AA-20 : સ્વયં ભગવાન અમારા ગુરુ, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
સ્વયં ભગવાન અમારા ગુરુ
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
ભગવાન કેવા હોય છે ? બેટા, ભગવાનને અમે જોયા નથી અને ક્યારેક મન કાચું થઈ જાય છે કે ભગવાન ન હોય તો ? જ્યારે ભગવાનને જોયા નથી, તો અમે તેમની સાથે વાત કેવી રીતે કરી શકીએ ? એટલે અમે અમારી શ્રદ્ધાનું એક કેન્દ્ર બનાવી રાખ્યું છે અને એ છે અમારા ‘બોસ’, અમારા ‘માસ્ટર’ જ્યારે પથ્થરના ભગવાન બનાવી શકાય છે, લાકડાંના ભગવાન બની શકે છે, ગોબરના ગણેશ બની શકે છે, તો જીવંત હાડમાંસના ભગવાન કેમ ન બની શકે ? અમારા ગુરુ અમારા ભગવાન છે. અમારી શ્રદ્ધા તેમના માટે સમર્પિત છે. અમે એ પ્રતીક્ષા કરતા રહીએ છીએ અને એક વાત કહીએ છીએ કે આપ હુકમ આપો. અમે એકવાર પણ એમ નથી કહ્યું કે આપ અમને બોલાવો, અમને દર્શન દ્યો. આજ સુધી, પંચાવન વર્ષથી અમે એમની સાથે જોડાયેલા છીએ, પણ ક્યારેય અમારા મનમાં એ સંકલ્પ નથી ઊઠ્યો કે હે ભગવાન ! આપ આ કરી દો, દર્શન દો, સ્વર્ગમાં લઈ જાવ કે ખાડામાં નાંખો કે હિમાલય પર બોલાવી લો. બેટા, અમારી કોઈ ઈચ્છા નથી. આપ ગુરુને પ્રાર્થના કરો. બેટા ! ગુરુને શું પ્રાર્થના કરવી જોઈએ ? ગુરુએ તો હુકમ આપવાનો છે કે અમારે આ કરવાનું છે. બસ, અમારા માટે એ જ સર્વસ્વ છે.
મિત્રો ! કોઈ અમને એમ પૂછે કે આ મનઃસ્થિતિ લઈને આપે શું મેળવ્યું ? આપ ખોટમાં ગયા હશો. ના બેટા, અમે ખોટમાં નથી ગયા. ઊલટું નફામાં આવી ગયા. કારણ કે અમને ઘણા સમયથી ખબર છે કે ભગવાનના કાયદા-કાનૂન ક્યા છે? ભગવાન પોતાને વેચી રહ્યા છે અને કહે છે કે જેની ઈચ્છા હોય તે અમને ખરીદીને લઈ જઈ શકે છે અને પોતાની મરજી મુજબ અમને ચલાવી શકે છે. રાજા હરિશ્ચંદ્રએ ચાર રસ્તા પર ઊભા રહીને કહ્યું હતું કે જે ઈચ્છે તે અમને ખરીદીને લઈ જઈ શકે છે. અમે એમનું કામ કરીશું. અમે તેમના હાથે વેચાવા તૈયાર છીએ. અમે એક વફાદાર નોકરની જેમ રહીશું, જે ઈચ્છે તે અમને ખરીદી લે. રાજા હરિશ્ચંદ્રને એક હિરજન ખરીદીને લઈ ગયો હતો અને તેઓ તેમને વેચાઈ ગયા હતા. હરિજને જે કાંઈ કહ્યું, તે બધું તેમણે માન્યું હતું. ભગવાન બરાબર રાજા હરિશ્ચંદ્રની જેમ વેચાવા તૈયાર છે અને આપમાંથી દરેક વ્યક્તિનો હુકમ માનવા તૈયાર છે. દરેક વ્યક્તિનું કહેવું માનવા તૈયાર છે. ભગવાન અને એમની શરતની કિંમત શું છે? ભગવાનને કિંમત ચૂકવીને મેળવી શકાતા નથી અને કોઈએ આજ સુધી મેળવ્યા નથી. ભગવાનને જેમણે મેળવ્યા છે, તેમણે કિંમત ચૂકવીને ખરીદ્યા છે.
પ્રતિભાવો