GG-15 : યજ્ઞ શું છે ? -૦૪ યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 7, 2022 Leave a comment
યજ્ઞ શું છે ? યજ્ઞ પિતા અને ગાયત્રી માતા
‘સામાન્ય રીતે લોકો યજ્ઞનો અર્થ જ નથી સમજતા. ક્યાંય પણ હવનકુંડમાં થોડી લાકડીઓ રાખી, આગ પ્રગટાવી અને સામગ્રી નાંખી દીધી. થોડાક મંત્ર બોલી દીધા. હવનકુંડ ન મળ્યો તો કઢાઈ કે તવો મૂકી દીધો કે પછી એમ જ જમીન ઉપર રાખીને હવન કરી દીધો. આને જ લોકો હવન સમજી લે છે. આ તો સાચે જ પ્રદર્શન જેવું થઈ ગયું.” “હા, ગુરુદેવ ! આમ જ છે. લોકો આને જ યજ્ઞ સમજે છે અને કહે છે કે આનાથી શું લાભ ? બેકારમાં ધી તથા અન્ય સામગ્રીને આગમાં સળગાવીને બરબાદ કરવી તેના કરતાં સારું છે કે તે ખાવામાં આવે. આ મોઘવારીના જમાનામાં થોડુંક તો શરીરમાં જશે, અમે નિવેદન કર્યું. ..
“આ જ તો ભ્રમ છે બેટા ! પહેલા યજ્ઞનો અર્થ તો સમજો. આ એક સાધારણ ક્રિયા નથી. જે થઈ રહ્યું છે તે તો તેના ક્રિયાત્મક ભાગનું પણ વિકૃત રૂપ છે. અરે આ તો વિજ્ઞાન છે. એક પ્રયોગ જન્ય વિજ્ઞાન છે. પક્ષ આખા સંસારના પર્યાવરણને સંતુલિત રાખે છે, બળમાં વધારો તથા રોગનું નિવારણ કરે છે, શ્રેષ્ઠ દૈવી તત્ત્વોનું સંવર્ધન કરે છે. યજ્ઞ માત્ર અગ્નિહોત્રપરક કર્મકાંડ જ નથી, તે તો સૃષ્ણના અનુશાસનમાં ભાવના, વિચારણા, પદાર્થ તથા ક્રિયાના સંયોગથી ઉત્પન્ન થનારો એક અદ્ભુત પુરુષાર્થ છે. ત્યારે તો જન્મથી મૃત્યુ સુધી, અરે ! જન્મથી પહેલા પુંસવન સંસ્કારથી અંતિમ સંસ્કાર સુધી, બધા જ ષોડશ સંસ્કાર વખતે, પર્વ તહેવારો પર યજ્ઞનું આવશ્યક વિધાન કરવામાં આવે છે. સંસાર તો એક પ્રકારનો આધ્યાત્મિક ઉપચાર છે જે માનવજીવનને પવિત્ર અને શ્રેષ્ઠ બાવે છે અને યજ્ઞ દરેક સંસ્કારનું અભિન્ન અંગ છે. યજ્ઞથી જ ચારેય વેદોની ઉત્પત્તિ થઈ છે. યજુર્વેદમાં તો વિશેષરૂપથી યજ્ઞની મહિમાનું વર્ણન છે. ઔષધિ વિજ્ઞાનમાં, ચરક સંહિતામાં થન્ન વડે ઉપચારનું વિસ્તૃત વિધાન છે. પક્ષથી સ્વાસ્થ્ય તો સારું થાય છે જ, પરમાર્થનું પુણ્ય પણ મળે છે. તું એને એ રીતે સમજ કે યજ્ઞ બે ધારાઓ કહી શકાય છે. પહેલી ધારા છે યજ્ઞનું એ સનાતન રૂપ જે અનાદિકાળથી અવિરોધ ગતિથી ચાલી રહેલ છે, એનાથી સૃષ્ટિની રચના થઈ છે અને એનાથી સૃષ્ટિના પોષણ, પરિવર્તનનું ચક્ર ચાલી રહ્યું છે. બીજી ધારા યજ્ઞનું એ લૌકિક સ્વરૂપ છે જે સંકલ્પપૂર્વક કરવામાં આવે છે. એના અંતર્ગત અગ્નિહોત્રાદિ વિવિધ યજ્ઞ કર્મકાંડ આવે છે તથા લોક વ્યવહારમાં ‘જીવન યજ્ઞ’ના રૂપમાં જે અનિવાર્યપણે પ્રયુક્ત થાય છે. આ લૌકિક થશીય પ્રક્રિયાનું મૂળ સૂત્ર છે પોતાના અધિકારક્ષેત્રની સૌથી શ્રેષ્ઠ વસ્તુને દેવકાર્યો અથવા લોકમંગળના કાર્યો માટે સમર્પિત કરી દેવી. શાસ્ત્રકારોએ યજ્ઞને દિવ્ય અનુશાસનમાં કરવામાં આપેલ શ્રેષ્ઠકર્મની સંજ્ઞા આપી છે. પર્શ વૈ શ્રેષ્ઠતમઃ કર્મઃ’ અર્થાત્ શ્રેષ્ઠતમ્ કર્મ જ યજ્ઞ છે. બેટા, વેદોએ તો યજ્ઞની મહિમાના વારંવાર વખાણ કર્યા છે, તેં અમારું ૠગ્વેદ ભાષ્ય તો વાંચું જ છે. એમાં અમે યજ્ઞના અનેક રૂપોની મીમાંસા કરી છે. વેદમાં યજ્ઞોના અનેક રૂપ જાણવા મળે છે
(૧) પ્રથમ યજ્ઞ પરાચેતન (વિરાટ પુરુષ અથવા બ્રહ્મ)ના સંકલ્પથી સૃષ્ટિના ઉદ્ભવ રૂપે દેખાય છે.
