પૈસા કમાઈએ ? આ બાબતમાં પત્ની એવી જ સલાહ આપશે કે કાંઈ વાંધો નથી, આખી દુનિયા કમાય છે. બાળકોને કામમાં આવશે, મકાન બનાવીશું.
પ્રતિભાવો