GG-15 : યજ્ઞ મનુષ્યો દ્વારા જ શા માટે ? ૦૫ યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 7, 2022 Leave a comment
યજ્ઞ મનુષ્યો દ્વારા જ શા માટે ? યજ્ઞ પિતા – ગાયત્રી માતા
સૌથી પહેલાં તો એ સમજી લો કે ઋષિઓએ યજ્ઞ માટે મનુષ્યોને જ કેમ પ્રેરણા આપી ? અન્ય પ્રાણીઓ પાસે એવી કોઈ અપેક્ષા કેમ કરવામાં ન આવી. એનું કારણ છે કે સંસારના બધા પ્રાણી પ્રકૃતિગત પ્રવાહોનો સ્વાભાવિક ઉપયોગ કરે છે. પ્રકૃતિ પાસેથી તેઓ એટલું જ લે છે કે જેટલું તેમના નિર્વાહ માટે પૂરતું છે. એમાંથી કોઈપણ “પ્રકૃતિનું શોષણ’ નથી કરતા. મનુષ્યમાં પ્રકૃતિને ચૂસી લેવાની ક્ષમતા છે. ઇશ્વરે એને જે સર્વશ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરી છે તેનો તે દુરુપયોગ કરી શકે છે અને કરી પણ રહ્યો છે. આજે ચારેય તરફ શું બની રહ્યું છે. મનુષ્ય પોતાની બુદ્ધિનો પ્રયોગ સૃષ્ટિના નાશ માટે જ તો કરી રહ્યો છે. ઋષિઓ મનીષીઓએ પોતાની દૂર દૃષ્ટિથી આ સંભાવનાના ગંભીર પરિણામોની કલ્પના હજારો વર્ષ પહેલાં જ કરી લીધી હતી અને એટલા માટે જ મનુષ્યને પજ્ઞીય મર્યાદાઓમાં બાંધી રાખ્યો હતો. એની એ જવાબદારી હતી કે જો તે પ્રકૃતિનું શોષણ કરે તો એના પોષણ માટે પણ વિશેષ પ્રયત્નો કરે. જ્યાં સુધી મનુષ્ય આ પક્ષીય મર્યાદાનું પાલન કરતો રહ્યો, ચારે તરફ સુખ શાંતિનું જ સામ્રાજ્ય રહ્યું. પરંતુ આજે તો તે ફક્ત પ્રકૃતિનું શોષણ કરવાનું ઇચ્છે છે. એના પોષણની જવાબદારી અને એની ઉપર્યુક્ત પ્રક્રિયા બંનેને તે ભૂલી ગયો છે. આ જ કારણ છે કે આજે ચારે તરફ ઉન્માદની જાળ દેખાય છે જ્યારે યજ્ઞીય જીવન શૈલી અપનાવીને આ ધરતી પર સ્વર્ગ જેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી શકાય છે.
યજ્ઞમાં યજ્ઞીય ભાવનાઓની વૃદ્ધિને બહુ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. યજ્ઞ શબ્દનો ભાવાર્થ છે પવિત્રતા, પ્રખરતા તથા ઉદારતા. આ જ તત્ત્વદર્શન વ્યક્તિગત જીવનમાં પણ વણાયેલું રહેવું જોઈએ અને લોકવ્યવહારમાં પણ એની શ્રેષ્ઠતાને આગળ પડતું સ્થાન મળવું જોઈએ. શાસ્ત્રોમાં જીવન અગ્નિની બે શક્તિઓ માનવામાં આવી છે એક સ્વાહા, બીજી સ્વધા. સ્વાહાનો અર્થ છે. આત્મત્યાગ અને પોતાની સામે લડવાની ક્ષમતા. સ્વધાનો અર્થ છે જીવન વ્યવસ્થામાં ‘આત્મજ્ઞાન’ને ધારણ કરવા માટેનું સાહસ.
વંશ શબ્દ ‘યજ’ ધાતુથી બનેલ છે. એનો અર્થ છે દેવપૂજન, સંગતિકરણ અને દાન. ઇશ્વરીય શક્તિઓની આરાધના ઉપાસના એમની સમીપતા સંગતિ તથા પોતાની માનીતી વસ્તુઓને એમને અર્પણ કરવી એ જ યજ્ઞની આધ્યાત્મિક પ્રક્રિયા છે. દેવગુણ સંપન્ન સત્પુરુષોની સેવા અને સત્સંગ એમને સહયોગ આપવો એ પણ યજ્ઞ છે. વ્યવહારિક અર્થમાં એને આમ પણ કહી શકાય કે મોટાનું સન્માન, સરખાપણું ધરાવતા સાથે સંગતિ મિત્રતા તથા આપણાથી નાનાઓને ઓછી શક્તિવાળાઓને દાન સહયોગ કરવો યજ્ઞ છે.”
પ્રતિભાવો