AA-20 : સંયમના પ્રકાર, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
સંયમના પ્રકાર
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! આપણી ભીતરનું જે ઉત્પાદન છે અને આપણું બહારનું જે ઉત્પાદન છે તે અસીમ છે.આપણી ઊણપ અને નબળાઈ એ છે કે આપણે એ અસીમ ઉત્પાદનને ફેલાવા દઈએ છીએ, વિખરાવા દઈએ છીએ. જો વિખરાવને આપણે રોકી શકીએ તો મજા આવી જાય. વિખરાવને રોકવા માટે શું કરવું પડે છે ? સંયમનો ઉપયોગ કરવો પડે છે, એમાં એક છે – જીભનો સંયમ. જો આપ જીભનો સંયમ શરૂ કરી શકો તો હું આપને કહું છું કે આપનું સ્વાસ્થ્ય બરાબર રાખાવની એ ગેરંટી હોઈ શકે છે. સ્વાસ્થ્ય કોણ ખરાબ કરે છે ? વાયરસ ! ના બેટા, વાયરસ નહિ. વાયરસ ખૂબ નાનો હોય છે અને માણસ બહુ મોટો હોય છે. વાયરસને તો માણસ બે આંગળી વચ્ચે દબાવીને મારી નાંખી શકે છે. ના સાહેબ ! વાયરસ તો . જબરદસ્ત હોય છે. ના બેટા, વાયરસ મોટા નથી હોતા, કોણ મોટું હોય છે. બીમારીઓ કોણ ઉત્પન્ન કરે છે ?
વાયરસ. ના વાયરસ પેદા નથી કરતાં, પરંતુ અસંયમ પેદા કરે છે. ચંદગીરામ ક્ષય રોગના દર્દી હતા. એમના મરવાના દિવસો નજીક આવી રહ્યા હતા. કોઈ એક સંત આવ્યા. એમણે કહ્યું – શું મરવાની ઈચ્છા છે? ના મહારાજ ! મને મરવાની તો ઈચ્છા નથી. જીવવા ઈચ્છું છું. પણ મોત મારી પાસે આવી ગયું છે. તેમણે કહ્યું, ના બેટા, મોત કરતાં જિંદગી મોટી છે. જો આપ જીવવા માગતા હો, જિંદગીને પસંદ કરતા હો તો મોત જતું રહેશે. મોતનો સમય હજી આવ્યો નથી. જિંદગીને આપ પકડી રાખી શકો છો. હું કેવી રીતે પકડી રાખી શકું? આપની તબિયત આ જીભે ખરાબ કરી. આપ જીભ પર કન્ટ્રોલ રાખો અને જીભને કહો કે હું તારો હુકમ, તારું કહ્યું નહિ માનું. તારે મારું કહેવું માનવું પડશે. એમણે જેવો જીભ પર કન્ટ્રોલ રાખવાનું શરૂ કર્યું કે તબિયત સુધરવા લાગી. જીભ આપણું પેટ ખરાબ કરે છે. પેટ લોહીને ખરાબ કરે છે.લોહી ખરાબ થઈને હજાર પ્રકારની બીમારીઓ ઉત્પન્ન કરે છે અને એ જ ઝેર આપણી જિંદગીને ગાળતું -ખતમ કરતું જાય છે. જીભ પર કાબૂ રાખવાનું જો શીખી લો તો આપ જોશો કે આપની તબિયત સ્વસ્થ રહેવાનું શરૂ થઈ જાય છે.
પ્રતિભાવો