GG-15 : શ્રેષ્ઠ દૈવી તત્ત્વોનું સંવર્ધન-૦૯, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 7, 2022 Leave a comment
શ્રેષ્ઠ દૈવી તત્ત્વોનું સંવર્ધન, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
‘‘યજ્ઞનું એક બીજું શિક્ષણ પણ છે, જો કે સર્વશ્રેષ્ઠ શિક્ષણ છે સમાજમાં શ્રેષ્ઠ દૈવી તત્ત્વોનું સંવર્ધન.” ‘“એ કેવી રીતે સંભવ છે” અમે જિજ્ઞાસા પ્રગટ કરી.
ગુરુદેવે સમજાવતાં બતાવ્યું, ‘ઋગ્વેદ યજ્ઞાગ્નિને પુરોહિત કહેવામાં આવેલ છે, ‘અગ્નિમીલે પુરોહિતં.” આ પુરોહિત જ મનુષ્યમાં દૈવી તત્ત્વોના સંવર્ધનનો માર્ગ ભતાવે છે. એના શિક્ષણ પર ચાલીને લોક-પરલોક બંને સુધારી શકાય છે. એ શિક્ષણ આ પ્રકારે છે.
(૧) જે કાંઈ પણ બહુ મૂલ્ય વસ્તુ આપણે હવનમાં હોમીએ છીએ તેને અગ્નિ પોતાની પાસે સંગ્રહ નથી કરતો, પરંતુ એને સર્વસાધારણના ઉપયોગ માટે વાયુમંડળમાં વિખેરી નાંખે છે. આપણે પણ એ રીતે જ ઇશ્વરની આપેલી વિભૂતિઓનો પ્રયોગ કરવો જોઈએ. આપણો યજ્ઞ પુરોહિત પોતાના આચરણ દ્વારા આપણને આ જ શિખવે છે. આપણું શિક્ષણ, સમૃદ્ધિ, પ્રતિભા વગેરે વિભૂતિઓનો ઓછામાં-ઓછો પોતાના માટે અને વધુમાં વધુ ઉપયોગ જનકલ્યાણ માટે કરવો જોઈએ.
(૨) જે પણ વસ્તુ અગ્નિના સંપર્કમાં આવે છે. અગ્નિ એનો સંસ્કાર કરીને, પોતાનામાં આત્મસાત્ કરીને પોતાના જેવો જ બનાવી લે છે. આપણે પણ આ રીતે સમાજના પછાત, નાના, દીન, દુઃખી, દલિત, પીડિત જે પણ વ્યક્તિ આપણા સંપર્કમાં આવે એમને પોતાનામાં આત્મસાત્ કરીને પોતાના જેવા બનાવવાનો આદર્શ નિભાવવો જોઈએ. (૩) અગ્નિની લપટો (જવાળાઓ) કેટલુંય દબાણ હોવા છતાં નીચેની તરફ ક્યારેય નહીં પરંતુ ઉપરની તરફ જ ફેલાય છે. પ્રલોભન, ભય કશું પણ કેમ ન હોય આપણે આપણા વિચારો અને કાર્યોને નીચ, હલકટ કક્ષાના ન થવા દઈએ. વિષમ પરિસ્થિતિઓમાં પણ આપણો સંકલ્પ અને મનોબળ અગ્નિશિખાની માફક ઊંચો જ રાખીએ.
(૪) અગ્નિ જ્યાં સુધી જીવિત છે, ગરમી અને પ્રકાશની પોતાની વિશેષતા છોડતો નથી. તેવી રીતે આપણે પણ આપણી ગતિશીલતાની ગરમી અને ધર્મપરાયણતાની રોશનીને ઘટવા દેવી ન જોઈએ. જીવન ભર પુરુષાર્થી અને કર્તવ્યનિષ્ઠ રહેવું જોઈએ.
(૫) યજ્ઞાગ્નિના અવશેષ મસ્તક પર લગાવતા આપણે શીખવું જોઈએ કે માનવજીવનનો અંત મુઠ્ઠી પર ભસ્મના રૂપમાં જ ભાકી રહી જાય છે. આપણા આ અંતને ધ્યાનમાં રાખતા જીવનના સદુપયોગનો પ્રયત્ન કરવો જોઈએ.
