ગામડાંઓમાં પ્રચાર-પ્રસારનો કાર્યક્રમ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૨
August 7, 2022 Leave a comment
ગામડાંઓમાં પ્રચાર-પ્રસારનો કાર્યક્રમ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૨
ગુરુદેવના કહ્યા પ્રમાણે મેં પ્રવચન દ્વારા બધા ભાઈઓને નિર્દેશ આપ્યો. ગામેગામ જઈને પ્રવચન કરવું જોઈએ. સાક્ય લેખન, એક કુંડીય યજ્ઞ દ્વારા ગામના લોકો પાસે એક એક બુરાઈ છોડાવવી અને એક સારાંશ ગ્રહણ કરાવવો અને પ્રવચનમાં રામાયણના આધારે બતાવીએ સાસુ-વહુનો પ્રેમ, ભાઈ-ભાઈનો પ્રેમ, સમાજમાં લોકો કેટલા સમાજ સેવક હતા તે બધી વાતો ગીતા, રામાયણના ઋષિઓનો આધાર લઈ પ્રવચન કરવું. હું જ્યારે ચૂપ થઈ ગયો ત્યારે ડો. રતન સક્સેના ઊભા થઈ ગયા. ડો. રતન સક્સેના સતનાના રહેવાસી હતા. તેઓ બોલ્યા, પંડિતજી ! સ્ટેજ પરથી પ્રવચન કરવાનું જાણો છો. ગામડાંઓમાં જઈને જાતે બતાવો કે કાર્યક્રમ કેવી રીતે કરવાનો રહેશે ? હું તેમની વાત સાંભળી ચૂપ થઈ ગયો. હવે મેં શાંતિકુંજમાં જ સાયકલ શીખવાનું શરૂ કરી દીધું. સાંજે એક ક્લાક સાયકલ ચલાવવાનું શીખતો હતો. હું એક મહિના સુધી શાંતિકુંજમાં સાયકલ ચલાવવાનું શીખ્યો ત્યાં શિબિરો ચાલતી હતી તેમાં રહેવું મારા માટે અનિવાર્ય હતું.
જે પણ કાર્ય કરતા તેમાં જે ગુરુદેવ સાહિત્ય સ્ટોલ જરૂરથી લગાવડાવતા હતા. શાંતિકુંજમાં ગોષ્ઠિ લેતો હતો અને સાહિત્ય પણ સંભાળતો હતો. જ્યારે હું મથુરા આવ્યો ત્યારે મેં સાયકલયાત્રાનો પૂરો કાર્યક્રમ બનાવ્યો. સૌથી પહેલાં હું કાનપુર ગયો. ભાઈ શુક્લાજી, સેંગરજી અને પાંચ-છ ભાઈઓ હતા. બધા મારી સાથે કાનપુરથી સાયકલો પર યાત્રા કરવા આવ્યા. કાનપુરનાં ભાઈ-બહેનોએ ટોળીને ઉત્સાહપૂર્વક વિદાય આપી. લગભગ પાંચ દિવસનો કાર્યક્રમ બનાવ્યો. સાયકલો પર જ બિસ્તરો, ભોજનનો કાચો સામાન પણ હતો કેમ કે નવાં ગામડાંઓમાં કાર્યક્રમ હતો. જે દિવસે પહોંચતા એ દિવસે આખા ગામમાં દીવાલલેખન કરતા હતા અને એક ભાઈ ભોજન બનાવતા હતા. ભોજનનું કાર્ય મારા માથે હતું. રાત્રે પ્રવચન થતું હતું. એક કુંડીય યજ્ઞ પણ કરી લેતા હતા અને ગામના લોકો પાસેથી એક દુર્ગુણ છોડાવી એક સારાંશ ધારણ કરાવતા હતા. ભાઈ હરિપ્રસાદ શુક્લા ટોળી નાયક હતા. હું પણ તેમની આજ્ઞાનું પાલન કરતો હતો. આ રીતે ગામડાંઓનો સાયકલ કાર્યક્રમ બન્યો. લગભગ દસ-પંદર ગામડાંઓમાં ગયા. એક