GG-15 : યજ્ઞ પર્યાવરણ-૧૧, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 7, 2022 Leave a comment
યજ્ઞ અને પર્યાવરણ, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
“આજે સમગ્ર સંસાર પર્યાવરણની વિષમ સમસ્યાઓમાં સપડાયેલો છે. બધા જીવધારી મળ, મૂત્ર, શ્વાસ દ્વારા ગંદકી ફેલાવે જ છે. હવે ઔદ્યોગિકરણના ફળસ્વરૂપ ગંદકીની પરાકાષ્ઠા જ થઈ ગઈ છે. ન જાણે કેટલુંય ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, કોલસા, લાકડાં દરેક ક્ષણે સળગતા જ રહે છે. મનુષ્ય પોતાની સુખ સુવિધાના સાધન વધારતો રહ્યો છે એટલાં પ્રમાણમાં પર્યાવરણનો સત્યાનાશ પણ કરી રહ્યો છે. મોટરકારો અને બસો વડે સડકો ચિક્કાર ભરેલી છે. કહેવાય છે કે અમેરિકામાં પરિસ્થિતિ એ છે કે જેટલા સમયમાં એક બાળક પેદા થાય છે એટલા સમયમાં બેકાર બનીને તૈયાર થઈ જાય છે. આપણાં દેશમાં પણ આ જ હાલત થતી જઈ રહી છે. આજે તો કોઈ પોતાના પગ વડે ચાલવા જ તૈયાર નથી. દરેકને પેદા થતાંની સાથે ગાડી કે સ્કૂટર જોઈએ, બીડી, સિગારેટના ધુમાડાથી કેટલું પ્રદૂષણ થાય છે, એનું તો અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે.
પૃથ્વી પર જીવન ટકી રહે તે માટે શુદ્ધ વાયુ અને જળ તો મુખ્ય રૂપથી આવશ્યક છે. આજે ચારેય તરફ ગંદકીના કારણે ન તો શુદ્ધ વાયુ મળે છે અને ન તો પાણી પણ ઉપબધ્ધ થઈ રહ્યું છે. લોકો કહે છે કે શુદ્ધ વાયુ માટે પહાડો પર જાવ, હિમાલય પર જાવ. પરંતુ હવે તો ત્યાં પણ પર્યાવરણની સમસ્યા પોતાનો ખુની પંજો ફેલાવી રહી છે. જળ સ્ત્રોત પ્રદૂષિત થઈ રહ્યાં છે. ગંગા જે સંસારની સૌથી પવિત્ર નદી હતી એની ગંદકી સાફ કરવા માટે અબજોથી વધુ રૂપિયા ખર્ચ થઈ રહ્યો છે અને તે પણ દેવું કરીને. જેમ જેમ મનુષ્યનું મન ગંદુ થઈ રહ્યું છે તેમ તેમ એની ચારેય તરફ ફેલાયેલું વાતાવરણ પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે.”
“પરંતુ ગુરુદેવ, યજ્ઞ સાથે આ બધાનો શું સંબંધ છે, યજ્ઞના ધુમાડાથી પ્રદૂષામાં વધારો થશે. સળગવાથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ (અંગારવાયુ) પણ ફેલાશે.” અમે શંકા કરી.
“એ જ તો બતાવી રહ્યો છું. યજ્ઞ વડે પર્યાવરણને શુદ્ધ કરવું સૌથી સરળ છે. હું હંમેશાં તારા ઓરડામાં અગરબત્તી સળગાવે છે. શા માટે ? અગરબત્તીમાં લગાડેલા પદાર્થોના સળગવાથી ધુમાડો નીકળે છે. જેવા પદાર્થો એમાં લાગેલા હોય છે એના અનુસાર સુગંધ ફેલાય છે. ઓરડાનો દૂષિત વાયુ શુદ્ધ થઈ જાય છે. આ યજ્ઞીય પ્રક્રિયાનું સૂક્ષ્મરૂપ છે, એવી રીતે જ્યારે મોટા કુંડમાં સમિધાઓ તથા સામગ્રીના સળગવાથી જે ધુમાડો નીકળે છે તો તે કેટલા વ્યાપક ક્ષેત્રના વાયુને શુદ્ધ તથા સુગંધિત કરી દેશે તે તો તું જાતે જ અનુમાન લગાવી લે. એક નાની અગરબત્તી એક ઓરડા માટે પૂરતી છે તો યજ્ઞ કૂંડમાં ધુમાડો કેટલો વિસ્તાર પ્રભાવિત કરશે એનો હિસાબ લગાવો. યજ્ઞ કુંડમાંથી નીકળેલો ધુમાડો પવનની લહેરો વડે વ્યાપક ક્ષેત્રમાં ચારેય તરફ ફેલાય છે અને એમાં પદાર્થના જે તત્ત્વ સૂક્ષ્મ કણોના રૂપમાં હોય છે તે પણ ચારેય તરફ ફેલાઈ જાય છે. જીવધારીઓના શરીરમાં શ્વાસ સાથે તે તત્ત્વ પ્રવેશ કરે છે અને સાથે જ ઝાડ-પાન પણ એનાથી પ્રભાવિત થાય છે. હવનના આ ગેસમાં અનેક ઉપયોગી રાસાયણિક તત્ત્વ હોય છે.
