GG-15 : યજ્ઞથી ભૌતિક લાભ-૧૦, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 7, 2022 Leave a comment
યજ્ઞથી ભૌતિક લાભ, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
બીજા દિવસે ગુરુદેવે જાતે જ અમને બોલાવીને ચર્ચાનો ક્રમ આગળ વધાર્યો. જો બેટા, અત્યાર સુધી અમે તમને યજ્ઞના આધ્યાત્મિક સ્વરૂપથી જ પરિચય કરાવ્યો છે, એનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું છે. યજ્ઞનો અર્થ દેવપૂજન, સંગતિકરણ, દાન, તપ, ત્યાગ, બલિદાનની ભાવનાનું મહત્ત્વ બતાવ્યું છે. એના વિના યજ્ઞ કરવાનો કોઈ મતલબ જ નથી. સાચું પૂછો તો ક્રિયાત્મક યજ્ઞ કરવો, હવન કુંડમાં સમિધા સળગાવીને સામગ્રી તથા શ્રી વગેરે હોમવું એટલું આવશ્યક પણ નથી જેટલું કે યજ્ઞીય ભાવનાઓ સાથે કાર્ય કરવું. જેટલાં પણ મહાપુરુષ થયા છે, જેણે પણ સંસારમાં ઉન્નતિ કરી છે, પ્રગતિ કરી છે, બધાએ પોતાના સમયની પ્રત્યેક પળની આહુતિ જીવન યજ્ઞમાં આપ્યા કરી છે. આ ભાવનાત્મક યજ્ઞ જ આખા સૃષ્ટિક્રમનો નિયંતા છે. વ્યક્તિગત ઉન્નતિ અને સામાજિક પ્રગતિનો બધો આધાર પક્ષીય પ્રવૃત્તિઓ પર નિર્ભર છે.
પક્ષનો એક ભૌતિક પક્ષ પણ છે જે ઓછો મહત્ત્વપૂર્ણ નથી. યજ્ઞ માત્ર શ્રદ્ધા નહીં, એક અદ્ભુત વિજ્ઞાન પણ છે. સમિધાઓ અને સામગ્રીના બળવાથી તાપ, પ્રકાશ પેદા થાય છે. રાસાયણિક પરિવર્તન થાય છે. આ પરિવર્તનથી મૂળ દ્રવ્યોનો ગુણધર્મો પણ બદલાઈ જાય છે. દ્રવ્યોના સળગવાથી નવા પદાર્થોની ઉત્પત્તિ થાય છે. અનેક ધન પદાર્થો સળગવાથી અને પરસ્પરની રાસાયણિક ક્રિયાથી એક નવું રૂપ ધારણ કરીને વાયુ અવસ્થામાં બદલાઈ જાય છે. આ વરાળ કે પક્ષના ધુમાડામાં અસંખ્ય સૂક્ષ્મ કણો હોય છે જે વાયુમંડળમાં વિખેરાઈ જાય છે.”
‘અરે આટલું પણ નથી સમજતો, સારું બતાવ તે મરચું તો જોવું છે ને. અહીંયા નજીકમાં એક મરચું રાખી દઉં તો તારા પર એનો પ્રભાવ પડશે ખરો ? ના, કાંઈ જ નહીં થાય. જેવી રીતે લોટો, પ્યાલો રાખ્યા છે તેવી રીતે મીઠાઈ કે મરચું રાખ્યું છે. પરંતુ એ મરચાંને મોમાં મૂકી ચાવવામાં આવે તો શું થશે ? તું સીસકારા કરવા માંડીશ. સ્વાદેન્દ્રિયો પર એની અસર પડશે. પરંતુ ફક્ત ખાનાર જ પ્રભાવિત થશે. મને અન્ય બીજાને કોઈ ફરક નહીં પડે. હવે એ જ મરચાંને આગમાં નાંખી દો, પણ જુઓ તમાશો. આશ્રમની અંદર જ શું, બહાર સડક પર ચાલનાર પણ ખાંસી ખાવા લાગશે. લોકોની આંખોમાંથી પાણી વહેવા માંડશે. જ્યાં પણ વાયુ મરચાના બળી ગયેલા તત્ત્વોને લઈ જશે ત્યાં જ કેટલાય વ્યક્તિઓને પ્રભાવિત કરી દેશે. હવે બતાવો, આ અગ્નિ સંસ્કારથી મરચાંની શક્તિ અસંખ્ય ઘણી વધી ગઈ કે નહીં ?
