GG-15 : સંગતિકરણ – સામૂહિકતા ૦૮, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 7, 2022 Leave a comment
સંગતિકરણ – સામૂહિકતા, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
પૂજ્યવરને અમે કહ્યું, દેવપૂજન, ત્યાગ, બલિદાન અને શ્રમનું મહત્ત્વ તો અમારી સમજમાં સારી રીતે આવી ગયું. યજ્ઞનો એક અર્થ આપે સંગતિકરણ પણ બતાવ્યો હતો, એનું શું તાત્પર્ય છે, કૃપા કરી સમજાવો, ”
“જો બેટા, યજ્ઞ સામૂહિકતાનું પ્રતીક છે. અન્ય ઉપાસના કે ધાર્મિક કર્મકાંડ એકલા પણ કરી શકાય છે. ઘરમાં બધા ઊંઘતા હોય ત્યારે તમે સવારે ત્રણ વાગે ઉઠીને બે કલાક જાપ કરી લો તો કોઈને ખબર પણ નહી પડે. પરંતુ પક્ષ માટે તો ધણા બધા લોકોનો સહયોગ લેવો પડે છે. યજ્ઞનો પ્રભાવ ફક્ત પરિવારમાં જ નહીં, પાડોશીઓ તથા વ્યાપક ક્ષેત્રમાં પણ પડે છે. આ જ સંગતિકરણ છે. જેમાં બધા સંગઠિત થઈને કાર્ય કરે છે. યજ્ઞ આયોજનથી સામૂહિકતા, સહ્કારિતા અને એક્ત્તાની ભાવના વિકસિત થાય છે.
પ્રત્યેક શુભ કાર્ય, પ્રત્યેક પર્વ-તહેવાર, ષોડશ સંસ્કાર બધા જ યજ્ઞની સાથે જ સંપન્ન થાય છે. એ ભારતીય સંસ્કૃતિના પિતા છે. યજ્ઞ ભારતની એક માન્ય તથા પ્રાચીનતમ વૈદિક ઉપાસના છે. ધાર્મિક તથા ભાવનાત્મક એકતા લાવવા માટે આવા આયોજનોનો સર્વમાન્ય આશ્રય લેવો દરેક પ્રકારે દૂરદર્શિતાપૂર્ણ છે. યજ્ઞનું વિધિવિધાન જાણી લેવાથી તથા એનો ઉદ્દેશ્ય પ્રયોજન સમજી લેવાથી જ બધા ધાર્મિક આયોજનોની મૂળ આવશ્યક્તા પૂરી થઈ શકે છે. આજે આપણા તહેવારોમાં જે વિકૃતિ આવી ગઈ છે એનું મુખ્ય કારણ આ જ છે કે યજ્ઞની આ સંગતિકરણ સામૂહિકતાની ભાવનાને આપણે ભૂલી ગયા છીએ. હોળી, દિવાળી, દશેરા તથા શ્રાવણી (રક્ષા બંધન) આપણી ચારેય વર્ગોના મુખ્ય તહેવારો હતા જે આ જ યક્ષીય સંગતિકરણના, સામૂહિકાતના શિક્ષણ વડે સમાજને જાગૃત કરવા માટે નિશ્ચિત કરવામાં આવ્યા હતા.
હોળીનો તહેવાર શ્રમિક વર્ગની એકતાનો, સમાજના સામૂહિક યજ્ઞનો જ પ્રતીક છે. નાના-મોટા, ઊંચ-નીચ, અમીર ગરીબ બધા જ એક સાથે, એક જ જગ્યાએ યજ્ઞમાં ભાગ લેતા હતા અને ભેટતા હતા. આ પક્ષમાં પોતાની ખરાબ આદતો, કુસંસ્કારની આહુતિઓ આપતા હતા. અંદરોઅંદરની લડાઈ, ઝઘડા, ક્રોધ, વૈમનસ્ય વગેરે બધું જ આ હોળિકા યજ્ઞની જવાળાઓમાં ભસ્મ કરી દેતા હતા. પરંતુ આજે તો આપણે આ બધું ભૂલતા જઈએ છીએ અને હોળીને ભાઈચારાનો તહેવાર ન માનીને ફક્ત એક્બીજાના મોંઢા કાળા કરવાનો જ તહેવાર સમજી બેઠા છીએ. ન જાણે ક્યાં ક્યાંથી રંગ, ઓઇલ પેંટ, ચારકોલ લાવીને એકબીજાના મોંઢા પર ચોપડે છે કે એને દૂર કરવાનું પણ મુશ્કેલ બની જાય છે. આનાથી અનેક પ્રકારના ચર્મરોગોનો જન્મ થાય છે તે તો અલગ.