આ પ્રકારની અનેક શિખામણો આપણને યજ્ઞ પુરોહિત તરફથી મળે છે, જે આપણી અંદર દૈવી તત્ત્વોનું સંવર્ધન કરતી રહે છે. યજ્ઞીય ધર્મક્રિયાઓમાં ભાગ લેવાથી આત્મા પર ચઢેલા દોષ-દુર્ગુણો દૂર કરી શકાય છે. ફળ સ્વરૂપ એમાં ઝડપથી ઇશ્વરીય પ્રકાશ પેદા થાય છે. યજ્ઞથી આત્મામાં બ્રાહ્મણત્વ, ઋપિત્વની વૃદ્ધિ દિન પ્રતિદિન થતી રહે છે અને આત્માને પરમાત્મા સાથે જોડવાનું પરમલક્ષ્ય બહુ જ સરળ થઈ જાય છે. આત્મા અને પરમાત્માને જોડી દેવાનું, બાંધી લેવાનું કાર્ય યજ્ઞાગ્નિ દ્વારા આમ જ થાય છે, જેવી રીતે લોખંડના બે ટુકડાઓને વેલ્ડિંગની ગરમી જોડી દે છે.
યજ્ઞના પ્રભાવથી મનોભૂમિ ઉચ્ચ, સુવિકસિત તથા સુસંસ્કૃત બને છે. મહિલાઓ, નાના બાળક તથા ગર્ભસ્થ શિશુ વિશેષ રૂપથી પક્ષ શક્ત વડે લાભાન્વિત થાય છે. એમને સંસ્કારી બનાવવામાં પક્ષીય વાતાવરણથી નજીદીક્તા વધુ ઉપયોગી સિદ્ધ થાય છે. દુર્બુદ્ધિ, કુવિચાર, દુર્ગુણ તથા દુષ્કર્મોથી વિકૃત મનોભૂમિમાં યજ્ઞ વડે ખૂબ સુધાર થાય છે. એટલા માટે જ યજ્ઞને પાપનાશક પણ કહેવામાં આવેલ છે. યજ્ઞીય પ્રભાવથી સુસંસ્કૃત થયેલ વિવેકપૂર્ણ મનોભૂમિનું પ્રતિકૂળ જીવનની પ્રત્યેક ક્ષણને સ્વર્ગીય આનંદથી ભરી દે છે, એટલા માટે યજ્ઞને સ્વર્ગ જેવું સુખ આપવાવાળો પણ કહેવામાં આવે છે,
આપણે યજ્ઞ આયોજનામાં લાગીએ, પરમાર્થ પરાયણ બનીએ અને જીવનને યજ્ઞની પરંપરા જેવું બનાવીએ. આપણું જીવન યજ્ઞ સમાન પવિત્ર, પ્રખર અને પ્રકાશનવાન થાય. ગંગા સ્નાન વડે જેવી રીતે પવિત્રતા, શાંતિ, શીતળતા, સન્માનને હૃદયંગમ કરવાની પ્રેરણા લેવામાં આવે છે એવી રીતે યજ્ઞથી તેજસ્વિતા, પ્રખરતા, પરમાર્થ પરાયણતા તથા શ્રેષ્ઠતાનું પ્રશિક્ષણ મળે છે, જેવી રીતે આપણે ઘી, સાકર, મેવા, ઔષધિઓ વગેરે બહુમૂલ્ય વસ્તુઓ યજ્ઞ પ્રયોજનોમાં હોમ કરીએ છીએ, એવી રીતે આપણી પ્રતિભા, વિદ્યા, બુદ્ધિ, સમૃદ્ધિ વગેરેને પણ વિશ્વ કલ્યાણ હેતુ સમર્પિત કરવા જોઈએ. આ નીતિને અપનાવવાળા વ્યક્તિ એકલા સમાજનું નહીં પરંતુ પોતાનું પણ સાચું કલ્યાણ કરે છે. સંસારમાં જેટલાં પણ મહાપુરુષ, દેવમાનવ થયા છે એ બધાએ આ જ રીતિ-નીતિ અપનાવેલી છે. જે ઉદારતા, ત્યાગ, સેવા અને પરોપકાર માટે પગ નથી ઉપાડી શકતા, એને જીવનની સાર્થક્તાનું શ્રેય અને આનંદ પણ નથી મળી શકતો.