ગામમાં બધા જ ભાઈઓ દીવાલલેખન માટે ગયા હતા, હું ભોજન બનાવતો હતો. અમે જ્યાં રોકાયા હતા ત્યાં નજીક એક વૃદ્ધ માતાનું મકાન હતું. હું તેમની પાસે ગયો, તેમનાં ચરણસ્પર્શ કર્યાં. તેમણે કહ્યું, શું વાત છે બેટા ? મેં કહ્યું, માતાજી ! મારે ભોજન બનાવવું છે. આપ વાસણ આપો તો મોટી કૃપા થશે. માતાજીએ કહ્યું, તું કોણ છે ? મેં કહ્યું, માતાજી ! હું બ્રાહ્મણ છું. એમણે કહ્યું, તો તો વાસણ આપું છું અને એમણે દાળ બનાવવા માટે તપેલી, લોટ બાંધવા માટે થાળી આપી. કાચો સામાન મારી પાસે હતો. મેં કહ્યું, માતાજી ! થોડાં લાકડાં કે છાણાં આપો તો આગ પ્રગટાવી ભોજન બનાવી લઈશું. માતાજીએ કહ્યું, બેટા ! મારી પાસે લાકડાં નથી, અમે તો ખેતરનાં સૂકાં ડાળખાંઓથી ભોજન બનાવીએ છીએ. મેં પણ તેવાં લાકડાં વાપરીને કામ ચલાવ્યું. ગામના કેટલાક ભાઈઓ મને ભોજન બનાવતા જોઈ રહ્યા હતા. કેટલાક બોલ્યા, જુઓ ભાઈ! પેટ બહુ ખરાબ છે, બિચારો વૃદ્ધ ભોજન બનાવી રહ્યો છે. એમાંથી એક બોલ્યો, વૃદ્ધ ડોસા કાંઈ મફતમાં નહીં બનાવતા હોય, પૈસા લેતા હશે એટલે ભોજન બનાવી રહ્યા છે. હું તેમની વાતો સાંભળી રહ્યો હતો. જ્યારે હરિપ્રસાદ શુક્લા દીવાલલેખન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે એમણે પણ એ ગામલોકોની વાતો સાંભળી હતી. જ્યારે બધા ભાઈઓ ભોજન કરવા આવ્યા ત્યારે મેં જે મોટી મોટી રોટી બનાવી હતી તે એક એક આપી દીધી. બધાએ એક એક જ રોટી ખાધી. થોડીક વધી તે રાત માટે રાખી લીધી.
શુક્લાજી બોલ્યા, ભાઈ ! ગામલોકો શું કહેતા હતા ? મેં કહ્યું, એ લોકો કહેતા હતા કે ડોસા ભોજન બનાવે છે જુવાન લોકો ગામમાં ફરી રહ્યા છે, પેટ બહુ ખરાબ છે, નોકર છે, પગાર લેતા હશે. એટલે જ આવું કામ કરે છે. મેં આટલું કહ્યું એટલામાં બધા જોરજોરથી હસી પડ્યા. શુક્લાજીએ કહ્યું, હું આવતો હતો ત્યારે આ લોકો એવી જ વાતો કરતા હતા એટલે મેં પૂછ્યું, પરંતુ પંડિતજીએ જ બધું બતાવી દીધું. અમારી પાંચ-છ ભાઈઓની ટોળી હતી, ગામમાં જઈને કામ પણ કરતા હતા અને જ્યારે એકઠા થતા ત્યારે ખૂબ હસતા પણ હતા. બધા પોતપોતાની વાતો જણાવતા હતા. રાત્રે જ્યારે પ્રવચન થયું ત્યારે ભાઈ શુક્લાજીએ કહ્યું, આપ લોકોનો ભ્રમ છે. આ અમારા વ્યવસ્થાપક છે. એમના નિર્દેશનથી જ ટોળી બનાવીને નીકળ્યા છીએ. અમારા મોટાભાઈ છે. બધા ગામલોકોની સામે હું પણ સ્ટેજ પર બેઠો હતો.