એ તો અર્થ વગરનો ભ્રમ છે કે હવનના ધુમાડામાં કાર્બન ડાયોક્સાઇડ કે અન્ય કોઈ ઝેરી ગેસ હોય છે. હવનનો ધુમાડો આ દોષથી મુક્ત છે. કદાચિત થોડો ઝેરી અંશ રહી પણ જાય તો ધીનો વાયુભૂત પ્રભાવ એને નષ્ટ કરીને લાભકારી બનાવી દે છે. એમાં રહેલા અનેક રાસાષણિક તથા સુગંધિત પદાર્થ દરેક પ્રકારે પ્રદુષણને દૂર કરીને પર્યાવરણને શુદ્ધ બનાવી દે છે.
વાયુ શુદ્ધિ ઉપરાંત હવન ગેસ વડે સ્થળ, જળ વગેરે અનેક તત્ત્વોની પણ શુદ્ધિ થઈ જાય છે. આ ગેસ વાદળોમાં ભળી જઈને વરસાદના રૂપમાં પૃથ્વી પર વરસે છે અને એના દ્વારા જળ સ્ત્રોત નિર્મળ થઈ જાય છે, વનસ્પતિ પરિપુષ્ટ થાય છે. ખેતીમાં પણ હવન ગેસ બહુ જ લાભદાયક સિદ્ધ થાય છે. એનાથી માટીની ઉપજ શક્તિ વધી જાય છે.
“શું એવું પણ થઈ શકે છે ?” અમે આશ્ચર્યથી પૂછ્યું. “અરે શું કામ ન થઈ શકે. આજે માટીની પોષકશક્તિ વધારવા માટે યુરિયા, ફોસ્ફેટ જેવા જાત જાતના રાસાયણિક ખાતર નાંખીએ છીએ, પરંતુ શું તેનાથી સાચે જ લાભ થાય છે ? ના, ઊલટાનું થોડા વર્ષો પછી એના પ્રમાણને કારણે જમીન ખેતીલાયક નથી રહેતી. પહેલાં છાણનું કે અન્ય સડેલાં પાનાઓનું ખાતર આપતા હતા. આ પ્રાકૃતિક ખાતર વડે જમીનમાં જે પણ અનાજ, શાકભાજી પેદા થતા હતા તે કેટલા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થતા હતા.
“એ તો છે જ ગુરુદેવ” અમે કહ્યું.
‘યજ્ઞ વિધાનને વનસ્પતિ જગતની શુદ્ધિ અને પરિપુષ્ટિનો આધાર કહેવામાં આવે છે. પૃથ્વી સદા વાયુમાંથી ગંધનું શોષણ કરી લઈને વાયુને ગંધ રહિત કરતી રહે છે. યજ્ઞનો ધુમાડો ગંધના કારણે ભારે હોય છે અને પૃથ્વીની સપાટી પર વહેતો હોય છે. આ રીતે યજ્ઞના હવન દ્વારા બનેલ અપેક્ષિત તત્ત્વો તથા ગંધને યજ્ઞપ્રદેશની પૃથ્વી શોષી લે છે. આનાથી પૃથ્વીની ખેતીની પેદાશ કેટલાય ઘણી વધી જાય છે અને પૌષ્ટિક પણ બની જાય છે.