મનુષ્યે હંમેશાં એ ધ્યાન રાખવું જોઈએ કે તે ભગવાનનો પુત્ર છે, પરમેશ્વરનો રાજકુમાર છે. તેણે એ જ કામ કરવા જોઈએ જે ભગવાને કર્યો છે. પોતાના મગજમાં હંમેશાં ઊંચા વિચારને જ સ્થાન આપે. કુવિચાર, હલકા, ગંદા, પતનગામી વિચારો જ ક્યાંકથી આવતા હોય તો તેને ધુત્કારીને દૂર ભગાડે જેવી રીતે ચોરને ડંડો મારીને ભગાડવામાં આવે છે. આપણે આપણા પરિવાર પ્રત્યે, માતા-પિતા પ્રત્યે શ્રેષ્ઠ વિચાર જ રાખવા જોઈએ. એમનું આપણા પર કેટલું બધું ઋણ છે. સમાજનું કેટલું ઋણ છે. સમાજે આપણને બોલતા શિખવાડ્યું, ચાલતા શિખવાડ્યું, રહેવાની પદ્ધતિ શિખવાડી. સમાજે જે સ્કૂલ-કૉલેજો ખોલીને આપણને ભણવા લખવાની સુવિધા આપી છે. ઊંચામાં ઊંચા સ્તરની રહેણી-કરણી આપી છે. એ સમાજ પ્રત્યે પણ શ્રેષ્ઠ વિચાર જ રાખીએ, એની પ્રગતિની વાત જ વિચારીએ.
બેટા, એવું વિચારવું ખોટું છે કે આપવાથી ઘટે છે, આપવાથી તો કેટલાંય ઘણું વધે છે. ઘેટાં ઊન આપે છે તો એના શરીર પર ફરીથી ઊન આવી જાય છે. એ ફરીથી આપે છે, ફરીથી આવી જાય છે અને રીંછ, એ કોઈને પોતાના વાળને અડકવાં પણ નથી દેતુ તો એના એવા જ સૂકા-ગંદા વાળ જ કાયમ માટે રહે છે. કૂવો પાણી આપે છે તો અંદરથી બીજું પાણી ફૂટી નીકળે છે. જે કૂવાનું પાણી કોઈ નથી પીતું તેનું પાણી સડી જાય છે. એમાં કીડા પડે છે, પશુ પણ એનું પાણી નથી પીતાં. અમને જ જુઓ, અમે અમારું બધું જ ધન સમાજના કામમાં લગાડી દીધું. આજે અસંખ્ય ઘણું વધીને અમને મળી રહ્યું છે. આંવલખેડામાં સ્કૂલ તથા આશ્રમ, ગાયત્રી તપોભૂમિ, શાંતિકુંજ, બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાન, દેશભરમાં ફેલાયેલી હજારો શક્તિપીઠો, કરોડોની, અબજોની સંપત્તિ છે.
પૂજ્યવરે આગળ કહ્યું “હવે હું તને થોડાંક દૃષ્ટાંત આપીને સમજાવીશ કે પક્ષીય ભાવનાઓથી શ્રેષ્ઠ દૈવી તત્ત્વોનું સંવર્ધન કેવી રીતે થાય છે અને એનાથી લોક-પરલોક કેવી રીતે સુધરે છે.”
અમે પણ પ્રસન્નતા અનુભવતાં કહ્યું, ‘“હા ગુરુદેવ ! આપે એટલી સરસ રીતે સમજાવ્યું છે કે યજ્ઞીય ભાવનાઓનું મહત્ત્વ સારી રીતે સ્પષ્ટ થઈ ગયું. હવે દૃષ્ટાંતોથી એનું સમાધાન સારી રીતે થઈ શકશે.”
