AA-20 : સ્વાધ્યાય દ્વારા સમજો સંવેદનારૂપી ભગવાનને, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
સ્વાધ્યાય દ્વારા સમજો સંવેદનારૂપી ભગવાનને
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! શું કરવું જોઈએ ? આપણા ભગવાનને સંવેદનામાં ઉતારવા માટે આપણે એક અલગ કંપની બનાવવી પડશે, એક અલગ દેશ બનાવવો પડશે. એક અલગ રીતે આપણે આપણી વ્યવસ્થા કરવી પડશે. લોકોમાં અમે કામ તો કરીશું, પણ તેમનાથી અલગ રહીને, લોકોની સલાહ અમે નહિ માનીએ, કોની સલાહ માનીશું ? સ્વાધ્યાયની. સ્વાધ્યાયનો મતલબ છે – સત્સંગ. સત્સંગ માટે અમે એક એવી કંપની, એક એવી કમિટી અને એક એવી સોસાયટી વસાવીશું, જે અમારી રીતની હોય, અમારા સ્તરની હોય. જેની સલાહથી અમે અમારી જિંદગીની સમસ્યાઓનું સમાધાન કરી શકીએ. બેટા, અમે એક એવી જ કંપની બનાવી રાખી છે. અમે એકલા રહીએ છીએ. ક્યાં રહો છો ? ઉપર એકલા રહીએ છીએ. તો મહારાજજી ! આપને ડર નથી લાગતો ? કોઈ બીજું નથી રહેતું ?
બેટા, અમારી પાસે એટલા માણસો રહે છે કે બારથી પાંચ વાગ્યા સુધી ભીડ જામેલી રહે છે. કોની ભીડ ? આપ લોકોની ભીડ જામેલી રહે છે. એ કેટલા કલાક રહે છે ? પાંચ કલાક, ત્યારપછીના જે ઓગણીસ કલાક રહે છે, તેમાં મારી પાસે એવાએવા લોકો રહે છે કે ક્યારેક આપ બારણું ખોલીને આવી જાવ તો નવાઈ પામો. ગુરુજી ! એ કોણકોણ બેઠા છે ? બેટા, એવાએવા લોકો બેસી રહે છે કે હું એમનું નામ કહી શકતો નથી. ના મહારાજી ! નામ બતાવો. સારું. ચાલ બેટા તને બતાવું છું. હનુમાનજી આવીને મારી પાસે બેસી જાય છે. રામચંદ્રજી બેસી જાય છે. સાતેય ઋષિઓ બેસી જાય છે. બધા જ એમાં સમાઈ જાય છે.
પ્રતિભાવો