બીજી બાજુ વૈજ્ઞાનિક પરીક્ષણોથી એ તો સિદ્ધ થઈ ગયું છે કે રાસાયણિક ખાતર નાંખવાથી માટીની ફળદ્રુપતા જે વિનાશક ક્રીટાણુઓના કારણે હોય છે તે નષ્ટ થઈ જાય છે. આનાથી પોષક કીટાણુઓની વૃદ્ધિ થઈ જાય છે અને ફળસ્વરૂપ માટીની ફળદ્રુપતા વધે છે, પરંતુ આમા દોષ એ છે કે એક વખત માટીમાં નાંખ્યા પછી તેને અલગ નથી કરી શકાતા અને ધીમે ધીમે એ ખાતરના પ્રભાવથી ફળદ્રુપતા વધારનારા કીટાણુઓનો પણ નાશ થવા માંડે છે. અને તે જમીન થોડા વર્ષો પછી પડતર બની જાય છે. યજ્ઞથી પેદા થનારા ગેસમાં આવા કોઈપણ ઝેરીલા તત્વો નથી હોતા. વૈજ્ઞાનિકોએ થોડા સમય સુધી આ ગેસને માટી ઉપર પ્રવાહીત કરીને પરીક્ષણ કર્યા તો મેળવ્યું કે આનાથી જમીનની ફળદ્રુપતા બહુ જ વધે છે અને પોષક અણુઓને વધારનારા આવશ્યક તત્ત્વ માર્ટીમાં ભરાઈ જાય છે. આ જ તત્ત્વોના કારણે યોય વાયુઓ વડે પ્રેરિત વરસાદ અન્ન, વનસ્પતિઓ તથા ઔષધિઓને નિર્મળતા અને પુષ્ટિ પ્રદાન કરે છે. પુરાતન કાળમાં જ્યારે દેશમાં દરેક જગ્યાઓએ દૈનિક તથા વિશેષ યજ્ઞ આયોજિત થતાં રહેતાં હતા તેથી યજ્ઞના ધુમાડાથી પરિપુષ્ટ વાદળો દ્વારા વરસાદ પણ સત્ત્વગુણોથી ભરેલ થતો હતો. એનાથી અનાજ અને ઔષધિઓમાં પણ તે ગુણો ઓતપ્રોત થઈ જતા હતા, અન્નનો સૂક્ષ્મ અંશ જ મનને પુષ્ટ કરે છે. જેવું અન્ન તેવું મન, એટલા માટે પ્રાચીન યજ્ઞીય સંસ્કૃતિના નિવાસીઓના મન પણ સાત્ત્વિક નિર્મળતાથી અનુપ્રાણિત રહેતા હતા.
આજે ચારેય તરફ પર્યાવરણમાં વિસંગતતા ફેલાઈ રહી છે. પ્રદૂષણની પકડ ચીસો પડાવી રહી છે, દરેક જગ્યાએ ઝેર ભરાઈ રહ્યું છે. કહેવાય છે કે પ્રદૂષણના કારણે વાયુમંડળનું ઓઝોન પડ પણ ફાટી રહ્યું છે અને સૂર્યની વધતી ગરમીથી થોડા વર્ષોમાં પૃથ્વી નષ્ટ થઈ શકે છે. બધી બાજુ પ્રાકૃતિક અસંતુલન ફેલાઈ રહ્યું છે. આવા સમયમાં યજ્ઞની ઉપયોગિતા પહેલાં કરતાં કેટલીધ વધારે છે. તું તો જાણે જ છે લોખંડને લોખંડ કાપે છે, કાંટાને કાંટો જ કાઢે છે. વિચારોમાં કાપ વિચારોથી જ થાય છે, એટલા માટે તો વિચારક્રાંતિ અભિયાનમાં સદ્ વિચારોનો ફેલાવો કરીને કુવિચારોને કાપવામાં આવી રહ્યાં છે. એ રીતે જ ધુમાડાને પણ ઘુમાડા વડે જ શુદ્ધ કરી શકાય છે. ચારેય તરફ ઝેરી વાયુઓ વાયુમંડળમાં ફેલાયેલા છે. એને યજ્ઞના ધુમાડાથી જ શુદ્ધ કરી શકાય છે. બીજો કોઈ માર્ગ નથી.
‘આગળની વાત હવે પછી” કહીને ગુરુદેવે એ દિવસની ચર્ચાને વિરામ આપી દીધો.
પ્રતિભાવો