બેટા તે ગુજરાતના જલારામ બાપાનું નામ તો સાંભળ્યું છે. એ એક સાધારણ ખેડૂત હતા, થોડી જમીન હતી તેમાં ખેતી કરતા હતા. જે પણ રસ્તે જનાર આવતા તેને આશ્રય આપતા. એમની પત્ની રોટલા બનાવતી અને બધાને ખવડાવતી રહેતી. આ ક્રમ જલારામ અટકાવ્યાં વગર ચલાવતાં રહ્યાં. આ પક્ષીય ભાવનાને કારણે તેઓ ત્યાગ અને બલિદાનની મૂર્તિ બની ગયા. લોકો એમના જીવનકાળ દરમિયાન જ એમની પૂજા દેવતા સમાન કરવા લાગ્યા. વીરપુરમાં એમનું મંદિર બન્યું છે. ત્યાં હજારો લાખો વ્યક્તિ રોજ આવે છે અને મંદિરના ભોજનાલયમાં પ્રસાદ ગ્રહણ કરીને જ જાય છે. બધી બાજુ જલારામની જય જયકાર જ સંભળાય છે. લોકો પોતાની હોટલો, દુકાનો, વેપારી સંસ્થાઓના નામ પણ એના નામ પર રાખે છે. આ છે પક્ષીય ભાવનાથી પ્રાપ્ત શ્રેષ્ઠતા.
સંત રામદાસ તથા સંત કબીરદાસ મિત્ર હતા. બંનેય પ્રખર વિદ્વાન અને સમાજની પીડા દૂર કરવા માટે સદાય તત્પર. એકવાર સંત રામદાસજી કબીરદાસજીની ઘેર ગયા. ખૂબ જ્ઞાન ચર્ચા થઈ. જ્યારે છૂટા પડતાં હતા ત્યારે કબીરદાસજીએ એક રૂપિયો આપીને કહ્યું કે સંત શિરોમણિ આપ આ રૂપિયા વડે આપની આખી જમાતને ભોજન કરાવી દેજો. રામદાસજી ત્યાંથી નીકળ્યા તો આખા રસ્તે વિચારતાં રહ્યાં કે આ કેવી રીતે સંભવ થઈ શકશે, એ બહુ જ સોંધવારીનો જમાનો હતો, તો પણ એમની જમાતમાં હજારો વ્યક્તિઓ હતા, જેમનું રોજ ભોજન બનતું હતું. એક રૂપિયામાં શું થાય ? પછી એમને એક યુક્તિ સૂઝી. એક રૂપિયામાં ઘી અને જીરૂ ખરીદી લાવ્યાં, સોંધવારીનો જમાનો હતો એટલે કેટલાપ શેર થી આવી ગયું. જ્યાં જમાતનું ભોજન બનતું હતું ત્યાં આ ઘી અને જીરાને ગરમ કરીને દાળમાં વધાર કરી દીધો. એ દિવસે પૂરી જમાતે ભોજન કર્યું અને દાળના સ્વાદની પ્રશંસા કરી. એક રૂપિયાના યજ્ઞનો લાભ હજારો વ્યક્તિઓને મળી ગયો.
પછી થોડા દિવસ પછી કબીરદાસજી ફરતાં ફરતાં સંત રામદાસજીના આશ્રમે પહોંચ્યા. ચર્ચા પછી જ્યારે ચાલવા લાગ્યા ત્યારે રામદાસજીએ એમને એક ચાર આની આપી અને કહ્યું કે આનાથી આખા વિશ્વને ભોજન કરાવી દેજો. કબીરદાસજી મોટી ગૂંચવણમાં પડી ગયા. વિચારતાં રહ્યાં કે શું કરવું અને કેવી રીતે કરવું જેથી આખા વિશ્વને જમાડવાનું શક્ય બને. વિચાર કરવાથી આ અસંભવ જેવી લાગતી સમસ્યાનું સમાધાન પણ એમને મળી ગયું. બેટા, તું સમજી ગયો હોઇશ કે એમણે કેવી રીતે ચાર આની (પચીસ પૈસા) વડે આખા વિશ્વને ભોજન કરાવ્યું.
