GG-15 : વિશેષ યજ્ઞ-૧૩, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 7, 2022 Leave a comment
વિશેષ યજ્ઞ, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
બીજા દિવસે રામનવમીનું પર્વ પણ હતું. ગુરુદેવે પર્વપૂજન પછી અમને કહ્યું, ‘‘જાણો છો રામનવમીની વિશેષતા શું છે ?”
‘“હા, ગુરુદેવ એ દિવસે રામચંદ્રજીનો જન્મ થયો હતો.” અમે તરત જ બોલી ઉઠ્યા.
“એ તો છે જ, પરંતુ કેવી રીતે થયો હતો. રાજા દશરથે પુત્રેષ્ઠિ યજ્ઞ કર્યો હતો એના ફળસ્વરૂપ રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુઘ્નનો જન્મ થયો હતો. પ્રાચીન વૈદિક કાળમાં ઋષિઓ મનીષીઓએ ઊંડી શોધખોળ કરીને યજ્ઞોની વિસ્તૃત રૂપરેખા બનાવી હતી, અને સમયાનુસાર તેનો પ્રયોગ થતો રહેતો હતો, જેવી રીતે કે,
૧. દેવ વૃત્તિઓના વિકાસ માટે ‘દૈવયજ્ઞ” મનુષ્યો તથા અતિથિઓને સ્નેહ-સન્માન આપવા માટે ‘નર-યજ્ઞ’અગણિત જીવજંતુઓના પોષણ માટે ‘ભૂતયજ્ઞ’, ‘બલિવૈશ્વ યજ્ઞ’ વગેરે.
૨. પોષક પ્રવૃત્તિઓના વિકાસ માટે ‘વિષ્ણુ યજ્ઞ’ માનસિક જાગરણ માટે ‘રુદ્રયજ્ઞ’, અનાચારના દમન માટે ‘ચંડી યજ્ઞ’ વગેરે…
૩. ઉપયોગી પશુધનના સંવર્ધન માટે ‘ગૌમેધ યજ્ઞ’, ‘અશ્વમેધ યજ્ઞ’ વગેરે.
૪. વસંત અને શરદઋતુમાં નવા પાકેલા અન્ન વડે યજ્ઞ કરવામાં આવે છે તેને આગ્રયણ પક્ષ’ કરે છે.
૫. ઇંદ્રના નિમિત્ત જે યજ્ઞ કરવામાં આવે છે તે “સૌત્રામણિ યજ્ઞ” છે.
૬. ‘સર્વ મેધ યજ્ઞ’- આ યજ્ઞમાં દરેક પ્રકારની વનસ્પતિઓ અને અનાજનો હવન થાય છે.
૭. ‘પિતૃમેધ યજ્ઞ’ – આ પક્ષમાં મૃત પિતૃદિનો અસ્થિદાહથાય છે.
૮. સમાજમાં સત્પ્રવૃત્તિઓના સંવર્ધન માટે ‘વાજપેય યજ્ઞ’ રાજનીતિક અનુશાસન સ્થાપિત કરવા માટે ‘રાજસૂય યજ્ઞ’ તથા સમગ્ર રાષ્ટ્રને પ્રગતિશીલ બનાવવા માટે અશ્વમેધ યજ્ઞો’નું વિધાન બતાવવામાં આવેલું છે.
આવી રીતે બીજા અનેક પ્રકારના યજ્ઞોનું વિધાન છે. આ બધા સામાજિક પ્રગતિ માટે કરવામાં આવતા હતા પરંતુ વ્યક્તિગત પ્રયોજનો માટે તથા કામનાઓની પૂર્તિ માટે વિશેષ યજ્ઞ પરિસ્થિતિઓ અનુસાર આયોજત કરવામાં આવતા હતા, એમાં વિશેષ પ્રકારની ઔષધિયુક્ત સામગ્રીનો પ્રયોગ થતો હતો. પુત્રેષ્ટિ યજ્ઞ આ પ્રકારનો એક વિશેષ યજ્ઞ હતો જેમાં ઔષધિઓના વન તથા મંત્રોના પ્રભાવથી પ્રજનન શક્તિને ઉત્પ્રેરિત કરીને ગર્ભ ધારણ કરાવવામાં આવતો હતો. રાજા દશરથના આગ્રહ પર ગુરુ વશિષ્ઠ પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવવાની સલાહ આપી હતી અને આ યજ્ઞના આયોજન માટે લોમસ ઋષિના પુત્ર શ્રૃંગી ઋષિનું નામ સુચવ્યું હતુ. કારણ કે એમણે પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું અને તે પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવવા માટે દરેક પ્રકારે સક્ષમ હતા. આ યજ્ઞના ફળસ્વરૂપ ચારેય ભાઈઓનો જન્મ થયો હતો. હવે અંતમાં યજ્ઞની બાબતમાં બીજી વધારાની વાતો પણ જાણી લો.
પ્રતિભાવો