GG-15 : યજ્ઞ વડે સ્વાસ્થ્ય સંવર્ધન અને રોગ નિવારણ-૧૨, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 7, 2022 Leave a comment
યજ્ઞ વડે સ્વાસ્થ્ય સંવર્ધન અને રોગ નિવારણ, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
બીજા દિવસે અમે ગુરુદેવને અનુગ્રહ કર્યો કે યજ્ઞ દ્વારા સારવાર કેવી રીતે થઈ શકે છે તે બાબતમાં પણ કૃપા કરી સમજાવો.
પૂજ્યવરે બતાવ્યું, ‘‘ભારતીય સંસ્કૃતિમાં બળવર્ધન પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. ગર્ભનાં બાળકથી માંડીને મૃત્યુ સુધી એના સ્વાસ્થ્ય અને પોષણનું બરાબર ધ્યાન રાખવામાં આવે છે. બ્રહ્મચર્ય આશ્રમનું વિધાન પત્ર આ દૃષ્ટિકોઝથી બનાવવામાં આવેલ કે ૨૫ વર્ષની ઉંમર સુધીમાં શરીરને દરેક પ્રકારે એટલું બળવાન બનાવી દેવામાં આવતું કે જીવનના અંત સુધી તે રોગ ગ્રસ્ત થઈ જ ન શકે. તેમ છતાં રોગ ઉત્પન્ન થઈ જ જાય તો એની ચિકિત્સાનું પણ વિધાન હતું. યજુર્વેદમાં, ચરકસંહિતામાં, આયુર્વેદશાસ્ત્રમાં સ્વાસ્થ્ય સંવર્ધન અને રોગ નિવારણ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી છે. લગભગ બધા રોગાના ઉપચારની વિધિ એમાં છે. ધૂમ્ર ચિકિત્સા (ધુમાડા દ્વારા સારવાર) એમાં તો એક વિશેષ ભાગ છે, જેમાં જુદી જુદી ઔષધિઓના ધુમાડાથી સારવાર કરવામાં આવે છે. વરાળથી પણ ઇલાજ થઈ શકે છે.
પરંતુ આ બધુ તો પછીથી, પહેલાં સ્વાસ્થ્ય સંવર્ધન પર ધ્યાન આપો. આપણા શાસ્ત્રોએ એના પર વિશેષ જોર દીધું છે અને એટલા માટે દૈનિક યજ્ઞનું વિધાન બનાવ્યું છે. એનાથી યજ્ઞ શાળામાં બેસનારા તથા આજુબાજુ રહેવાવાળાઓ પર સ્વસ્થ પ્રભાવ પડે છે. પક્ષીય ઉર્જાથી શરીર ગરમ થાય છે અને રક્ત સંચાર વધી જાય છે. એની સાથે યજ્ઞના ધુમાડાની ચાદર શરીરને ઢાંકી લે છે. આ પરિસ્થિતિમાં અનેક પૌષ્ટિક તથા સુગંધિત પદાર્થ શ્વાસ દ્વારા તથા લાખો રોમ છિદ્રો દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. ચિંતન, ચરિત્ર, આહાર-વિહારની પવિત્રતાની સાથે સાથે આ યજ્ઞોપચાર આગળ જતાં સર્વતોમુખી સુખ, શાંતિ તથા સ્વાસ્થ્યનો માર્ગ પ્રશસ્ત કરે છે. આ પ્રક્રિયાથી શરીરને પુષ્ટ બનાવીને એટલું બળવાન બનાવી લેવામાં આવે છે કે રોગનો પ્રભાવ જ ન પડી શકે.
એનું બીજું ચરણ એ છે કે રોગ ઉત્પન્ન થવાની શક્યતા પહેલાં જ એને રોકી લેવામાં આવે. આ પ્રયોજન પણ યજ્ઞીય ઉર્જા વડે પૂરું થઈ જાય છે. જ્યાં પક્ષીય તાપ શરીરની રોગ પ્રતિરોધક શક્તિને વધારે છે ત્યાં તે પક્ષથી પ્રભાવિત ક્ષેત્રના રોગના કિટાણુંઓને પણ ભસ્મ કરી નાંખે છે, કીટક, પતંગિયાઓને સમાપ્ત કરી દે છે.
“પુજ્યવર આ તો હિંસા થઈ. શું યજ્ઞ વડે આ રીતે કીટાણુઓ અને કીટક, પતંગિયાઓની હત્યા નથી થતી.” અમે પ્રશ્ન કર્યો.
