GG-15 : શ્રમ પણ યજ્ઞ જ છે, ૦૭ યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 7, 2022 Leave a comment
શ્રમ પણ યજ્ઞ જ છે, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
બીજા દિવસે યજ્ઞ પછી અમે ફરીથી ગુરુદેવને નિવેદન કર્યું. ‘કાલે તો આપે યજ્ઞીય ભાવનાની અત્યંત સુંદર વ્યાખ્યા કરી હતી. હું તો બરાબર એના પર ચિંતન કરતો રહ્યો. કૃપા કરી વધુ બતાવો.
“હા, હા, મારે પોતાને તને વિસ્તારથી સમજાવવું છે જેથી જનસાધારણને અને વિશેષ રૂપથી બાળકોને સાચી દિશા મળી શકે. બેટા, યજ્ઞથી આપણને અનેક પ્રકારની પ્રેરણાઓ મળે છે. જ્યારે આપણે યજ્ઞમાં બેસીએ છીએ ત્યારે આપણું શરીર ગરમ થઈ જાય છે એનો અર્થ એ છે કે આપણે ગરમ (સક્રિય) જીવન જીવવું જોઈએ, અર્થાત્ શ્રમશીલ બનવું જોઈએ. બેટા જે ઘરમાં બધા લોકો શ્રમ કરે છે તે પરિવાર, સદા સુખી રહે છે. જે દેશના નાગરિક ખૂબ શ્રમ કરે છે તે દેશ પણ ચારે દિશાઓમાં પ્રગતિ કરે છે. શ્રમદાન સર્વશ્રેષ્ઠ દાન છે પોતાના માટે પણ અને સમાજ માટે પણ. ક્યારેક આપણા દેશમાં સ્ત્રી, પુરુષ, બાળકો બધા ખૂબ મહેનત કરતા હતા, શ્રમ દેવતાની પૂજા થતી હતી. લોકો સુખી, સંતુષ્ટ તથા સમ્રાટ હતા. ભારત વર્ષને સોનાનું પંખી કહેવામાં આવતું હતું. પરંતુ આજે આપણી જે દુર્દશા થઈ રહી છે એનું કારણ તો સ્પષ્ટ જ છે. કામચોરી, હરામખોરી, આળસ, પ્રમાદ આપણા ચરિત્રમાં ઘુસી ગયા છે. લોકો વિચારવા લાગે છે.
અજગર કરે ન ચાકરી પંછી કરે ન કામ, દાસ મલૂકા કહ ગયે, સબકે દાતા રામ.
પરંતુ આ દ્રષ્ટિકોણ તો ઠીક નથી. મલૂકદાસે તો વ્યંગમાં આ વાત કહી થી અને લોકો એને જ બહાનું બનાવીને શ્રમ કરવામાંથી છટકવા લાગ્યા. આજે અન્ય દેશોને જુઓ તો આ શ્રમ પાના બળ ઉપર જ ખૂબ ઝડપી પ્રગતિ કરી રહ્યા છે. ત્યાં બધા મન લગાવીને ખૂબ મહેનત કરે છે. કોઈપણ કોઈ દેવતાની આગળ ન તો આળોટે છે, ન હાથ ફેલાવે છે. બેટા, લાલબહાદુર શાસ્ત્રીને તો તમે જોયા જ છે. તેઓ ભારતના પ્રધાનમંત્રી હતા, પરંતુ પોતાના ઓરડાની સફાઈ પોતે જ કરતા હતા. સંત વિનોબાભાવે પોતાના આશ્રમના ઊંડા કૂવામાંથી જાતે પાણી કાઢીને ફૂલ ઝાડને સીંચતા હતા. સ્વામી રામતીર્થ એક વખત ધર્મ પ્રચાર કરતાં કરતાં જાપાન પહોંચ્યા અને એક ઉદ્યોગપતિને ત્યાં રોકાયા. સાંજે તેમના પ્રવચનનો કાર્યક્રમ નક્કી થયો. દિવસે તે ઉદ્યોગપતિની ફેકટરી જોવા ગયા. જ્યાં હજારો વ્યક્તિ કામ કરી રહી હતી. એમણે આખી ફેકટરીમાં ચક્કર લગાવ્યું, એક એક મશનની નજીક જઈને જોયું. એમને એ જોઈને મોટું આશ્ચર્ય થયું પ્રત્યેક કર્મચારી પૂરી લગન સાથે પોતાના કાર્યમાં મગ્ન હતો. કોઈએ પણ તેમની તરફ ધ્યાન જ ન આપ્યું, નજીક જાય ત્યારે તેમની તરફ જોઈ લેતા અથવા કશું પૂછવામાં આવે તો નમ્રતાપૂર્વક જવાબ આપીને પોતાના કામમાં જરાપણ રૂકાવટ આવવા દેતા નહોતા, સાંજે કાર્ય સમાપ્ત કરીને તેઓ પોતાના ઘેર પહોંચ્યા અને નાહી ધોઈને પરિવાર સાથે ખાવા-પીવામાં, નાચ ગાનમાં મસ્ત થઈ ગયા. આખો દિવસ તનતોડ મહેનત કર્યા પછી આ પ્રકારના મનોરંજન વડે એકદમ તાજામાજા થઈ ગયા.
