AA-20 : સમર્પણ – પતંગની જેમ, કઠપૂતળીની જેમ , આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
સમર્પણ – પતંગની જેમ, કઠપૂતળીની જેમ
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! મારા જે ગુરુ છે, એમની પાછળપાછળ હું ચાલું છું અને મારી મનઃસ્થિતિને પતંગ જેવી બનાવવાની કોશિશ કરું છું કે પતંગ પોતાની દોરીને કોઈ બાળકના હવાલે કરી દે છે અને કહે છે કે આપ અમને ઉડાવો. બાળક તેને ઉડાડે છે અને પતંગ આસમાનમાં ઊંચે ચઢતો જાય છે. પતંગ જે દિવસે બાળકને એમ કહે છે કે મારે તારા હાથમાં મારી દોરી નથી આપવી, મારે મારી દોરી હાથમાં રાખવી છે, તો તે દિવસથી પતંગ ઊડી નહિ શકે. કઠપૂતળીનો દોરો બાજીગરના હાથમાં બંધાયેલો રહે છે અને બાજીગર પોતાની આંગળીને નચાવે છે અને આંગળીના ઈશારે કઠપૂતળી નાચે છે. કેવો મજેદાર અને શાનદાર ખેલ હોય છે ! જોનાર તમાશો જુએ છે, મજા જાણે છે અને તાલીઓ પાડે છે. કોનો નાચ થઈ રહ્યો છે ? કઠપૂતળીનો થઈ રહ્યો છે. કઠપૂતળીનો નથી થઈ રહ્યો, બેટા ! બાજીગરની આંગળીમાં બંધાયેલા દોરાનો થઈ રહ્યો છે. બાજીગરની આંગળીમાં અમે અમારી જિંદગીના બધા દોરા બાંધી દીધા છે. ભગવાનના હાથમાં બાંધી દીધા છે.
પ્રતિભાવો