‘‘ગુરુદેવ, અમારી સમજમાં તો કોઈપણ યુક્તિ નથી આવતી.” અમે પોતાનું માથું ખંજવાળતા કહ્યું. ‘
“અરે બેટા, જાણો છો કબીરદાસે શું કર્યું. ચાર આની (પચીસ પૈસા) વડે તે બજારમાંથી ધી, સામગ્રી, મિષ્ટાન્ન વગેરે ખરીદીને લઈ આવ્યા અને એક યજ્ઞ કરી દીધો. બધા પદાર્થ યજ્ઞાગ્નિમાં વાયુભૂત થઈને આખા વાયુમંડળમાં ફેલાઈ ગયા. આખા વિશ્વમાં એ વાયુ ફેલાઈ ગયો અને બધા જ જીવધારીઓએ શ્વાસ સાથે એને ગ્રહણ કર્યો. આ રીતે યજ્ઞ વડે આખા વિશ્વને ભોજન કરાવી શકાયું અને તે પણ એક ચારઆની વડે.
આ દૃષ્ટાંત મેં તને એટલા માટે સંભળાવ્યું કે યજ્ઞ એ વિદ્યા છે જેના માધ્યમથી અમીર-ગરીબ બધા જ લોકમંગળના કાર્યો કરી શકે છે. નાનામાં નાનો શ્રમ અને પુરુષાર્થ પણ પોતાનું મહત્ત્વ ધરાવે છે. રામચંદ્રજીએ લંકા પર ચઢાઈ કરવા માટે પૂલનું નિર્માણ કરાવ્યું હતું. એમાં જ્યાં મોટા-મોટા પથ્થર સમુદ્રમાં નાંખવામાં આવતા હતા ત્યારે ત્યાં એક ખિસકોલી પણ પોતાની પૂંછડીના વાળમાં રેતી ભરીને લાવતી અને સમુદ્રમાં ઠાલવી દેતી હતી. હવે તું જ બતાવ કે એ પૂલ બનાવવામાં નલ-નીલના પુરુષાર્થ કરતાં એ ખિસકોલીની પક્ષીય ભાવના કયા પ્રકારે ઓછી હતી. હું તો કહીશ કે એ એનાથી પણ શ્રેષ્ઠ જ હતી.
સંસારમાં જેટલાં પણ મહાપુરુષ થયા છે, એ બધાના જીવન યજ્ઞીય ભાવનાના અનુપમ ઉદાહરણ છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ગૌતમ, ગાંધી, સુકરાત, બધાનું જીવન યજ્ઞમય રહ્યું છે. સંત તુકારામની પત્ની એમની સાથે બહુ ઝઘડો કરતી હતી. એકવાર સંત ખેતરેથી શેરડીના સાંઠાનો ભારો લઈને ઘર તરફ આવી રહ્યાં હતાં. રસ્તામાં જે કોઈ એમની પાસે શેરડી માગતું તેને એક શેરડી આપી દેતા. પરિણામ એ આવ્યું કે જ્યારે તેઓ ઘેર પહોંચ્ય ત્યારે તેમની પાસે ફક્ત એક જ સાંઠો રહ્યો. આ જોઈને એમની પત્ની બહુ ક્રોધિત થઈ અને એ શેરડી તુકારામની પીઠ ઉપર ફટકારી. તેથી તેના બે ટુકડા થઈ ગયા. તુકારામે હસતાં હસતાં બંને ટુકડાઓ ઉઠાવ્યા અને પોતાની પત્નીને ધન્યવાદ આપતાં કહ્યું “તું અને હું બે હતા અને સાંઠો એક જ હતો. તે સારી રીતે તેના બે સરખા ટુકડા કરી દીધાં. હવે એક ટુકડાને હું ચૂસું અને એક તું ચૂસ” એમની પત્ની ખૂબ શરમાઈ ગઈ અને એણે લડાઈ-ઝઘડો કરવાનું છોડી દીધું. જેવી રીતે યજ્ઞાગ્નિ પોતાની પાસેની વસ્તુને પોતાના જેવી જ બનાવી દે છે એવી રીતે તુકારામે પોતાની પત્નીને પણ સહનશીલ અને સભ્ય બનાવી દીધી.
