AA-20 : ઉપાસનાનો મર્મ વિધિ નહિ વિધા, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
ઉપાસનાનો મર્મ વિધિ નહિ વિધા
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
અધ્યાત્મની સાચી પરંપરા કઈ હોઈ શકે ? એ કાલે મેં આપને નિવેદન કર્યું હતું કે અધ્યાત્મ ચાર ભાગમાં વહેંચાયેલું છે. અધ્યાત્મ એક નથી, તેના ત્રણ ભાગ છે. ચાર ટુકડા છે અને ચારેય ટુકડા પોતપોતાનામાં પૂર્ણ છે. આ ચાર ટુકડા એવા છે કે એમાંના એકની પણ ઉપેક્ષા કરી શકાતી નથી. ચાર ક્યા ક્યા છે ? એક ચીજ જે હું કાલે આપને કહી રહ્યો હતો – સાધના. સાધના અને ઉપાસના વાસ્તવમાં એક જ ચીજ છે. પણ ઉપાસના બદનામ થઈ ગઈ. તેને લોકોએ સસ્તું મનોરંજન બનાવી દીધી. એટલે મેં ઉપાસનાનું નામ બદલી નાંખ્યું અને તેને સાધના કહું છું. અસલમાં મારો મતલબ સાધના કરવાથી ઉપાસના કરવી એવો છે. ઉપાસના અને સાધના બંને એક ચીજ છે. ઉપાસના કોને કહે છે ? ઉપાસના અને સાધના નજીક બેસવાને કહે છે, પરંતુ નજીક બેસવા વિશે એક બીજી વાત આપે ધ્યાનમાં રાખવી પડશે. તે એ કે નજીક બેસવાનું શરીરનું નથી. શરીરનું નજીક બેસવાનું કેવું હોય છે ? મંદિરમાં પથ્થરનું એક રમકડું રાખેલું હોય છે અને આપણું પથ્થરનું શરીર એ પથ્થરની નજીક જઈને બેસે. આપ તો એને જ ઉપાસના સમજો છો ને કે ઉપાસના એટલે મંદિરમાં ભગવાન પાસે બેસવું. ભગવાન ક્યાં છે? એને તો રાખ્યા છે ચોકી પર અને તેની પાસે બેસવાને ઉપાસના કહે છે. ના બેટા ! એ ભગવાન સ્થૂળ છે, જે આપણી ચોકી પર રાખેલા છે અને આપણું આ શરીર પણ જે તેની પાસે બેઠું છે તે પણ સ્થૂળ છે. ઉપાસના સ્થળની વાત નથી. કારણ કે ઉપાસનામાં આપણે જે ભગવાનની પાસે બેસીએ છીએ એ ભગવાન ચેતન છે અને આપણો જીવાત્મા જે બેસે છે તે પણ ચેતન છે. ચેતનનું ચેતન સાથે બેસવું એ ઉપાસનાનો મૂળભૂત ઉદ્દેશ છે. આપણી ચેતના, આપણું ચિંતન, આપણી ભાવના જ્યારે ભગવાનની ચેતના સાથે, ભગવાનની ભાવના સાથે બેસે છે અને તેને વળગી પડે છે ત્યારે શું થાય છે ? એ આપણી ઉપાસના થાય છે. આ ઉપાસનામાં શક્તિ આવે છે, આનંદ આવે છે, રસ આવે છે. ઉપાસનામાં અનુભૂતિ થાય છે, મસ્તી આવે છે. ક્યારે ? જ્યારે આપણું અંતઃકરણ ભગવાનના અંતઃકરણ સાથે વળગી પડે છે ત્યારે.
વિધિ નહિ વિધા : બેટા ! મારી ઉપાસનાનો સાર એ જ છે કે મારું અંતઃકરણ ભગવાનના અંતઃકરણ સાથે કેવી રીતે વળગી શકે છે ? હું કેવી રીતે ઉપાસના કરું છું? હમણાં જે મેં બતાવ્યું, બેટા ! એ જ મારી ગાયત્રીમંત્રની ઉપાસના છે. ના સાહેબ ! આપ કોઈ બીજો મંત્ર કહેતા હશો. ગાયત્રીમંત્રમાં કોઈ બીજો બીજમંત્ર લગાવતા હશો. ના, હું બીજો કોઈ બીજમંત્ર નથી લગાવતો. જેમાં ચોવીસ અક્ષર છે અને ત્રણ વ્યાક્ષતિઓ છે એ જ ગાયત્રી મંત્ર છે. એ સિવાય હું બીજું કાંઈ નથી કરતો. તો પછી આપ અલગ વિધિથી કરતા હશો, જેનાથી આપને ચમત્કાર થતો હશે. બેટા, વિધિ નહિ, વિધા પૂછ કે એ કઈ હોય છે. વિધિ તો કર્મકાંડને કહીએ છીએ. ચીજોની આમતેમ હેરફેર કરવી, જીભથી અષ્ટપદં બકતા રહેવું અને હાથથી ચીજને આમતેમ કરતા રહેવું. હાથ આમ કરવો, તેમ કરવો, આમ વાળવો – આ શુંછે? આ બેટા, કલેવર છે. વાસ્તવમાં હું જે ઉપાસના કરતો રહ્યો છું એ એવી છે, જેમાં મારું અંતઃકરણ અને ભગવાનનું અંતઃકરણ કેવી રીતે એક થઈ જાય છે, આપને ઉદાહરણ આપીને બતાવું છું.
પ્રતિભાવો