દેવરહા બાબાનાં દર્શન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૩
August 7, 2022 Leave a comment
દેવરહા બાબાનાં દર્શન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૩
એક દિવસ હું ગાયત્રી તપોભૂમિમાં ઓફિસનું કામ કરી રહ્યો હતો ત્યારે ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન શ્રી જગનપ્રસાદ રાવતજી મારી પાસે આવ્યા. મેં ચા-નાસ્તો મંગાવ્યો. વિદાય સંમેલનમાં ગુરુદેવ અમારો પરિચય કરાવી ચૂક્યા હતા. મારા કરતાં ઉંમરમાં પણ મોટા હતા. મને નામ દઈને જ બોલાવતા હતા. ચા પીને પછી એમણે કહ્યું કે લીલાપત ! હું દેવરા બાબાને ત્યાં જઈ રહ્યો છું, તારે આવવું હોય તો અમારી સાથે ચાલ. મેં કહ્યું, મિનિસ્ટરની સાથે જવા માટે કોને ઈચ્છા ન થાય ? હું ઝડપથી તૈયાર થઈ ગયો. દેવરહાબાબાનાં દર્શન કરવા ગયા. ત્યાં કેન્દ્રના પ્રધાન જગજીવન રામ અને બીજા એક-બે મિનિસ્ટર હતા. દર્શન માટે બધા ઊભા હતા. હું પણ રાવતજી સાથે દર્શન માટે ઊભો રહી ગયો. દેવરહા બાબાની ઝૂંપડી માંચડા પર હતી. તેમાંથી તે નીકળ્યા અને જનતાને ચારે તરફ જોવા લાગ્યા. ત્યાં પોલીસની વ્યવસ્થા હતી. ચારે તરફ જોયા પછી જ્યાં મિનિસ્ટર ઊભા હતા તે તરફ ઈશારો કર્યો. હું પણ તેમની સાથે હતો. પોલીસ જગજીવન રામ પાસે ગઈ, દેવરહા બાબાએ ના પાડી દીધી. પછી બીજા મિનિસ્ટરો પાસે ગઈ, બાબાએ ફરીથી ના પાડી દીધી. પછી મારી તરફ ઈશારો કર્યો, પોલીસ મારી પાસે આવી, એટલે બાબાએ હા પાડી. મને પોલીસ બાબા પાસે લઈ ગઈ. બાબા માંચડા પર હતા, હું નીચે ઊભો હતો. મેં બાબાને સાષ્ટાંગ દંડવત્ કર્યાં.
બાબાએ કહ્યું, બેટા ! શ્રીરામ અજ્ઞાતવાસ ચાલ્યા ગયા. મેં કહ્યું, હા, બાબા. ચાલ્યા ગયા. એમણે મને કહ્યું, બેટા ! એમનાં કાર્યોને સારી રીતે કરજે. મેં કહ્યું, અત્યારે એમનું કાર્ય બરાબર ચાલી રહ્યું છે. બાબા બોલ્યા, કોઈ મુશ્કેલી હોય તો મને બતાવજે. બેટા ! તે સાક્ષાત્ સવિતા છે. તું મિશનના કામને મન લગાવીને કરજે. મેં કહ્યું, બાબા ! બસ તમારા જેવા સંતોના આશીર્વાદ માટે જોઈએ. આનાથી મારાં કાર્ય જરૂર પૂર્ણ થશે જ. બાબાએ મને કહ્યું, તું માંચડા નીચે આવી જા. હું માંચડા નીચે ગયો, તેમાં એક કાણું હતું તેમાંથી બાબાએ પોતાનો પગ કાઢીને મારા માથા પર રાખ્યો. ઉપર જ ઝૂંપડી હતી. તેમાથી એક ચાદર લાવીને ઓઢાડી તથા ત્રણ ખોખાં ભરીને પતાસાં આપ્યાં ને કહ્યું, મારા આશીર્વાદ તારી સાથે છે. હું વિચારતો હતો કે મેં બાબાનાં દર્શન પહેલી વખત કર્યાં છે, પછી બાબાને કેવી રીતે ખબર પડી કે મારા મનમાં મોટો ભ્રમ છે. હું મિનિસ્ટરો પાસે પહોંચી ગયો. બાબાએ કહ્યું, હવે બધા મારી સાથે કીર્તન કરો. જનતા કીર્તન કરવા લાગી અને બાબા કીર્તન કરાવ્યા પછી પાછા ઝૂંપડીમાં જતા રહ્યા. જનતા પાછી આવી ગઈ. મેં મિનિસ્ટરોને પતાસાંનો પ્રસાદ આપ્યો. રાવતજીને સાથે લઈને હું તપોભૂમિ આવ્યો. અહીં આરતી ચાલતી હતી. અમે આરતીમાં બેસી ગયા. જપ કર્યા પછી બાબાએ ઓઢાડેલી ચાદર મેં ગાયત્રીમાતાનાં ચરણોમાં રાખી દીધી અને પતાસાં ધરાવીને આરતીમાં વહેંચાવી દીધાં. જ્યારે તપોભૂમિના ભાઈઓએ પૂછ્યું તો મેં બધી વાત તેઓને જણાવી. અમે બધા ભાઈઓ અચંબામાં પડી ગયા કે બાબાને મારી વાતની ખબર કેવી રીતે પડી ! જ્યારે ગુરુદેવ અજ્ઞાતવાસમાંથી આવ્યા અને અમે તેમને મળ્યા ત્યારે મેં તેમને દેવરહા બાબાની બધી વાત જણાવી. મેં પૂછ્યું, દેવરહા બાબાને મારી બાબતની ખબર કેવી રીતે પડી ? ગુરુદેવ બોલ્યા, બેટા ! સંતોને ચહેરા પરથી જ બધી ખબર પડી જાય છે. હું અને દેવરહા બાબા હિમાલયમાં ઘણા દિવસો રહ્યા. તે સંત છે, સંતને બધી જ ખબર પડી જાય છે, આ રીતે મેં ગુરુદેવ સાથે સંતોનાં દર્શન કર્યાં. કેટલીય વાર આનંદ સ્વામીનાં દર્શન કર્યા, વિનોબાજીનાં દર્શન કર્યાં અને મોટા મહારાજ ગુજરાતવાળાનાં પણ દર્શન કર્યાં.
પ્રતિભાવો