આર્ય સમાજના સ્વામી શ્રદ્ધાનંદજી હતા. તેઓ પોલિસ જમાદારના દિકરા હતા અને નાની ઉંમરે ખરાબ સંગતને કારણે શરાબ પીવા લાગ્યા હતા. એક રાત્રે તેઓ શરાબના નશામાં ચકચૂર થઈને ઘેર આવ્યા અને ઓરડામાં જ ઉલટી કરીને બેહોશ જેવા થઈ ગયા. એમની પત્નીએ એમને સંભાળ્યા, સાફ-સફાઇ કરી અને પથારી પર સુવાડી દીધા. સવારે એમનો નશો ઉતર્યો તો એમણે જોયું કે રાતનું ખાવાનું અડધું-પડધું બનાવેલ પડ્યું છે. પત્નીને પૂછ્યું કે એણે રાત્રે ભોજન નથી ખાધું તો તે બોલી, હું કેવી રીતે ખાઈ શકું, આપની દશા તો ઠીક હતી નહીં. આ વાતનો એટલો પ્રભાવ પડ્યો કે એમણે શરાબ તથા અન્ય બધા જ દુર્ઘનો છોડી દીધા અને સ્વામી શ્રદ્ધાનંદના રૂપમાં પ્રસિદ્ધ થયા. પત્તીય ભાવનાના અન્ય અનેક ઉદાહરણ મળી જશે. અને સમજવાની અને પોતાના જીવનમાં ઉતારવાની જરૂર છે.”
ગુરુદેવે એ દિવસની વાત ત્યાં જ સમાપ્ત કરી અને કહ્યું કે હવે બીજા દિવસે આગળ બતાવીશું. હું તેમની બતાવેલી વાતો પર ચિંતન-મનન કરતો હતો ત્યારે મને ભરતપુરની એક ઘટના યાદ આવી. ઘણા સમય પહેલાં હું જ્યારે ભરતપુરમાં રહેતો હતો ત્યારે પાડોશમાં એક છોકરાના લગ્ન થયા હતા. એની પત્ની બહુ જ સુશીલ હતી, પરંતુ સાસુ કાયમ એ છોકરી સાથે લડતી રહેતી હતી. વાતવાતમાં તે તેને ગાળો દેતી તથા ટોણાં મારતી હતી, પરંતુ વર્લ્ડ જરા પણ અવાજ નહોતી કરતી. એક દિવસ તેની બહેનપણી આવી અને વહુના ઓરડામાં બંને વાતો કરવા લાગી. એની બહેનપણીએ કહ્યું, ‘‘સાંભળ્યું છે કે તારી સાસુ તને બહુ પરેશાન કરે છે, તું તો બહું સીધી છે, તું કહે તો એક જ દિવસમાં એને સીધી કરી દઉં.” આની સામે વહુએ કહ્યું, “ના, ના, તેં ખોટું સાંભળ્યું છે. મારી સાસુ તો બહુ સરસ છે. મારી મા કરતાં પણ મારું વધારે ધ્યાન રાખે છે. ક્યારેક મારી ભૂલ થઈ જાય તો પ્યારથી સમજાવી દે છે. તું જરા પણ ચિંતા ન કરીશ.” એની સાસુ બંનેની વાતો પડદાની પાછળ ઊભી રહીને સાંભળતી હતી. વહુને પોતાના પ્રત્યે આવી શ્રદ્ધા જોઈને તે તો પાણી-પાણી થઈ ગઈ અને તે દિવસથી જ એનો સ્વભાવ પૂરેપૂરો બદલાઈ ગયો,
પ્રતિભાવો