રાત્રિના પ્રવચનમાં એ ખુશખુશાલ જાપાનીઓને સંબોધિત કરતા સ્વામી રામતીર્થે કહ્યું, “ભાઈઓ, મને અહીંયા ધર્મનો પ્રચાર કરવાનું કહેવામાં આવ્યુ છે પરંતુ મેં જોયું કે અહીંયા દરેક વ્યક્તિ પૂરી રીતે છે. ધાર્મિક ધર્મ શું છે ? જીવન યજ્ઞમાં પોતાની આહુતિ આપવી અને આ આહુતિ શ્રમ દ્વારા જ સંભવ છે. આપ સૌએ શ્રમની મહત્તાને સારી રીતે જાણો છો. કોઈપણ પોતાના કામમાં ચોરી નથી કરતા, પૂરી નિષ્ઠા સાથે કાર્ય પ્રત્યે સમર્પિત રહો છો. આ જ જીવન યજ્ઞનું ઉત્કૃષ્ટ આચરણ છે, આ જ સાચો ધર્મ છે.
‘“આ તો આપ બરાબર કહો છો ગુરુદેવ” અમે કહ્યું,” ત્યારે તો સને ૧૯૪૫માં વિશ્વયુદ્ધ તથા ઍટમબોમ્બ વડે ખુવાર થઈ ગયા પછી પણ જાપાન આજે સંસારની સર્વોત્તમ શક્તિઓમાંની એક છે. સાચે જ આ ત્યાંના નાગરિકોની જીવનયજ્ઞમાં આહુતિનું જ પરિણામ છે. શ્રમ દેવતાનું વરદાન ફળીભૂત થઈ રહ્યું છે.
”હા બેટા, પરંતુ આપણા દેશમાં આજકાલ તેનાથી ઉંધુ થઈ રહ્યું છે. કોઈ મહેનત કરવા જ નથી માગતુ અને રાતોરાત અમીર બનવાના સપના જુએ છે. જુગારના અડ્ડાઓ, લોટરીની દુકાનો પર ભીડ લાગેલી રહે છે પરંતુ કામ ઉપર બહાના બાજી ચાલે છે. વાત વાતમાં હડતાળ પાડીને કામ બંધ કરી દે છે, ત્યાં જાપાનમાં ક્યારેય હડતાળની જરૂર પડે પણ છે તો કર્મચારીઓ કામનો સમય પૂરો થયા પછી પણ ઘેર નથી જતાં અને કામ પર લાગેલા રહે છે. એમની હડતાળથી કામ પર કોઈ પ્રતિકૂળ પ્રભાવ નથી પડતો ઊલટાનું વધારે કામ થાય છે. એનાથી જ સમગ્ર પ્રશાસન તંત્ર તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં લાગી જાય છે. કાશ આ આદર્શને આપણા ભારતવાસીઓ અપનાવી લેતા ? પરંતુ આજના ભ્રષ્ટ રાજનેતાઓ કશું થવા દે ત્યારે ને ?’
પ્રતિભાવો