ગુરુદેવ હસ્યા અને બોલ્યા, “અરે ના બેટા, આમાં હિંસા ક્યાં છે. ગીતામાં પણ ભગવાને સ્પષ્ટ કહ્યું છે “પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ’ સાધુ પ્રકૃતિના શ્રેષ્ઠ વ્યક્તિઓની સુરક્ષા તથા દુષ્ટ વ્યક્તિઓનનો નાશ કરવા માટે જ તેઓ સમય-સમય પર પૃથ્વી પર અવતાર લે છે. જ્યારે અસુર, પાપી, દુષ્ટ વ્યક્તિઓની હત્યા કરવી હિસા નથી તો રોગ ફેલાવવાવાળા કીટાણુઓ અને કીટક-પતંગિયાઓને પક્ષીય ઉર્જા વડે નષ્ટ કરવામાં હિસા કેવી રીતે થઈ.
‘એ તો ઠીક છે ગુરુદેવ, પરંતુ યજ્ઞના ધુમાડાથી તો રોગોના પૂરો બચાવ નથી થઈ શકતો. આજકાલ તો બાળકોના પેદા થવાની સાથે જ જાત-જાતની રસી કે ઈંજેક્શન મુકાવવાની પરંપરા છે.” અમે પોતાની વાત મૂકી.
“એ તો વિદેશી ઔષધિ વિજ્ઞાનની ભેટ છે જે પાછલા ત્રણસો ચારસો વર્ષોથી વિકસિત થયું છે, પરંતુ આપણે ત્યાં હજારો વર્ષોથી રોગ પ્રતિકારનું પીય વિજ્ઞાન વિધાન પ્રચલિત છે. આજકાલ જે રસી મૂકાવે છે તે પહેલા શરીરમાં હલકો રોગ પેદા કરે છે જેનાથી એ રોગ સામે લડવાની શક્તિ વિકસિત થઈ શકે. આ તો ઊલટી વાત થઈ કે ડાકૂ જોડે લડવા માટે ચોરને ઘેર રાખવામાં આવે. આનાથી શરીરમાં બીજા નુકસાન પણ થઈ શકે છે. યજ્ઞની ઉર્જા શરીરમાં પ્રવેશ કર્યા પછી ફક્ત રોગાણુઓને જ સમાપ્ત કરે છે. સ્વસ્થ કોષો પર એનો જરા પણ ખરાબ પ્રભાવ નથી પડતો તથા એનું પોષણ પણ થાય છે તથા દરેક પ્રકારના રોગાણુઓ સામે લડવાની શક્તિ વિકસિત થાય છે. આ ઉપાય હાનિકારક પણ છે. સસ્તો પણ છે અને સ્થાયી પણ છે. પરંતુ તને એ જાણીને આશ્ચર્ય થશે કે આજે રસી મૂકાવાની પદ્ધતિ છે તેની શોધ યજ્ઞથી જ થઈ છે.”
“એ કેવી રીતે ગુરુદેવ.”
‘લંડનમાં એકવાર એક ભયંકર રોગ ફેલાઈ ગયો. બધા ચિકિત્સકો એ રોગના કિટાણુઓને સમાપ્ત કરનારી દવા શોધવાના પ્રયોગના કાર્યમાં લાગી ગયા, પરંતુ લાખ પ્રયત્ન કરવા છતાં પણ સફળતા નહોતી મળતી. કોઈપણ દવા અસર કરતી નહોતી. એક ડૉક્ટર પોતાના ધરની પ્રયોગશાળાના કાર્યમાં વ્યસ્ત હતા. સફળતા ન મળવાથી હતાશ થઈ રહ્યાં હતાં. થાકીને એમણે પોતાની પત્નીને ચા લઈ આવવા કહ્યું અને ઢીલા થઈને ખુરશી પર બેસીને સિગારેટ ફૂંકવા લાગ્યા. પત્નીએ ચા લાવીને મૂકી દીધી. ડૉક્ટર સિગારેટને એશટ્રેમાં મૂકી દીધી અને ચા પીધી તો ખાંડ થોડી ઓછી લાગી. એમના કહેવા પર પત્નીએ વધારે ખાંડ લાવીને ચામાં નાંખી દીધી. પરંતુ ખાંડ નાંખતી વખતે ખાંડના થોડાક દાણા સળગતી સિગારેટ પર પડયા. ખાંડ બળવાની ગંધ જરૂર આવી પરંતુ તે તરફ કોઈએ ધ્યાન ન આપ્યું. ચા પીને ડૉક્ટરે ફરીથી પ્રયોગ ચાલુ કર્યો તો એ યંત્રમાં જોઈને હેરાન થઈ ગયા કે બધા કિટાણૢ મરી ચૂક્યા હતા. એ વિચારમગ્ન થઈ ગયા કે વગર કોઈ દવાએ આ કેવી રીતે સંભવ થયું. ત્યારે એમને ખાંડ ભળવાની ઘટના યાદ આવી. એમણે ફરીથી જીવીત કીટાણુઓ લઈને અને અગ્નિમાં ખાંડ નાંખીને એના ધુમાડાનો પ્રભાવ જોયો તો કીટાણૢ ફરીથી ધુમાડામાં મરી ગયા. આ રીતે યજ્ઞાગ્નિમાં જે સામગ્રી તથા ખાદ્ય પદાર્થ નાંખવામાં આવે છે એના ગેસનો પ્રભાવ રોગના કિટાણુઓ પર વ્યાપકરૂપે પડે છે.”
