AA-20 : વિખરાવનું નિયોજન – સંયમ, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
વિખરાવનું નિયોજન – સંયમ
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
આ રીતે ઉપાસનાનું બીજું અંગ, બીજો અંશ છે – સ્વાધ્યાય. સ્વાધ્યાય અને સાધના બે વાતો થઈ ગઈ. એક બીજું અંગ રહી ગયું. તેનું નામ છે – સંયમ. સંયમનો શું અર્થ છે? બેટા, સંયમનો મતલબ એ છે કે આપણી તમામ શક્તિઓ વિખરાવમાં નષ્ટ થઈ જાય છે. જો આપણે વિખરાવને બંધ કરી લઈએ અને શક્તિઓને કેન્દ્રિત કરવાનું શરૂ કરી દઈએ, તો આપણી શક્તિઓનો સંગ્રહ જમા થઈ જાય છે. દારૂગોળાને જો આપણે ફેલાવી લઈએ અને દિવાસળી સળગાવીએ, તો તે ભખ કરતાંકને સળગી જશે. જો આ જ દારૂગોળાને એક કેન્દ્રમાં ભેગો કરી દઈએ, વિખરાવને રોકી દઈએ, બંદૂકની નળીમાં બંધ કરી લઈએ અને સામે નિશાન તરફ બંદૂક ચલાવીએ તો તે નિશાન તરફ સનનન કરતો જાય છે. કેન્દ્રીભૂત થોડોક દારૂગોળો નિશાન પર જઈને ગોળી મારે છે.
બિલા૨ી કાચ પર આપણે સૂર્યનાં કિરણોને એકત્રિત કરી દઈએ, તો શું નું શું થઈ જાય છે. આગ સળગવા લાગે છે અને આખેઆખાં ખેતર,-ખળાં, ઘર-આંગણાં બળીને રાખ કરી નાંખે છે. આમ તો આ જ તાપ ખેતર-ખળાં, ઘર – આંગણામાં કેટલોય વિખરાયેલો રહે છે, જે માત્ર પ્રકાશ જ આપે છે.કેન્દ્રીભૂત કરી દેવાથી એ જ તાપ કમાલ બતાવે છે. કેન્દ્રીભૂત કરવાનો શું મતલબ છે ? બેટા, કેન્દ્રીભૂત કરવાનો અમારો મતલબ સંયમ કરવાનો છે. સંયમ કોને કહે છે ? જે આપણા જીવનના વિખરાવ છે, જેના કારણે આપણે બધું ખોઈ નાંખ્યું છે, બધું ગુમાવી દીધું છે, જો આપણે આપણને કેન્દ્રીભૂત કરી દઈએ તો ચાળણીના કાણામાંથી જેવી રીતે આપણે આપણી ભીતર ભગવાને આપેલાં અનુદાનોને પૂરેપૂરાં ખોઈ નાંખીએ છીએ, તેને કેન્દ્રિત કરી શકીએ છીએ. એ છે સંયમ. એક માણસે ચાળણીમાં દૂધ દોહ્યું. ચાળણીનાં કાણામાંથી બધું જ દૂધ વહી ગયું, ઢોળાઈ ગયું, ફેલાઈ ગયું. જ્યારે ઉપાડ્યું તો જોયું હાથ ખાલી હતા, કપડાં ભીનાં થઈ ગયાં હતાં.
પ્રતિભાવો