AA-20 : અમારી સત્સંગી સભા – અમારો સ્વાધ્યાય, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
અમારી સત્સંગી સભા – અમારો સ્વાધ્યાય
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
કેમ સાહેબ ! શું વાત છે ? ઢસડીને પણ લાવે છે અને કોણી પણ મારે છે ? એવું શું કામ કરે છે ? એટલા માટે એવું કરે છે કે ડૂબનાર એટલો થાકેલો હોય છે કે જો કોઈ બચાવનાર હોય તો મોકો મળતાં તેની પીઠ પર બેસી જાય. પીઠ પર બેસી જવાનું શું પરિણામ હોય છે ? તેનું એ પરિણામ હોય છે કે તે પોતે તો ડૂબે જ છે, બચાવનારને પણ ડુબાડે છે. એટલા માટે તરવૈયો ધ્યાન રાખે છે કે તેને કોણી મારતા જવું. શું મતલબ છે એનો ? એ કે ડૂબનારને કોણી પણ મારો. આ વાત વિવેકાનંદ કહી રહ્યા હતા.
મેં કહ્યું કે હવેથી આપની વાત ધ્યાન રાખીશ. અને આ લોકોને – મારાં સગાંસંબંધીઓ, પરિવારજનો, મિત્રો, સલાહકારો સુધ્ધાં છે. તેમને હું પાર તો ઉતારીશ પરંતુ કોણી પણ મારતો રહીશ. ક્યાંક એવું ન થઈ જાય કે તેઓ પોતાની સાથે મને પણ ઢસડીને ખાડામાં લઈ જાય. આ રીતે અમારી કંપની ખૂબ ઉત્તમ છે. આ લોકો સાથે રોજ ઓગણીસ કલાક વાતો થાય છે. ગાંધીજી પોતાનું દિલ ખોલીને વાત કરે છે. અને જો હું ક્યારેક ગાંધીજી સાથે દિલ ખોલીને વાત કરવા માગું તો ? તો હું એમને એમ પૂછું છું કે જ્યારે હું આપના સાબરમતી આશ્રમમાં રહેતો હતો ત્યારે તો મને આપની ફક્ત પાંચ જ મિનિટ મળતી હતી. કોઈક દિવસ નહોતી પણ મળતી. પાંચ મિનિટમાં જ ભૂમિકા બાંધ્યા વિના જ આપના આશ્રમમાં મળ્યો છું. આપ તો મહાત્મા છો, સંત છો, ઉદ્ધાર કરો. બેટા, આ નકામી વાતો કહેવાથી શું ફાયદો ? વાત કહેવી જ હોય તો કામની કરો. તોળીતોળીને કરો, જેથી મારો સમય પણ ન બગડે અને તમારો સમય પણ ન બગડે. ભૂમિકા શા માટે બાંધો છો ?
પ્રતિભાવો