ગુરુદેવે વર્ષો પહેલાં પોતાની ચર્ચામાં જે વાતો કહી હતી તેની સત્યતા બરાબર અમારી પાસે આવતી રહી છે. હમણાં થોડા સમય પહેલાં જ સુરતમાં પ્લેગની બીમારી ફેલાઈ હતી ત્યારે આખા સંસારમાં ઘહાકાર મચી ગયો હતો. પરંતુ એ રોગથી બચવા માટે ત્યાં હજારો ઘરોમાં કેટલાય દિવસ સુધી યજ્ઞ કરવામાં આવ્યા હ્તા. એ યજ્ઞના પ્રભાવથી જલ્દીથી રોગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સેંકડો ક્વિન્ટલ ઇવન સામગ્રી તો ગાયત્રી તપોભૂમિ પરથી જ ગઈ હતી.)
“યજ્ઞથી રોગ પર કાબૂ મેળવવાની વાત તો અમારી સમજમાં આવી ગઈ, પરંતુ એનાથી ઇલાજ કેવી રીતે થાય છે ? બીમારીમાં તો ગોળી, ક્રેપ્સુલ કે ઇન્જેક્શન વિના કામ નથી ચાલતું.” અમે પૂછ્યું. “ચાલે છે, કામ ચાલે છે અને ખૂબ સારી રીતે ચાલે છે.” ગુરુદેવે બતાવ્યું.‘રોગ થાય ત્યારે શરીરમાં ઔષધિ પહોંચાડવાની હોય છે. દવા, ગોળી, ચૂર્ણ, ઈંજેક્શન વગેરે અનેક પાઘ્યમોથી આ કાર્ય થાય છે. મોંઢા વડે દવાને શરીરમાં મોકલવાથી એનો પ્રભાવ મોડેથી પડે છે, જ્યારે જેકશન વડે સીધી લોહીમાં દવા પહોંચાડીને જલ્દીથી આખા શરીરમાં ફેલાઈ જાય છે. આનાથી પણ વધુ પ્રભાવી ઉપાય છે સીધું શ્વાસ દ્વારા શરીરમાં જઈને અસર કરવી. ગંભીર રોગીને ઑક્સિજનની નળી સીધી નાકમાં લગાવી દે છે કે નહીં ? યજ્ઞથી પણ આમ જ થાય છે.
હવનમાં સ્વાસ્થ્ય સંવર્ધન અને રોગ નિવારણની જે અદ્ભુત શક્તિ છે એનો આધાર એ જ છે કે ઉપર્યુક્ત પદાર્થોને યજ્ઞાગ્નિમાં વાયુભૂત બનાવીને એનો પ્રભાવ અનેક ગણો વધારે કરી દેવામાં આવે છે. વાયુરૂપ બનેલી ઔષધિઓ જેટલું કામ કરે છે એટલું તેને ખાવાપીવાથી નથી કરી શકતી. રોગ નિવારણની સાથે દુર્બળ શરીરને બળવાન બનાવવા માટે પૌષ્ટિક આહારની પણ આવશ્યક્તા રહે છે પરંતુ નબળા પેટવાળા એને હજમ કેવી રીતે કરે, રોગી વ્યક્તિની પાચન ક્રિયા મંદ પડી જાય છે અને હલકા ભોજન પણ નથી પચાવી શકતા તો પછી પૌષ્ટિક ભોજન કેવી રીતે હજમ થાય. યજ્ઞમાં એનું પણ સમાધાન છે. હવન કરેલા પૌષ્ટિક પદાર્થો વાયુભૂત થઈને નાક, મોં તથા વાળના છિદ્રો દ્વારા શરીરમાં પ્રવેશ કરીને ઉત્તમ ફળ આપે છે.
