GG-15 : યજ્ઞ પિતા અને ગાયત્રી માતાના અનુદાન-વરદાન-૦૨
August 7, 2022 Leave a comment
યજ્ઞ પિતા અને ગાયત્રી માતાના અનુદાન-વરદાન
અસીમ અનુદાન-વરદાન પ્રાપ્ત કરવા માટે દરેકે નીચે લખેલા દસ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ.
- ઓછામાં ઓછી દસ મિનિટ નિત્ય નિયમિત ગાયત્રી ઉપાસના કરવી.
- ઘરમાં આપણાથી મોટાનું નિયમિત અભિવાદન કરવું. .
- નાનાઓના સન્માનનું ધ્યાન રાખવું.
- પરિશ્રમશીલતાનો અભ્યાસ કરવો, કોઈપણ કામને નાનું ન સમજવું.
- નિયમિત સ્વાધ્યાય કરવો, જીવનને સાચી દિશા આપી શકે તેવું સત્સાહિત્ય ઓછામાં ઓછું એક કલાક દરરોજ જાતે વાંચવું અથવા સાંભળવું.
- સાદગીનું જીવન જીવવું. સદાય સામાન્ય ભારતીય સ્તરની રહેણી-કરણીને અનુરૂપ વિચાર તથા અભ્યાસ બનાવવા અને એમાં ગૌરવનો અનુભવ કરવો.
- . જ્ઞાન યજ્ઞ, સદ્વિચારોનો પ્રચાર-પ્રસાર વગેરે માટે યથા સંભવ પોતાની ક્ષમતા તથા પ્રતિભાને નિયોજિત કરવા.
- . પરિવારમાં સામૂહિક ઉપાસના, પ્રાર્થના, આરતી વગેરેનો ક્રમ પ્રારંભ કરવો.
- સમાજ પ્રત્યે તથા પોતાની જવાબદારીઓ પ્રત્યે જાગૃત રહેવું તથા પૂરી શક્તિ સાથે પોતાના કર્તવ્યોનું પાલન કરવું.
- સમાજમાં સત્પ્રવૃત્તિઓ વધારવા માટે થતા સામૂહિક પ્રયાસોમાં ઉત્સાહભેર યોગદાન કરવું.
પ્રતિભાવો