(૨) એક સ્વરૂપ યજ્ઞનું એ છે જેના અંતર્ગત ઉત્પન્ન સ્થૂળ, તથા સૂક્ષ્મ તત્ત્વ, અનુશાસન વિશેષનું અનુપાલન કરતાં કરતાં સૃષ્ટિ ચક્રને સતત પ્રવાહમાન બનાવી રાખેલ છે.
(૩) યજ્ઞનું એક સ્વરૂપ એ છે જેનાથી પ્રાણી જગત પ્રકૃતિના પક્ષીય પ્રવાહોને આત્મસાત કરતાં કરતાં ઉત્પન્ન ઉર્જા વડે પોતાના ધર્મમાં કાર્યરત રહે છે અને પ્રકૃતિના પ્રવાહોને અસ્ત વ્યસ્ત નથી થવા દેતાં.
(૪) મનુષ્યો દ્વારા કરવામાં આવતા કર્મકાંડયુક્ત દેવયજ્ઞ એ વૈજ્ઞાનિક પ્રક્રિયાના અંગ છે જેના અંતર્ગત મનુષ્ય પ્રકૃતિના પોષણ પ્રવાહોને પુષ્ટિ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે.
મહર્ષિ યાજ્ઞવલ્કયે તો યજ્ઞના દર્શનની વિસ્તૃત વિવેચના કરતાં કહ્યું છે કે યજ્ઞ તો પ્રાચીન ભારતના ઉર્જાસ્ત્રોત રહ્યાં છે. છિન્ન-ભિન્ન રાજ્યવ્યવસ્થા તથા બળવાખોર નરેશો અને રાજાઓના ઉદ્ધત આચરણને સંતુલિત કરવા માટે રાજસૂય યજ્ઞોનું વિધાન હતું. અશ્વમેધ યજ્ઞ પતનશીલ સંસ્કૃતિ તથા સમાજ વ્યવસ્થાને નિયંત્રિત કરતા હતા. જો ક્યાંક ધાર્મિક પરંપરાઓમાં પતન, પરાભવ અને પીડા જણાઈ આવતી હતી તો “વાજપેય પક્ષ” આચરણોમાં શોધખોળ પરિવર્તન કરતાં હતાં. દૈનિક અગ્નિહોત્ર તથા બલિવૈશ્વદેવ પણ જન-જનની વૃત્તિઓને સ્વચ્છ અને સારી બનાવી રાખવામાં અભૂતપૂર્વ ભૂમિકા નિભાવતા હતા. આ બધા ઉપક્રમોના જનક (પેદા કરનાર) હતા યાજ્ઞવલ્કય.
આટલું બતાવીને ગુરુદેવ થોડીક ક્ષણો માટે રોકાષા તો અમે અનાયાસ જ બોલી પડ્યા, ‘પૂજ્યવર, આપે તો ફરીથી મુંઝાવવાનું શરૂ કરી દીધું. આજકાલ વેદ, પુરાણ વગેરે વાંચવાનો કે તેને સમજવાનો ન તો કોઈની પાસે સમય છે અને ન તો તેવી બુદ્ધિ. આપ તો સાધારણ ભાષામાં ઉદાહરણ તથા દષ્ટાંતોના માધ્યમથી સમજાવી જેથી સામાન્ય લોકોને સારી રીતે વાત સમજાઈ શકે.”
ગુરુવર આ સાંભળીને હસી પડ્યા અને બોલ્યા, ‘‘લાગે છે તારી અંદર નારદજીનો આત્મા પ્રવેશ કરી ગયો છે. સારું તો પછી આ રીતે સમજો.”
પ્રતિભાવો