તે બુહારી બાબાનો કિસ્સો સાંભળ્યો છે ? તેઓ કોઈ પ્રકારનું ભોજન નથી ખાતા, ફક્ત પ્રાણવાયુના સહારે જ સ્વસ્થ જીવન જીવતા હતા. એમની ઉંમર પણ ઘણી થઈ ગઈ હતી. સ્વામી રામતીર્થ જ્યારે વિદેશોમાં એમની બાબતમાં બતાવ્યું તો કોઈને વિશ્વાસ ન બેઠો. ત્યાંથી વિશેષજ્ઞોની એક ટુકડીએ આવીને દરેક રીતે તપાસ કરી તો આ વાત સત્ય સાબિત થઈ. બુહારી બાબાએ એમને બતાવ્યું કે વાયુમંડળમાં બધા પૌષ્ટિક તત્ત્વ વિદ્યમાન હોય છે. કોઈપણ વ્યક્તિ સાધનાથી એવી શક્તિ પ્રાપ્ત કરી શકે છે કે એ તત્ત્વોને શ્વાસ દ્વારા શરીરમાં ખેંચી લે. આ તત્ત્વો યજ્ઞ વડે નીકળતા ધુમાડાઓમાં હોય છે, જે ખાદ્ય પદાર્થ યજ્ઞમાં હોમવામાં આવે છે તે બધા પક્ષીય વાયુમાં હાજર હોય છે.
જૂના ઘા પણ યક્ષીય ઉર્જા તથા ધુમાડાથી જલ્દી સુકાઈ જાય છે કારણ કે રોગના કીટાણુઓનો નાશ થઈ જવાથી રસી બનવાની બંધ થઈ જાય છે. શરીરની અંદર કે બહાર જ્યાં પણ નાના કે મોટા જખ્મોને કારણે પાપરિયા, નાસુર, દમ, કેન્સર, સંગ્રહણી, શરદી વગેરે રોગો થાય છે તેને સુકાવવામાં હવનનો વાયું બહુ જ લભદાયક થાય છે. હવનનો વાયુ સડવાનું અટકાવે છે અને કોઈપણ પ્રકારે દુષ્પ્રભાવ પણ નથી પડવા દેતો. જ્યારે અંગ્રેજી દવાઓ પોતાના કુપ્રભાવથી અન્ય ઘણા રોગોને જન્મ આપે છે.
શારીરિક રોગોનું જ નહીં, માનસિક રોગોના નિવારણ માટે પણ યજ્ઞના ધુમાડામાં અપૂર્વ ક્ષમતા છે. કામ, ક્રોધ, મોહ, મદ, ઇર્ષ્યા, દ્રેષ, કાયરતા, કામુક્તા, આળસ, પ્રમાદ, ગાંડપણ, ઉદ્વેગ, આવેશ, શંકા, અવિશ્વાસ, અહંકાર, નિરાશા, વિસ્મૃતિ વગેરે અનેક મનોવિકારોની ચિકિત્સા વન વડે જ સંભવ છે. એલોપથી કે અન્ય કોઈપણ ઉપાયોથી આ ઠીક નથી થઈ શકતા. આવા રોગો માટે યજ્ઞ જ એકમાત્ર વિશ્વસનીય પદ્ધતિ છે.
હવે તો તું સમજી ગયો હોઈશ કે યજ્ઞમાં બળવર્ધન અને રોગ નિવારણની અદ્ભુત શક્તિ છે. ‘હા ગુરુદેવ આ બધુ તો અમે સમજી ગયા. આજે તો અનેક ભ્રાંતિઓ દૂર થઈ ગઈ છે,” અમે નિવેદન કર્યું. ‘‘સારું તો બાકી આવતી કાલે બતાવીશું.”
પ્રતિભાવો