AA-20 : વાતાવરણ ઇચ્છે છે ચિકિત્સા, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
વાતાવરણ ઈચ્છે છે ચિકિત્સા
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
કેવળ મિત્રો અને સંબંધીઓ જ ઢસડતા નથી, પરંતુ હવા પણ આપણને એ બાજુ લઈ જાય છે. આપણે બજારમાંથી જઈએ છીએ તો જગેજગા, કણેકણ આપણને એમ કહે છે કે આપે અનૈતિક બનવું જોઈએ. મોટી હવેલીને પૂછ્યું, કેમ બહેન ! આપ આટલાં મોટાં ઊભાં છો, તો આપની અંદર રહેનાર વ્યક્તિ ખૂબ મજા કરતી હશે ને ? અરે સાહેબ, પંડિતજી ! મોજ ઉડાવે છે. તેમની તિજોરીમાં રૂપિયા ભર્યા છે. તે હવેલીને ફરી અમે પૂછ્યું, તો પછી તમે અમને પણ મળી શકો છો મળી તો શકું છું, પણ આમાં રહેનાર લોકોએ જે રીત અજમાવી છે, તે જ રીત આપે પણ અજમાવવી પડશે. હું તમારી હવેલી પણ બની શકું. કઈ રીત અજમાવી ? તેણે બધી જ વાત કહી કે આ લોકોએ બદમાશીથી અને બેઈમાનીથી રૂપિયા ભેગા કર્યાં છે. અમે દરેક જગ્યાએ ગયા. આને પૂછ્યું, તેને પૂછ્યું, સાહેબને પૂછ્યું, કારકુનને પૂછ્યું, ઈન્કમટેક્ષવાળાને પણ પૂછ્યું કે ભાઈ સાહેબ !
આપનો શું મત છે? સૌએ કહ્યું, ગુરુજી ! જો આપ પ્રામાણિકતાથી ધન ભેગું કરવા માગતા હો, તો પેટ ભરવાલાયક રોટલી આપને મળી શકે છે. વધારે ગુજારો નથી થઈ શકતો. બધી બાજુએ આવું જ ગંદું વાતાવરણ છે. બેટા, આ વાતાવરણમાં શું થશે ?
પ્રતિભાવો