ટોળીવાળા ભાઈઓએ મારાં ચરણસ્પર્શ કર્યાં, ગામલોકોને ખૂબ આશ્ચર્ય થયું કે વ્યવસ્થાપક હોવા છતાં રોટી બનાવે છે. જે મિશનમાં આવી ભાવનાશીલ વ્યક્તિઓ છે ત્યારે ગામેગામ જઈને દીવાલલેખન કરી રહ્યા છે અને બુરાઈઓ છોડાવી રહ્યા છે. એમ પણ જણાવ્યું કે આપ હરિદ્વાર અવશ્ય જજો. ગામલોકોએ કહ્યું, અમે તેમનાં દર્શન કરવા હરિદ્વાર જરૂર જઈશું. જેમના શિષ્ય આટલા સેવાભાવી છે એમના ગુરુનાં દર્શન તો કરવાં જ છે. આ રીતે અમે ગામેગામ ગયા. એક જગ્યાએ એક નાળું આવી ગયું. મારી સાથે જે ભાઈઓ હતા તેઓ નાળા પાસે અટકી ગયા. મારી સાયકલ પાછળ હતી. હું પહોંચ્યો એટલે સાયકલ ખભા પર ઊંચકીને નાળું પાર કરી લીધું. આ જોઈને બધા ભાઈઓમાં સાહસ આવી ગયું અને સાયકલો ખભા પર ઊંચકીને નાળું પાર કરી ગયા. નાળાની બીજી બાજુ આવી બધા હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, પંડિતજી નાળું તો શું સમુદ્ર પણ પાર કરાવી શકે છે, એવો પૂર્ણ વિશ્વાસ થઈ ગયો છે. બધા હસતા હસતા સાયકલ પર સવાર થઈ ગયા. પાંચ દિવસની યાત્રા દરમિયાન સ્વર્ગ જેવી સ્થિતિમાં રહ્યા, તે યાત્રા મને આજ સુધી યાદ આવે છે. શુક્લાજીએ યાત્રા દરમિયાન અમારો ફોટો પણ પાડ્યો હતો અને કાનપુર આવીને હરિદ્વાર ગુરુદેવને સમાચાર મોકલી દીધા કે પંડિતજી સાથે ગામડાંઓની યાત્રા કરી હતી. ત્યાર પછી હું ગુજરાત ગયો, ત્યાં પણ સાયકલ યાત્રા પર ગામડાંઓમાં ગયા. ત્યાં પણ ખૂબ હવા ફેલાઈ, બધી શાખાઓમાંથી સાયકલ યાત્રા કાઢીને ગામેગામ ગયા. એક કુંડીય યજ્ઞ કરીએ, દીવાલલેખન કરીએ, દુર્ગુણ છોડાવતા. આનો પ્રચાર આખા દેશમાં ફેલાઈ ગયો. એનું જ પરિણામ છે કે મિશન આટલું ફેલાઈ ગયું, ગુરુદેવ ગામેગામ યજ્ઞ ઈચ્છતા હતા. હવે સમય આવી ગયો છે આપણે ગામેગામ ટોળી બનાવીને નીકળીએ અને યજ્ઞ કરાવીએ, દીવાલલેખન કરીએ, દુર્ગુણ છોડાવીએ અને ગામમાં સંસ્કાર કરાવીએ. હવે તેઓ મોટાં મોટાં યજ્ઞ આયોજનો નથી ઈચ્છતા. તેમાં પ્રમાણમાં ખર્ચ ખૂબ થાય છે. જનતા પાસેથી ધન લઈએ છીએ અને આપતાં કશું નથી. એક દિવસ ગુરુદેવની પ્રેરણા આવી કે એમને હવે કુશળ એન્જિનિયરોની જરૂર છે. અત્યાર સુધી જે પણ કાર્યકર્તા છે તે બધા વાંસ-વળીઓ છે. મંડપ બનાવવાનું કાર્ય મજૂર પણ કરી શકે છે, પરંતુ ગુરુદેવ હવે છત બાંધવા માગે છે. એના માટે સાહસવાળા, આત્મબળવાળા કાર્યકર્તાઓની જરૂર છે જેઓ ત્યાગ કરી શકે, બલિદાન આપી શકે. ભીડની જરૂરિયાત બિલકુલ નથી. ભીડ ગંદકી ફેલાવે છે. હવે ભીડમાંથી કુશળ કાર્યકર્તાઓને અલગ કાઢવા છે. હવે ગામેગામ જઈને યજ્ઞ કરાવવા, સંસ્કાર કરાવવા, દુર્ગુણ છોડાવવા, દીવાલલેખન કરવાનું કાર્ય કરવું જોઈએ. હિંમતવાળા કાર્યકર્તાઓની જરૂરિયાત છે. પ્રત્યેક ઘરમાં ગાયત્રી માતાનું ચિત્ર, એક માળા, જપ કરાવવાનું શરૂ કરવું જોઈએ. હવે ગુરુદેવ ગામડાંઓનું નિર્માણ ઈચ્છે છે. એક લાખ ગામોમાં યજ્ઞ કરાવવાનું કામ, કાયમી શાખા ઊભી કરવાનું કામ ઈચ્છે છે. કુશળ એન્જિનિયરોની જરૂર છે. સમજદાર વ્યક્તિઓ થોડી જ પરંતુ ખૂબ કાર્ય કરી બતાવે છે. સમજદાર વ્યક્તિ એક જ સારી છે, ભૌડ કશું નથી કરી શકતી.
પ્રતિભાવો