દિવાળી વૈશ્ય વર્ગનો તહેવાર છે, દીપયજ્ઞ છે. આ દિવસે વેપારી વર્ગના લોકો ભેગા બેસીને વિચાર વિમર્શ કરતા હતા કે કઈ રીતે આખા સમાજની ઉન્નતિ માટે વેપારનું સંચાલન થવું જોઈએ. ન કોઈ વધારે નફો લે અને ન તો બિનજરૂરી ખર્ચ થાય. આજે આ ભાવના તો સંપૂર્ણ અદૃશ્ય થઈ ગઈ છે. દરેક એકાકી વેપાર કરીને સમાજને વધુને વધુ લૂંટવાનો પ્રયાસ કરે છે. લાખો કરોડો રૂપિયા હાનિકારક ચીજવસ્તુઓની જાહેરાતોમાં જ ખર્ચી નાંખે છે. શરાબ, જુગાર, લોટરી વગેરેની જાહેરાતોની ચારે તરફ બોલબાલા છે. આ બધાનો કેટલો ખરાબ પ્રભાવ સમાજ પર પડી રહ્યો છે એ તરફથી વેપારીઓ આંખો બંધ કરી લે છે. એમને ફક્ત પૈસા જ દેખાય છે. ભલેને એનાથી એનું પોતાનું સ્વાસ્થ્ય બગડી જાય અને બાળકો પણ સ્વચ્છંદી બની જાય. થોડા સમય માટેની પૈસાની ઝગમગ અને મોજ-મસ્તી આગળ એમને પોતાની ચારેય તરફ ફેલાયેલી અશિક્ષા, અજ્ઞાન, ગરીબી, ભુખમરો કશું જ દેખાતું નથી, સમાજ પ્રત્યે તેઓ પોતાનું કર્તવ્ય નથી સમજતા.
એ રીતે દશેરા ક્ષત્રિય વર્ગનો તહેવાર હતો. સમાજની રક્ષાની જવાબદારી એમના ખભા પર હતી, જેવી રીતે છત્રી તડકા કે વરસાદની સામે આપણી રક્ષા કરે છે તેવી રીતે ક્ષત્રિય વર્ગ પણ દરેક સંકટ સામે સમાજનું રક્ષણ કરતો હતો. પોતાના અસ્ત્ર-શસ્ત્રને સાફ કરતા હતા જેથી જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ થઈ શકે. રામલીલા તથા અન્ય વીરતા પ્રેરક નાટકો, પ્રદર્શનો તથા સરઘસોના માધ્યમથી સમાજમાં વીરતા તથા સુરક્ષાની ભાવનામાં વધારો કરતા હતા. પરંતુ આજે તો જેને ફાવે તે સડકો પર હથિયાર લઈને ફરે છે અને સમાજ પર પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. ગરીબ તથા સીધા-સાદા લોકોને ડરાવી ધમકાવી પોતાનો ઉદ્દેશ્ય પાર પાડી લે છે. આપણા દેશ કોડી રાજનેતાઓની કૃપાથી તો હવે દેશમાં ગેરકાયદેસર હથિયારો ખૂબ છૂટથી મળવા લાગ્યા છે. વિદેશમાંથી પણ ચોરી છુપીથી થિયારો લવાઈ રહ્યાં છે, શું આ બધું સમાજની સુરક્ષા માટે છે ? ના, ક્યારેય નહીં, આ તો ફક્ત પોતાની દાદાગીરી, ગુંડાગીરી ચમકાવવાના સાધન બની ગયા છે. દશેરાની પત્તીય ભાવના સંગતિકરણ, સામૂહિકતા ક્યાંય દેખાતી જ નથી.
શ્રાવણી તો બ્રાહ્મણ વર્ગનો મુખ્ય તહેવાર હતો. એ દિવસે બ્રાહ્મણ અથવા શ્રેષ્ઠ કર્મ કરવાવાળા વ્યક્તિ આખા સમાજમાં શ્રેષ્ઠ વિચારોને ફેલાવવાનું કાર્ય કરતા હતા. બધાને જ્ઞાન, દિશા તથા પ્રકાશ આપતા હતા. સમાજમાં વ્યાપ્ત દરેક પ્રકારની બદીઓને દૂર કરવાનો માર્ગ દેખાડતા હતા, સમજાવતા હતા અને દરેક પ્રકારે સર્વે ભવન્તુ સુખિનઃ”ની ભાવનાઓમાં સુધારો-વધારો કરતા હતા. પરંતુ આજે તો તેઓ જ બ્રાહ્મણ બની બેઠા છે જેઓએ બ્રાહ્મણ કુળમાં જન્મ લઈ લીધો છે પરંતુ આવડતમાં કાળા અક્ષર ભેંસ બરાબર કેમ ન હોય ? જેઓ ધર્મના નામે રત્તી ભર પણ જ્ઞાન નથી ધરાવતા તથા રત્તીભર પણ કામ નથી કરતા, જનતાને નશા વગેરે ખરાબ વાતો શિખવાડે છે. એવા લોકો બ્રાહ્મણ બની બેઠા છે, પંડિતજી કહેવડાવે છે. આવા ધુતારાઓને તો ફક્ત માલ પડાવવાથી જ મતલબ હોય છે, કોઈ મરે કે જીવે, બસ, તેઓને પૌષ્ટિક માલ ખવડાવતા રહે. ‘ખાવાનું ખાય. પંડિતજી અને સ્વર્ગ જાય યજમાન એ કેવી સ્વાર્થી ધર્મ છે. આપણા સત્ય સનાતન ધર્મમાં ખરાબી જ એટલા માટે આવી ગઈ છે કે પાખંડી બ્રાહ્મણોએ એને કમાણીનું સાધન બનાવી દીધું છે, જ્યાં સુધી ઘેરઘેર આપણે નિર્લેપ અને નિઃસ્વાર્થ ભાવથી ધર્મની તર્કસંગતતા તથા વિજ્ઞાન સંમત વિચારસરણીને નહીં ફેલાવીએ, યજ્ઞનું સાચું સ્વરૂપ લોકોની સમજમાં નહીં આવી શકે.