‘હા ગુરુદેવ, આ તો ઠીક છે” અમે સમર્થનમાં માથું હલાવ્યું.
‘‘આવા અસંખ્ય ઉદાહરણ આપી શકાય છે. તે જોવું હશે કે દિવાળી પર કરોડો રૂપિયાની આતશબાજી ફૂંકી મારવામાં આવે છે. આ બધું શું છે ? થોડોક ગંધક, પોટાશ તથા અન્ય પદાર્થ એમાં ધન અવસ્થામાં રાખવામાં આવે છે. એનાથી કોઈ પણ પ્રભાવિત નથી થતું. પરંતુ જ્યારે એમાં લાગ લગાવવામાં આવે છે. તો રાસાયણિક ક્રિયા થવાથી ગેસ બને છે અને એની શક્તિથી ભયંકર અવાજ સાથે વિસ્ફોટ થાય છે. ફટાકડામાં બધી શક્તિ અગ્નિ સંસ્કાર વડે જ ઉત્પન્ન થાય છે. આજે આપણું આ જ દુર્ભાગ્ય છે કે આપણે આતશબાજીના આ યજ્ઞ પર કરોડો અબજો રૂપિયા હસતાં-હસતાં ફૂંકી મારીએ છીએ અને વાસ્તવિક યજ્ઞ માટે દસ-વીસ રૂપિયાના ખર્ચને નકામો ખર્ચ કરીએ છીએ. અરે જો જરા પણ વિવેક વડે કામ લીએ અને આતશબાજીનો ખર્ચ બંધ કરી દઈએ તો વર્ષ-બે વર્ષમાં જ દેશનું બધું વિદેશી દેવું પતી જાય પરંતુ શું કરીએ. આપણી અક્કલ ઉપર તો પથ્થર પડેલા છે. આપણે તો યજ્ઞને જ નકામો ખર્ચ સમજીશું અને ઠંડાની ફટકારથી સમજીશું. ઠીક છે ભાઇ સમા, પોતાના પગ પર કુહાડી મારવામાં તમને મજા આવતી હોય તો કોઈ શું કરે ?”
આટલું કહીને ગુરુદેવ થોડીક ક્ષણ માટે અટકી ગયા. એમના મનની વ્યથાનો આભાસ કરતાં કરતાં અમે પણ ચુપ રહ્યાં. થોડીકવાર પછી તે આગળ બતાવવા માંડ્યા.
હા તો હું બતાવતો હતો કે પક્ષથી અસંખ્ય ભૌતિક લાભ થાય છે. પર્યાવરણનું સંતુલન થાય છે. સ્વાસ્થ્ય સંવર્ધન અને રોગ નિવારણનું કાર્ય પણ યજ્ઞથી જ સંભવ છે. અનેક યજ્ઞ વિશેષ પ્રભાવ માટે કરવામાં આવે છે જેવી રીતે રાજસૂપ યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, પુત્રેષ્ઠિ યજ્ઞ વગેરે, આપણા ઋષિઓ, મનીષીઓએ ઊંડી શોધખોળના આધાર પર યજ્ઞ વિજ્ઞાનને સ્થાપિત કર્યું હતું. સમિધાઓની પસંદગી અને હવનસામગ્રીના ગુણ વિશ્લેષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. યજ્ઞ કુંડની આકૃતિનું પણ પોતાનું અલગ મહત્ત્વ હોય છે. આ બધું ઊંડી શોધખોળનું પરિણામ છે. એમાં વધુ જાણકારી માટે પ્રયત્ન કરવાનો ન તો અત્યારે સમય પણ છે અને ન તો સહેલાઈથી તમે સમજી શકશો. હવે અમે તમને પર્યાવરણની બાબતમાં બતાવીએ છીએ.
પ્રતિભાવો