GG-15 : યજ્ઞ પિતા-ગાયત્રી માતા, -૦૩ યજ્ઞ પિતા અને ગાયત્રી માતા
August 7, 2022 Leave a comment
યજ્ઞ પિતા – ગાયત્રી માતા, યજ્ઞ પિતા અને ગાયત્રી માતા
આશ્રમમાં દૈનિક યજ્ઞ તો થતો જ હતો, એક વખત ઠંડીના દિવસો હતા. યજ્ઞ પછી પૂજ્ય ગુરુદેવ તડકામાં બેઠા હતા. આમતેમની ચર્ચા થઈ રહી હતી, અમે પણ એક શંકા એમની સમક્ષ પ્રગટ કરી.
‘પુજયવર આ ‘યજ્ઞ પિતા ગાયત્રી માતા’ કેમ કહેવાય છે ? કેટલીક વાર આશ્રમમાં આવનારા અતિથિ પણ પૂછે તો તેઓને સંતોષકારક જવાબ આપવો અઘરો લાગે છે, કારણ કે અમે પોતે જ એના મર્મથી સારી રીતે પરિચિત નથી. આપ કૃપા કરી એને વિસ્તારથી સમજાવી.”
ગુરુદેવ એકદમ ગંભીર થઈ ગયા. થોડીવાર ધ્યાનમગ્ન રહ્યા પછી બોલ્યા, “તું બરાબર કહે છે. આજકાલ ભારતીય દર્શન તથા સંસ્કૃતિ પ્રત્યે લોકોની ઉદાસીનતા વધતી જાય છે. જેને જુઓ તે અંગ્રેજીયતના રંગમાં ડૂબેલો છે, ઊલટી-સીધી વિદેશી પરંપરાઓની ભૂંડી નકલ કરવામાં પોતાની શાન સમજે છે અને આપણા દેવી-દેવતાઓની, દિવ્ય પરંપરાઓની અવહેલના જ નહીં પરંતુ ઉપહાસ પણ કરે છે. આ બધો વિદેશી શિક્ષણનો દુષ્પ્રભાવ છે જેના ફળ સ્વરૂપ સંસ્કૃત ભાષા તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના અભ્યાસને હતોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે તો લોકો યજ્ઞ તથા ગાયત્રીની મહત્તાને સમજી નથી શકતા. આ તો આપણા પતનનું મુખ્ય કારણ છે.”
યજ્ઞ અને ગાયત્રી તો બે મુખ્ય આધાર છે જેના પર વૈદિક સંસ્કૃતિ, સભ્યતા, અધ્યાત્મ, વિજ્ઞાન એટલે સુધી ટકેલાં છે કે આપણું તન-મન બધું જ ટકેલું છે. તે આખા સંસારનો, બ્રહ્માંડનો તથા અંતરિક્ષનો પ્રાણવાયું છે, જીવન શક્તિ છે. યક્ષને સત્કર્મોનો તથા ગાયત્રીને સદ્વિચારોનું પ્રતીક માનવામાં આવે છે. આ બંનેના સંયોગ સ્વરૂપે સદ્ભાવનાઓ અને સત્પ્રવૃત્તિઓનું સંવર્ધન થાય છે જેનાથી વિશ્વ શાંતિ તથા માનવ કલ્યાણની સંભાવનાઓ પ્રબળ થાય છે અને આજ પ્રાણી માત્રના કલ્યાણનું માધ્યમ બને છે. આપણા ઋષિઓ તથા મનીષીઓએ તેને પિતા તથા માતા એમ જ તો નથી કહી દીધા, તમે બહુ જ સરસ પ્રશ્ન કર્યો છે. પ્રત્યેક ભારતીયે આ મૂળ તત્ત્વના મર્મને હૃદયંગમ કરવું જોઈએ. મોટા થતાં બાળકોએ તો એને અવશ્ય સમજવું જોઈએ, એમના મસ્તિષ્કમાં સારી રીતે સ્થાન અપાવી દેવું જોઈએ જેથી એમનું ચિંતન સાચી દિશા મેળવી શકે અને તેઓ ભારત માતાના સાચા તથા શ્રેષ્ઠ સપૂત બનીને દેશને વિશ્વના સર્વોચ્ચ શિખર પર ફરીથી પ્રતિષ્ઠિત કરી શકે. હું તને સરળ ભાષામાં એ સમજાવીશ, મન લગાવીને સાંભળ, સમજ અને પછી એનો પ્રચાર કર.”
પ્રતિભાવો