AA-20 : શંકરજી સાથે જોડાયેલી વૃત્તિઓ, ૫. આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
શંકરજી સાથે જોડાયેલી વૃત્તિઓ
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
આપણું લક્ષ્ય શું શું છે ? તેના માટે આપણે નમૂના રૂપે રમકડાંની જાતજાતની આકૃતિઓ બનાવી દીધી અને એ આકૃતિઓની અંદર કંઈક સંદેશ, કંઈક ઉદ્દેશ્ય, કંઈક લક્ષ્ય,કંઈક વિચારણાઓ, કંઈક પ્રેરણાઓ ભરીને રાખી દીધી છે. જેમ કે શંકરજીના રમકડાંમાં ભરે છે. શંકરજીની મૂર્તિ રમકડું છે ? હા, રમકડું છે. આપણે બનાવ્યા છે એવા કોઈ શંકર નથી. આપણે રમકડાંમાં ઘણીબધી સારી વૃત્તિઓનો સમાવેશ કરી રાખ્યો છે. શંકર ભગવાનના શિરમાંથી ગંગાજીનું પાણી નીકળે છે. એનો શું અર્થ છે? આપણા મસ્તિષ્કમાંથી, આપણા વિચારોમાંથી જ્ઞાનની ગંગા, વિચારધારા જે પ્રવાહિત થવી જોઈએ તે ગંગા જેવી નિર્મળ હોવી જોઈએ. આ મોડલનું લક્ષ્ય છે. તેની પાછળ કોયડારૂપે અને કથારૂપે છુપાયેલું છે. એ આપણું લક્ષ્ય છે. શંકર ભગવાનના શિર પર ચંદ્રમા છે, એનો શું અર્થ ? ચંદ્રમાનો અર્થ છે – શાંતિ, સંતુલન, આપણા મસ્તિષ્કમાં શાંતિ અને સંતુલનનું સ્વરૂપ રહેવું જોઈએ. શંકર ભગવાનના ગળામાં મુંડમાળા છે. એનો અર્થ એ છે કે આપણને પ્રત્યેક પળે મૃત્યુ યાદ રહેવું જોઈએ અને આપણું ઘર સ્મશાનમાં હોવું જોઈએ. આપણને યાદ રહેવું જોઈએ કે આપણે મરવાનું છે.
શંકર ભગવાન વિભૂતિવાન હતા. એમની પાસે કોઈ સંપત્તિ ન હતી. આથી આપણે પણ ભૌતિક સંપત્તિ વિના શાંત અને નિસ્પૃહ રહેવું જોઈએ. શંકર ભગવાનની અંદર કઈકઈ વિશેષતાઓ હતી ? તેઓ સાપને ગળે લગાડતા હતા. આપણે પણ પછાત લોકોને, દુષ્ટ લોકોને ગળે વળગાડીને યોગ્ય બનાવી શકીએ છીએ. ભગવાન બુદ્ધે કેટલાયને પોતાના જેવા બનાવી દીધા હતા. શંકર ભગવાનની જેમ આપણે પણ એ કરી શકીએ કે આપણે આપણા ભૂતપ્રેતોની સેના બનાવીને રહીએ. ભૂતપ્રેતોનો અર્થ છે – પછાત લોકો. બેકવર્ડ લોકો, બેકવર્ડથી મારો મતલબ કેવળ અસ્પૃશ્યો સાથે નથી, પરંતુ જે ભાવનાત્મક દૃષ્ટિએ, નૈતિક દૃષ્ટિએ, ચારિત્રિક દૃષ્ટિએ પતન પામ્યા, પછાત રહ્યા એ બધા બેકવર્ડ છે. ગુરુજી ! અમે તો એમ સાંભળ્યું છે કે સરકારી હિસાબથી અછૂતોને બેકવર્ડ કહે છે. ના બેટા, બેકવર્ડ અછૂતોને નથી કહેતા. અદ્ભૂત તો કેવળ પૈસાની દૃષ્ટિએ બેકવર્ડ છે, સામાજિક દૃષ્ટિએ બેકવર્ડ છે. નિયતની દૃષ્ટિએ, ભાવનાની દૃષ્ટિએ, ચરિત્રની દૃષ્ટિએ બીજા લોકો પણ બેકવર્ડ છે. આપણે એમને પણ સાથે લઈને ચાલવું પડશે. બેકવર્ડ કોણ છે ? બેકવર્ડ છે તું. નિયતના હિસાબે અને ચરિત્રના હિસાબે પછાત માણસ, પતન પામેલો માણસ, હલકો માણસ અને નકામો માણસ. નૈતિક દૃષ્ટિએ પતિત એ ભૌતિક દૃષ્ટિએ પીડિત. પીડિત અને પતિતોને શંકર ભગવાનના ભૂતપ્રેત કહેતા હતા. શંકર ભગવાન તેમની સેના બનાવીને રાખતા હતા. “તન છીન કોઉ અતિ પીન પાવન, કોઉ અપાવન તન ધરે.’’ આ પાવન અને અપાવન લોકોને પોતાની સાથે લઈને તેમની સેવા કરતા હતા.
પ્રતિભાવો