બેટા પહેલા આ સામુહિક્તાની ભાવના અત્યંત પ્રબળ હતી, પરિવારમાં બધા લોકો એક સાથે રહેતા હતા, આખો મહોલ્લો, કુટુંબ સુખ-દુઃખમાં મદદરૂપ થતું હતું. પરંતુ આજે તો દરેક વ્યક્તિ એકલા રહેવાનું પસંદ કરે છે. અમે બે, અમારા બે’નું સૂત્ર તો પરિવાર કલ્યાણ માટે આપવામાં આવ્યું હતું પરંતુ તેની આડમાં લોકોએ મા-બાપ, ભાઈ-બહેન બધાને દૂર ફેંકી દીધા છે, બસ પતિ-પત્ની અને બાળકો. બાળકોનો પણ કોઈ હિસાબ નથી, બે, ચાર, છ, આઠ રોકવાનું નામ જ નથી લેતા. કોઈ જવાબદારી નહીં, કોઈ વારસાગત બોજ નહીં, બસ પોતાના મોજશોખથી જ મતલબ, બીજા કોઈની બાબતમાં વિચારવાનો સમય જ નથી. અરે આપણી ચારે તરફ કાંઈ નહીં તો પશુપક્ષીઓને તો જુઓ. તેઓ કેવી રીતે રહે છે. જંગલોમાં ઉછળતાં કુદતાં હરણોના ઝૂંડ, ગોચરમાં સાથે-સાથે ચરતી ગાયો-ભેંસો, રસ્તા ઉપર એક સાથે અવાજ કરતાં ઘેટાં-બકરાનું સરઘસ, આકાશમાં ઉડતાં પક્ષીઓની પંક્તિઓ, બધું કેટલું સુંદર લાગે છે. કિડી-મકોડાની સંગઠનાત્મક શક્તિ જુઓ. એક એક જ હરોળમાં સૈનિકોની માફક ચાલતા હોય છે. મોટા-મોટા જીવડાંઓને પણ બધા ભેગા મળી દૂર સુધી ખેંચી જાય છે. મધમાખીઓને જુઓ, હજારો-લાખોની સંખ્યામાં એક સાથે એક જ ઘરમાં રહે છે અને સંપીને શ્રમ કરતી રહે છે.”
પૂજ્યવરની વાતો સાંભળીને મને પણ એક ઘટના યાદ આવી ગઈ. પહેલા હું ગાયત્રી તપોભૂમિ પાસે રેલવે લાઇન સુધી ફરવા માટે જતો હતો. એક દિવસ રસ્તામાં એક સાપને ટેકરા ઉપર આળોટતો ધસડાતો જોયો. એ ભયંકર વિષધરને જોઇને હું તો ગભરાઈને પાછો આવ્યો. બીજા દિવસે ગયો જ નહીં. ત્રીજા દિવસે ગયો તો જોયું કે ટેકરા પર મરેલો સાપ પડ્યો છે. અને એના શરીરને હજારો કીડીઓ ખાઈ રહી છે. એ સાપ કદાચ ભૂલથી કીડીઓના દર પાસેથી પસાર થયો હતો. કીડીઓએ સંગઠિત થઈને એના પર હુમલો કરી દીધો અને કરડી-કરડીને એની જીવનલીલા સમાપ્ત કરી દીધી.
ગુરુદેવને મેં આ ઘટના સંભળાવી તો બોલ્યા, ‘‘આ એ કીડીઓની યજ્ઞ ભાવનાનું જ પરિણામ છે. જ્યાં સુધી સંગતિકરણ, સામુહિતા, એકતાના મહત્ત્વને નહી સમજો કોઈપણ લાભ થવાનો નથી. ભૌતિક સુખ-સાધન ભલેને વધી જાય, રૂપિયા પૈસા આવી જાય. સોના-ચાંદીનો ઢગલો થઈ જાય પરંતુ એકલા એનો ઉપયોગ કરવો પણ સંભવ નથી. બધી મહેનત એ બધાની સુરક્ષા કરવામાં જ લાગી જાય છે. જ્યારે કે બધા સાથે હળીમળીને વહેંચીને ખાવા-પીવામાં જે આનંદ છે એના તો વખાણ જ નથી થઈ શકતા.’’
પ્રતિભાવો